આજથી લગભગ ૧૨૩ વરસ પહેલાં ૧૮૯૧ ની સાલની સપ્ટેમ્બરની ૮ મી તારીખે મુંબઈ (બાન્દ્રા) મુકામે આઠ (૮) ગુજરાતી વ્યક્તિઓ એ સ્નાનસંસ્કાર ગ્રહણ કરી વિધિસર કેથલિક ધર્મસભામાં પ્રવેશ મેળવ્યો હતો. આ દિવસે ગુજરાતી ધર્મસભાની શરૂઆત થઈ હતી જે ફૂલી-ફાલીને આજે ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરી ગઈ છે. મારું માનવું છે કે છેલ્લા ૧૨૩ વરસની આ યાત્રા દરમ્યાન ઘણી બધી ઘટનાઓ ઘટી હશે જેનો ઈતિહાસ પૂરી સચોટતા સાથે ગ્રંથસ્થ થયો નથી. અને ખાસ કરીને શરૂઆત ના વરસોનો.
આ આઠ વ્યક્તિઓ માં એક હતા નાપાડ ગામના શ્રી. ભગા ટીસા જેઓ સ્નાનસંસ્કાર મેળવી ફ્રાન્સિસ ઝેવિયર નામે કેથલિક બન્યા હતા. ઘણા વરસો પહેલાં એમના એક પૌત્ર શ્રી. ગાબ્રિયેલ ક્રિશ્ચિયન (અંકલ) નો સંપર્ક ઈન્ટરનેટ ના માધ્યમથી થયો (મારી એક સહાધ્યાયી ની મધ્યસ્થી વડે) અને આજ સુધી જળવાયેલો છે. અમે ક્યારેય રૂબરૂ મળ્યા નથી પણ સંબંધ ઘણો ગાઢ છે. ફોન દ્વારા, ઈમેલ દ્વારા અમે એ સંબંધને સજાવી રાખ્યો છે. અમારા કુંટંબના સારા-માઠા અવસરો માં અચૂક એકબીજાની પડખે રહ્યા છીએ. તેમણે ઉપર જણાવેલી ઘટના અને સ્વ. શ્રી. ભગા ટીસા નો પરિવાર અત્યારે ક્યાં છે અને શું કરે છે વિષે એક નાની સ્મરણિકા બહાર પાડી છે.
One thought on “સપ્ટેમ્બર ૮ મી ૧૮૯૧ (મરિયમ જયંતી) ના દિવસે મુંબઈ (બાન્દ્રા) માં થયેલો ગુર્જર કેથલિક ધર્મસભાનો અરુણોદય.”