ફાધર ગોરોસકિયેતા – મરિયમપુરાના ભવ્ય દેવાલયના પ્રણેતા પરમપિતાના પરમ સાનિધ્યમાં – જુલાઈ ૦૩ ૨૦૧૨

Fr. Goros DOB: June 18, 1934. DOD: July 03, 2012 

 
 
૧૯૬૯ માં અમે મરિયમપુરા રહેવા ગયા. નવમા ધોરણમાં પ્રવેશ મેળવી સેંટ મેરિસ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કરેલો. આજ સમય દરમ્યાન મરિમપુરાના સભાયાજ્ઞિક તરીકે ફાધર ગોરોસની નિમણૂક થયેલી. અને સિત્તેરના દાયકા દરમ્યાન ફાધર ગોરોસે આ જ સ્કૂલની કાયાપલટ કરી નાખી. જુનું દેવળ હતું ત્યાં હાઈસ્કૂલ માટે બાંધકામ શરૂ થયું અને અમે ૧૦-૧૧ આ નવા મકાનમાં ભણીને પૂરું કર્યું. આ સમય દરમ્યાન નવા દેવાલયના બાંધકામનું કાર્ય પર જોરશોરમાં ચાલતું હતું અને ૧૯૭૨માં આરોગ્ય માતાનું ભવ્ય દેવાલય તૈયાર થઈ ગયું. અને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી આ દેવાલય ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
 
ફાધર ગોરોસે ખાલી ઈંટ અને ઇમારતમાં રસ દાખવી ભવ્ય દેવાલય અને સ્કૂલનું નિર્માણ નથી કર્યું પણ ભક્તજનોમાં શ્રધ્ધાને પણ વધુ મજબૂત બનાવી. એમના સમયકાળ દરમ્યાન મરિયમપુરા અને એની આજુબાજુના વિસ્તારના ઘણા યુવા-યુવતિઓ સન્યાસ્ત જીવનમાં જોડાયા. જાણીતા કથાકાર ફાધર ઈગ્નાસ આ માટે એક ઉમદા ઉદાહરણ છે. સિસ્ટર કમળા, સિસ્ટર પુષ્પા, ફાધર ઈગ્નાસ સી. મેકવાન, ફાધર રમેશ પરમાર (થોડાં નામ યાદ છે જેના નામ નથી તેઓ માફ કરશો)
 
આજે ફાધર ગોરોસ આપણી મધ્યે હયાત નથી પણ આપણ બધા ખાત્રીપૂર્વક કહી શકીએ કે તેઓ ચોક્કસ પરમપિતાના સાંનિધ્યમાં બિરાજમાન છે. અને ગુજરાતના લોકોના દિલમાં પણ હંમેશ માટે બિરાજમાન હતા, છે અને રહેશે.
 
વધુ માહિતી – ફાધર લૉરેન્સ ધર્મરાજ       તથા                     ગુર્જરવાણી. 
 

 

 

 

 

8 thoughts on “ફાધર ગોરોસકિયેતા – મરિયમપુરાના ભવ્ય દેવાલયના પ્રણેતા પરમપિતાના પરમ સાનિધ્યમાં – જુલાઈ ૦૩ ૨૦૧૨”

  1. Dear Jagdish,

    You are doing very good job. I do appreciate to keeping people in one fold. This is one kind of VOCATION keep it up.

    Mahesh Parmar

  2. There are now few Spanish Jesuits in India. Late Rev.Fr.Gorascita SJ was one of them.He has done is ministry with full faith in Christ and looking to the scenario of our villages particularly in Mariampura, Petlad. May His Soul Rest In Peace.

  3. પૂજ્ય ફા. ગોરોસ શું હસ્તી હતી! ૧૯૭૨મા મને આણંદ સેંટ ઝેવિયસૅમાંથી મરિયમપુરા સેંટ મેરિસમા દાખલ કરવામાં આવીઓ. છાત્રાલયમાં અમે લગભગ ૬૦ વિદ્યાર્થીઓના તેઓ બાપુ સમાનની જેમ અમને સાચવે. ગુસ્સે થાય ત્યારે “કોનીઓ કાચીસ્તા કરામ્બા માંમીલુકો” જેવું કંઈક બોલે. ઉનો, દોસ, ત્રેસ….જેવી ગણતરી કરે. ફૂટબોલની કિક મારતા શીખાડે. તેમની ઓફિસની બહાર લીમડા નીચે નેતરની ખુરસી નાખીને કલાકો સુધી પ્રાથ્નાપુસ્તક વાંચે અને નજર તો આવતા જતાની ઉપરજ હોય. રાજરત્ન મિલની સર્વ ધર્મ પ્રાથના સભામાં દર વરસે તેમના આગવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા અને અમે આના ભાગીદાર બનેલા. છાત્રાલયમાં ત્યારે ઘંવની લોરી (ટ્રક) આવતી અને ફાધર એ પાંચ મણની ગુણો પોતાના બરડા પર લાદીને જાતેજ અમારા ગોડાઊનમાં ઉતારતા. ફાગ્નીના ફા. આમ્રોસ એમનીજ ઉપજ છે. હંમેશા નિષ્ઠાવાન ચાકર જેવી જિંદગી જીવ્યા. ધન્ય છે તમને! સર્વે મૂયેલાના આત્માઓ પરમેશ્વર પિતાની દયાથી શાંતિમાં રહો, આમીન.

    જગદીશભાઈ, તમારો ખુબ આભાર, તમારા થકીજ અમને બધા સમાચાર મળે છે.

    1. ફાધર ગોરોસની આ સિધ્ધિ તો મારા ધ્યાન બહાર જ રહી ગઈ કે તેમણે જ નાની દિકરીઓ માટે સ્કૂલના રમતગમત મેદાનમાં નવું મકાન બનાવી જૂના મકાનની જગ્યાએ છોકરાઓ માટે હોસ્ટેલ બનાવી હતી. એજ હોસ્ટેલમાં ફાધર આમ્બ્રોસ રહ્યા હતા અને તમે પણ શ્રી. શાંતિલાલ પરમાર. અને ફાધર આમ્બ્રોસ પણ ફાધર ગોરોસના સાનિધ્ય અને આશીર્વાદથી સન્યસ્ત જીવનમાં જોડાયેલા. આપનો ખૂબ ખૂબ આભાર.

  4. your work is very good. i like your life.
    all mariyampura,s person are thanking full your.

  5. Father Goros was a very holy and Brave Man….He has done a remarkable Pastoral Work in Mariyampura n Dhandhuka.i will never forget Him……We need such a Brave n Holy SWAPNA DRASHTA Priest…in Gujarat…..Vicky Macwan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.