Tag Archives: Sardar Gurjari

ગુજરાતી સાહિત્યકાર સ્વ. શ્રી. જોસેફ મેકવાનના સુપુત્ર શ્રી. અમિતાભ મેકવાનના ચાર પુસ્તકોનું લોકાર્પણ.

ગુજરાતી સાહિત્યકાર સ્વ. શ્રી. જોસેફ મેકવાનના સુપુત્ર શ્રી. અમિતાભ મેકવાનના ચાર પુસ્તકોનું લોકાર્પણ.

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાઈ રહ્યો છે. દિકરી અક્ષરાની ઈચ્છાને આધિન પિતાએ પોતાના સાહિત્યકાર પિતાનો સાહિત્ય વારસો આગળ વધારવાનું બીડું ઝડપ્યું અને કરોનાકાળના સમયનો સદુપયોગ કરી ત્રણ નવલકથા અને એક વાર્તાસંગ્ર્રહની રચના કરી. (નમ્રતા પરમારના ફેસબૂક આધારિત)

આજે સ્વ. જોસેફ મેકવાન અનેરો આનંદ અનુભવી પુત્ર ઉપર અખૂટ આશિષ વરસાવી રહ્યા હશે.

અમિતાભ મેકવાન (આચાર્ય શ્રી આણંદ હાઇસ્કૂલ, આણંદ) લિખિત એક નહીં, બે નહીં પણ એકસાથે ચાર-ચાર કૃતિઓ (ત્રણ નવલકથા અને એક વાર્તાસંગ્રહ) નું વિમોચન જાણીતા સાહિત્યકારો મણિલાલ હ. પટેલ, રજનીકુમાર પંડ્યા, કેશુભાઈ દેસાઈ અને ગુણવંત વ્યાસના સાંનિધ્યમાં આજે યોજાયું.

ભાઈ શ્રી અમિતાભ મેકવાનને ખૂબ અભિનંદન અને સાહિત્ય ક્ષેત્રે હજુ વધુ રચનાઓ આપી પિતાનો વારસો આગળ ધપાવો એવી શુભેચ્છાઓ.

— રાજેશ ચૌહાણ (આણંદ)

તા. માર્ચ ૭, ૨૦૨૧

પુસ્તકો અંગે થોડાં પ્રતિભાવ:-

બીજા કોઈપણ જીવનલક્ષી કુશળ વાર્તાકારની જેમ આ લેખકને પણ વાર્તા આજુબાજુના જીવનમાંથી જ જડી છે. એમ લાગે છે કે પોતે નજર સામે જ નિહાળતા હોય એવી રીતે કથામાં આવતી દરેક કરુણ કે હ્રદયવિદારક ઘટનાનું એ વર્ણન કરે છે. આ નિર્દમ્ભ વાર્તાકાર કશા પણ કલાપ-વિલાપ વગર સીધી લીટીએ જે બન્યું છે તે માર્મિક રીતે લખી જાણે છે અને ખરી વાર્તા નિપજાવી શકે છે.

 — રજનીકુમાર પંડ્યા (કોરાં નયન ભીનાં સપના…)

આ નવલકથાની પ્રથમ ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે- એની કથનરીતિ. ભાવલોક અને સંઘર્ષ વાચકમાં કુતૂહલતા જગવતા રહે છે ને વાચક કૃતિના અંત સુધી વાંચ્યા વિના રહી શકતો નથી. આ એક સિદ્ધિ છે. ચરીત્ર ચિત્રણ પણ જાણે સિદ્ધ હસ્ત લેખકની કલમની યાદ દેવડાવે છે.

  –  મણિલાલ હ. પટેલ (માયાવનના મોર)

અમિતાભ પાસે ભાષા છે, સંવેદન છે, મનોવિશ્લેષણાત્મક પાત્રાલેખન અને સંવાદકલાની પૂરતી ક્ષમતા છે.

—કેશુભાઈ દેસાઈ (અક્ષરા)

માનવજીવનમાં રોજ-બ-રોજ બનતા નાના-મોટા કેટકેટલા બનાવો આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ, તેને સર્જકચિત્ત એમના માનસમાં ઝીલી લેતા હોય છે, જે સમયાંતરે કથા-વાર્તા રૂપે આપણી સામે આવે છે. આવાં 45 ચિત્રો સંવેદનશીલ ઋજુ માનસમાં ઝીલાયેલાં છે એને હું આવકારું છું અને અમિતાભ મેકવાનને પિતાને પગલે ચાલવાના એમના મનોરથને અભિનંદુ છું.

— ગુણવંત વ્યાસ (ટહુકો)


Mr. Prakash Parmar, the principal of Primary School#29 developed a website for student’s exam results.

Mr. Prakash Parmar, the principal of Primary School#29 developed a website for student’s exam results.

બાકરોલ : નગર શિક્ષણ સમિતી સંચાલિત પ્રાથમિક શાળા ૨૯ નો નવતર પ્રયોગ

આજ રોજ નગર પ્રાથમિક શાળા નંબર ૨૯ પુરૂષોત્તમનગર, બાકરોલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી. ઇંદ્રજીત પટેલ સાહેબ ના હસ્તે ઓન લાઈન પરિણામ ફોટા સાથેની વેબસાઈટ તથા  SMS થી પરિણામ ની સાઈટ ખુલ્લી મુકવામાં આવી.

શાળાના આચાર્ય શ્રી. પ્રકાશ પરમારના એકહથ્થુ પ્રયત્ન અને વિનામૂલ્ય સેવાના કારણે આ જોગવાઈ શક્ય બની છે. પોતાની શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ સગવડ કરી એ તેમનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને સમભાવવૃત્તિ નો પુરાવો છે. તેઓ આપણા અભિનંદનને પાત્ર છે. ઈશ્વર એમના કાર્યમાં માર્ગદર્શક અને પ્રેરણારૂપ છે અને હંમેશા રહે એવી પ્રાર્થાના.

Please click on the image to visit the blog of the school.