આજે આ સમાચાર રજૂ કરતાં બહુ જ દુઃખ થાય છે. મારા અંગત મિત્ર અને તબલાવાદક શ્રી. રૂઝવેલ્ટ ક્રિસ્ટી અને રીટા ક્રિસ્ટી ના એકના એક દીકરા રિચી ક્રિસ્ટીનું આજે મેડિસન વિસ્કોન્સિન ખાતે કાર અકસ્માતમાં અવસાન થયું છે. વધુ માહિતી મળતાં અહીં પ્રકાશિત કરવામાં આવશે તો મુલાકાત લેતા રહેજો.
પ્રભુપિતાને પ્રાર્થના કે ભાઈ રૂઝવેલ્ટ અને રીટાબેનને સાંત્વન આપે. દુનિયાનો સૌથી મોટો ભાર (બાપના કાંધે જુવાન બેટાની નનામી) વેઠવાની શક્તિ અને હિંમત આપે.
Well known community leader Mr. Nityanand Thakore of Brooklyn, Passed away on September 18, 2012. He was a life-long member of Bethelship Church. He is survived by his two sons Mr. Rajesh Thakore & Mr. Nilesh Thakore and family. The viewing was held on Thursday, September 20, 2012 at Betheship United Methodist Church between 6:00PM to 9:00PM, where lots of people paid their last respect to him. He was buried this morning (September 21, 2012) at Ocean View Cemetery, Staten Island after a prayer services at Bethelship Church. May God rest him in peace and give strength to his family and friends.
News provided by: Mr. Joyel Merchant, Staten Island.
Birth: November 26, 1921. Death: September 09, 2012
ઘણા દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્વેતક્રાન્તિ ના પ્રણેતા ડો. કુરિયનનું આજે આણંદમાં દેહાંત થયું છે. મૂળ કેરાલાના ડો. વર્ગીસ કુરિયન જેઓ પૂરી દિનિયામાં તેમણે સર્જેલી શ્વેતક્રાન્તિ માટે જાણીતા હતા અને આ દુનિયા હશે ત્યાં સુધી ઈતિહાસ યાદ કર્યા જ કરશે. વધુ માહિતી માટે ફરી મુલાકાત લેવા વિનંતી.
માહિતી: શ્રી. કનુભાઈ પરમાર, આણંદ – ઉપરના પિક્ચરમાં જે ઊભા છે તે.
ડો. કુરિયનની નાદુરસ્ત તબિયતના કારણે એમને નડિયાદની મુળજીભાઈ (કિડની) હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સપ્ટેમ્બરની ૯ તારીખે વહેલી સવારે ૧ઃ૧૫ કલાકે એમનું નિધન થયું. આજે સવારે ૫ વાગે એમના પાર્થિવ શરીરને આણંદ એમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો જ્યાં એમને આખરી સન્માન આપવા લોકોની કતાર લાગી છે. આપણા કનુભાઈ એમની નીકટ હતા તો એ પણ પહોંચી ગયા એમના નિવાસસ્થાને અને લઈ આવ્યા નીચેની તસવીરો. તેઓ પોતાની પાછળ પોતાની પત્ની મૌલી કુરિયન અને પોતાની દીકરી અને પોતાના પોત્રને છોડી ગયા છે.
ગુજરાતી કેથોલિક સમાજના ભૂતપૂર્વ મંત્રી (૨૦૦૬-૨૦૧૦) અને ગુજરાત રાજ્યના નિવૃત્ત સિનિયર ઑડિટર શ્રી. ઈગ્નાસભાઈ જુલાઈની ૦૭ તારીખે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા. એમને શ્રધ્ધાંજલી આપવા માટે એક ખાસ સભાનું આયોજન શ્રી. કિરિટભાઈ ડાભીએ નડિયાદના મિશન રોડ પર આવેલા ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના હૉલમાં કર્યું હતું. ગુજરાતી કેથોલિક સમાજના ઘણા આગેવાનો અને સભ્યોએ આ સભામાં હાજર રહી સદગતને પોતાની આગવી રીતે શ્રધ્ધાંજલી આપી હતી. આ સભામાં કેથોલિક સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી. કિરિટભાઈ મેકવાન, નડિયાદ સિવિલ હોસ્પીટલના ડો. કૌશિક ગોહિલ, એમના પિતા અને ખેડા જિલ્લાના ભૂતપૂર્વ શિક્ષણાધિકારી શ્રી. જોન ગોહિલ હાજર રહ્યા હતા. શ્રી. કિરિટભાઈ મેકવાને અંતમાં હાજર સર્વનો આભાર માન્યો હતો.
મૂળ વલાસણના ફા.અનિલ લુકાસ મેકવાન હમણાં કલાક પહેલા જ પ્રભુને પ્યારા થઇ ગયા છે. ગઈ કાલે સવારે તેમને હ્રદયરોગનો ભારે હુમલો થયો હતો. આજે નડીયાદ કાર્ડિઆક હોસ્પિટલ માં તેઓએ અંતિમ શ્વાસ લીધા. ફાધરે ગુજરાતભરમાં વડોદરા, ખંભાત, ધંધુકા, સાગબારા જેવી અલગ અલગ સ્કૂલોમાં શિક્ષક અને આચાર્ય તરીકે સેવા આપી છે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ બક્ષે.
ફાધર અનિલની દફનવિધિ આવતીકાલે સોમવાર, જુલાઈ ૨૩ તારીખે બપોરે ૪ વાગે કેથોલિક ચર્ચ આણંદ ખાતે રાખવામાં આવી છે.
સમાચાર – સુનિતા પરમાર, કરમસદ અને શ્વેતા વાઘેલા, ગાંધીનગર