Tag Archives: Bishop Rethna Swamy

125 years celebration of Gujarati Catholic Congregation in Gujarat.

125 years celebration of Gujarati Catholic Congregation in Gujarat.

ગુજરાતમાં કેથલિક ધર્મસભાની સૌપ્રથમ સ્થાપના આણંદ પાસેના મોગરી ગામ ખાતે થઈ હતી. જ્યારે ફાધર મેન્યુએલ ઝેવિયર્સ ગોમ્સના હસ્તે મોગરી, નાપાડ અને આસપાસના ૧૮ વ્યક્તિઓને સ્નાનસંસ્કાર આપી કેથલિક ધર્મસભાના પાયાના મંડાણ કર્યાં હતાં. એ દિવસ હતો ડિસેમ્બર ૧૧, ૧૮૯૩. આ વાતને ૧૨૫ વર્ષ પૂરાં થતાં મોગરી સહિત આસપાસના ગ્રામજનો તેમજ અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા તેની વિશેષ રીતે ઊજવણી કરાઈ હતી.

ગુજરાતમાં ૧૨૫ વર્ષની કેથલિક  ધર્મસભાની ઊજવણી ચાર ભાગમાં કરવાનું અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા નક્કી કરાયું. જેમાં પ્રથમ અમદાવાદ એ પછી આણંદ, ઉમરેઠ અને છેલ્લે મોગરી ખાતે તેની ઊજવણી કરાઈ હતી. જેમાં સમુહ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. મોગરીમાં જે જગ્યાએ મોગરી, નાપાડ સહિત આસપાસના ૧૮ વ્યક્તિઓને  સ્નાનસંસ્કાર આપ્યા હતા તે જગ્યા પર વર્ષ ૧૯૯૩માં ૧૦૦ વર્ષ પૂરાં થતાં તે જગ્યાએ સેંટ ઝેવિયર્સ ચર્ચ નામે ચર્ચ બનાવવામાં આવ્યું છે. સ્વ. ઈગ્નાશભાઈ મેકવાન તથા ફાધર વિલિયમ પાઉલ દ્વારા જમીનનું દાન કરવામાં આવ્યું હતું. જે ચર્ચ આજે સમગ્ર ઈતિહાસની સાક્ષી પૂરી રહ્યું છે.

૧૨૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે મોગરી ગામમાં મંગળવારે સાંજે સમુહ પ્રાર્થના અને ત્યારબાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના મહાધર્માધ્યક્ષ થોમાસ મેકવાન, અમદાવાદના ધર્માધ્યક્ષ રત્નાસ્વામી, વડોદરા ધર્મપ્રાંતના મહાધર્માધ્યક્ષ બિશપ સ્ટેની ફર્નાન્ડિઝ અને ગુજરાત પ્રાંતના પ્રાંતપતિ ફાધર ફ્રાન્સીસ પરમાર, સહિત અન્ય ફાધર, સીસ્ટર્સ સહિત અન્ય ભક્તજનો હાજર રહ્યા હતા.

પણ ઈતિહાસ પર નજર નાખીએ તો ખરેખર તો ગુજરાતી કેથલિક ધર્મસભાની શરુઆત તો સપ્ટેમ્બર ૯, ૧૮૯૧માં (મરિયમ જયંતી) મુબઈ ખાતે થઈ હતી. જ્યારે ગુજરાતમાંથી રોજીરોટી મેળવવા આવેલા ૮ વ્યક્તિઓ જેમને કામે રાખનારા સિસ્ટરોની સહાયથી તેઓએ ધાર્મિક શિક્ષણ મેળવ્યું અને વાંદરાના સંત પીતર દેવળમાં સ્નાનસંસ્કાર મેળવી કેથલિક ધર્મસભામાં પ્રવેશા મેળવ્યો. જેમાં નાપાડના ૨ જણ અને મોગરીના ૬ જણ હતાં.

થોડા સમય પછી નાપાડના બે જણમાંથી એક શ્રી. ફ્રાન્સિસ ઝાવિયેર (ભગા ટીસા) નાપાડ પરત આવ્યા ૧૮૯૩માં ગુજરાતના કેથલિક લોકોની સારસંભાળ માટે મુંબઈના ધર્માધ્યક્ષે ફાધર મેન્યુઅલ ગોમ્સને ગુજરાત મોકલી આપ્યા. જેઓ વડોદ સ્ટેશન પર ઉતરી પગપાળા નાપાડ પહોંચ્યા જ્યાં એમના સફેદ જભ્ભાને લીધે શ્રી. ફ્રાન્સિસભાઈએ એમને ઓળખી લીધા અને તેમનું સ્વાગત કર્યું. એ સમયે નાપાડમાં મુક્તિફોજનુ વર્ચસ્વ હોવાથી ફાધરે મોગરી જવાનું નક્કી કર્યું જે જોગનુવસાત શ્રી. ફ્રાન્સિસભાઈની સાસરી હતી. આ રીતે મોગરીને ફાધરે પોતાનું કેંદ્ર બનાવી દીધું અને પછી તો ગુજરાત કેથલિક ધર્મસભા સમગ્ર ગુજરાતમાં કેલાઈ ગઈ.

વિશેષ માહિતી માટે નીચેની પિક્ચર પર ક્લિક કરી શ્રી. ગાબ્રિયેલ ક્રિશ્ચિયન દ્વારા પ્રકાશિત પુસ્તિકા વાંચો.

Please click on the above image to read.

વિશેષ માહિતી માટે ક્લિક કરો….

ગુર્જરવાણી ગૌરવસહ આપણી શરૂઆતની ડોક્યુમેંટ્રી રજૂ કરે છે……………….  “શ્રદ્ધાનું વડવૃક્ષ”

Gurjarvani brings you the documentary film. – “The Faith that Bloomed” – about the start of the Catholic Church in Gujarat at Mogri.

Article from daily Newspaper “Naya Padkar”

Mr. Amit Chavda the president of Gujarat Congress paid visit to newly ordained Bishop Rethna Swamy of The Diocese of Ahmedabad.

ગુજરાત પ્રદેશ ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રી અમિત ચાવડા એ ગઈકાલે સાંજે બિશપ હાઉસ, મીરઝાપુર, અમદાવાદ ખાતે અમદાવાદ ધર્મપ્રાંતના નવનિયુક્ત માનનીય બિશપ રત્નાસ્વામીની શુભેચ્છા મુલાકાત લીધી. આ નિમિત્તે બંને મહાનુભવોએ એકમેકને શુભેચ્છા આપી. શ્રી. અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ હમેશા ખ્રિસ્તી સમાજની પડખે છે તથા માનનીય બિશપે શ્રી. અમિત ચાવડા તથા હાજર સહું આગેવાનો માટે પ્રાર્થના કરી આશિર્વચનો પાઠવ્યા.

આ મીટીંગને સફળ બનાવવા  આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર   શ્રી. વિપુલ મેકવાને ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શ્રી. વિપુલ મેકવાન ઉપરાંત શ્રી. રીના અને પ્રશાંત જોબ, શ્રી. એન્થની ફિડેલીસ તથા બીજા આગેવાનો હાજર હતા. શ્રી. વિપુલ મેકવા આ પ્રસંગે ડેલીગેશનમાં હાજર રહેલા આણંદ, વડોદરા અને અમદાવાદના સહુ આગેવાનોનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

 

Video of the Ordination and Installation of The Most Reverend Rethna Swamy – Bishop of the Diocese of Ahmedabad.

Video of the Ordination and Installation of The Most Reverend Rethna Swamy – Bishop of the Diocese of Ahmedabad. Gurjarvani provided a live streaming of this ceremony on Saturday, April 14, 2018 from Nadiad, India. So here you go for those who could not be present at the ceremony and who could not see it live. Also several pictures of the event from Fr. Ashok Vaghela’s Facebook page.

બિશપ રત્ના સ્વામી આજે અભિષીક્ત થઈને અમદાવાદ ધર્મપ્રાંતનું ” રત્ન ” બનશે.
સાક્ષરભૂમિ નડિયાદ એક ઐતિહાસિક ઘડીની સાક્ષી બની રહી છે છેલ્લા લાંબા સમયથી અમદાવાદ ધર્મપ્રાંત જે ભલા ભરવાડની રાહ જોઈ રહ્યો હતો તે ધાર્મિક હસ્તી બિશપ રત્ના સ્વામી અત્યારે હઝારો શ્રદ્ધાળુઓ તથા સન્યાસ્ત જનોની હાજરીમાં પદગ્રહણ કરી રહ્યા છે તો ચાલો તેમના જીવનની એક લટાર મારી લઈએ.
તેમનો જન્મ 13/02/1961 ના રોજ તમિલનાડુના કન્યાકુમારી ખાતે થયો હતો. એપ્રિલ 1980માં તેઓ પ્રથમવાર ગુજરાતના ખંભાત ખાતે ધર્મના નેજાહેઠલ માનવસેવાર્થ આવ્યા.
તેમની પુરોહિત દીક્ષા સ્વ. બિશપ ચાર્લ્સ ગોમ્સ દ્વારા 29 માર્ચ,1989 ના રોજ તેમના વતન કન્યા કુમારી ખાતે સંપન્ન થઈ હતી. 1989 – 90 દરમિયાન તેમને સાણંદ ખાતે મુકવામાં આવ્યા. અહીં તેમણે વંચિતો માટે સરકારશ્રી દ્વારા અનુદાનિત સેંટ ઝેવિયર્સ સ્કૂલની સ્થાપના કરી જે હાલ ફૂલીફાલી છે. સ્કૂલ કામ પરવારીને તેઓ ગામડાઓ ખૂંદતા ને મોડી રાત્રે પરત ફરતા. આ સ્કૂલમાં તેમણે આચાર્ય તરીકેનો પદભાર પણ સંભાળ્યો હતો.
1991 – 93 ના અરસામાં તેમને અમદાવાદ ખાનપુર ખાતે આવેલી સેંટ જોસેફ સેમીનરીમાં રેક્ટર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો. આ અરસામાં એટલે કે 1992 ની આસપાસ આણંદ નજીક ચાવડાપૂરમાં નવી શાળા શરૂ થઈ તેને યોગ્ય ગતિ બક્ષવા માટે 1993 થી 1994 દરમિયાન તેમને ચાવડાપૂર મુકવામાં આવ્યા.
1994 – 1998 ના સમયગાળામાં કાઉન્સીલીગના અભ્યાસ અર્થે તેમને રોમ મોકલવામાં આવ્યા. પરદેશમાં સફળતા પૂર્વક અભ્યાસ સંપન્ન કરીને સ્વદેશ આવી 1994 – 98 દરમિયાન અમદાવાદ ” શ્રદ્ધા ” ખાતે ગુજરાતના રાજકોટ, વડોદરા અને અમદાવાદ ધર્મપ્રાંતમાંથી પુરોહિત બનવા જોડાયેલા બ્રધરોના રેક્ટર તરીકે આરૂઢ થયા. આ એ સમયગાળો હતો કે જેમાં અમદાવાદના નરોડા ખાતે અસામાજિક તત્વો દ્વારા દેવળ તોડી પાડવામાં આવ્યું હતું પરિણામે લોકો નિરાશ થઈ ગયા હતા. ફાધરે ત્યાં જઈને લોકોની આશા જીવંત રાખવાનું ચાલુ કર્યું. પ્રથમ લોકોના ઘરની પરસાળમાં પરમપૂજા કરવાનું શરૂ કર્યું. ચોમાસામાં વરસાદને કારણે પરસાળમાં મિસ કરવાનું અગવડભર્યું બનતા પોલીસ પાસે પરવાનગી લઈને તૂટેલા દેવળમાં પ્રાર્થના કરવાનું આરંભ્યું. આજે નરોડાની ધાર્મિક અને સામાજિક પ્રગતિના મૂળમાં આ કહાની સમાયેલી છે.
2002 – 2012 એટલે કે એક આખો દાયકો તેમણે નડિયાદ પસ્ટોરલ સેન્ટરના કમ્પાઉન્ડમાં આવેલ સેંટ જોસેફ સેમીનરીમાં રેક્ટર તરીકે ગળ્યો ને ત્યારબાદ 2012 થી 2017 દરમિયાન સેવાસી વડોદરા ખાતે આવેલ ” ગુજરાત વિદ્યાદીપ ” (GVD) ખાતે તેમને ધર્મપ્રાંતિય બ્રધરોના રેક્ટર તથા સ્પિરિચ્યુલ ડાયરેકટર ની બેવડી જવાબદારી નિભાવી.
આધ્યાત્મિકતા અને ગરીબોના ઉદ્ધારનો ધ્યેય રાખનાર ફાધર રત્નાસ્વામી ને 29/1/2018 ના રોજ સાંજે 4:30 કલાકે વેટિકનથી અમદાવાદ ધર્મપ્રાંતના બિશપ તરીકે જાહેર કરાયા હતા જેની વિધિવત ઘોષણા માન્યવર મહાધર્માંધ્યક્ષ થોમસ મેકવાન દ્વારા પસ્ટોરલ સેન્ટર નડિયાદ ખાતે કરવામાં આવી હતી.
– હસમુખ ક્રિશ્ચિયન ” રિશ્તા “