ગુજરાત પ્રદેશ ગુજરાત કોંગ્રેસનાપ્રમુખશ્રી અમિત ચાવડા એ ગઈકાલે સાંજે બિશપ હાઉસ, મીરઝાપુર, અમદાવાદ ખાતે અમદાવાદ ધર્મપ્રાંતના નવનિયુક્ત માનનીય બિશપ રત્નાસ્વામીની શુભેચ્છા મુલાકાત લીધી. આ નિમિત્તે બંને મહાનુભવોએ એકમેકને શુભેચ્છા આપી. શ્રી. અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ હમેશા ખ્રિસ્તી સમાજની પડખે છે તથા માનનીય બિશપે શ્રી. અમિત ચાવડા તથા હાજર સહું આગેવાનો માટે પ્રાર્થના કરી આશિર્વચનો પાઠવ્યા.
આ મીટીંગને સફળ બનાવવા આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શ્રી. વિપુલ મેકવાને ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શ્રી. વિપુલ મેકવાન ઉપરાંત શ્રી. રીના અને પ્રશાંત જોબ, શ્રી. એન્થની ફિડેલીસ તથા બીજા આગેવાનો હાજર હતા. શ્રી. વિપુલ મેકવા આ પ્રસંગે ડેલીગેશનમાં હાજર રહેલા આણંદ, વડોદરા અને અમદાવાદના સહુ આગેવાનોનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
ખ્રિસ્તીઓમાં મીડીઆના મહત્વ તથા સામર્થ્ય અંગે સભાનતા પ્રગટે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં તેનો ઉપયોગ કરવાનો ઉત્સાહ જાગે એવા ધ્યેયને વરીને ભારતના કેથોલિક બિશપોના એસોસીએશન સી.બી.આઈ. એ સોસ્યલ કમ્યુનિકેશન ફોરમની રચના કરી છે. વેસ્ટર્ન રીજન કે જેમાં મહારાષ્ટ્ર તથા ગુજરાતનો સમાવેશ થાય છે તેના વેસ્ટર્ન રીજયનલ સોસ્યલ કન્યુનિકેશન ફોરમમાં ગુજરાતમાંથી પાંચ સભ્યો છે તેમાં હવે તાજેતરમાં મહિલા સભ્ય તરીકે રીના પ્રશાંત જોબની નિયુક્તિ કરવામાં આવી છે. રીનાબેને ‘રિશ્તા’ સંચાલિત ત્રણ માસની પત્રકારત્વ તાલીમમાં અને ક્રિએટીવ રાઈટીંગમાં જોડાઈને લઘુકથા તથા ગઝલ લેખનમાં પણ ભાગ લીધો હતો. પાંચેક વર્ષ પહેલાં તેમણે મલ્લિકા સારાભાઈ દ્વારા મહિલાઓનું સામાજિક ક્ષેત્રે પ્રદાન વિષયે શરૂ કરાયેલ ટી.વી. સીરીયલમાં ‘રિશ્તા’ ના ઉપક્રમે સક્રિય ભૂમિકા ભજવી હતી. ચાર સાલ પહેલાં ‘આકાશવાણી-અમદાવાદ વડોદરા’ પરથી પ્રાસારિત કરાયેલ નાતાલ રેડીઓ નાટકના રેકોર્ડીંગમાં પણ રીનાબેને ભૂમિકા ભજવી હતી. અવારનવાર ‘નવક્રાતિ’ માં પણ મહિલા જાગૃતિ વિષયે તેમનાં લખાણો પ્રસિધ્ધ થયાં છે. રીનાબેનની નિયુક્તિ બદલ ‘રિશ્તા’ તથા ‘નવક્રાંતિ’ તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે અને મીડીઆ ક્ષેત્રે તેઓ તેમનું પ્રદાન કરતા રહી અન્ય ખ્રિસ્તી મહિલાઓને પ્રેરણા આપે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. (પ્રેષક: ફાધર વિલિયમ)