Tag Archives: Fr. William

કરૂણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોર – પત્રકારત્વ તાલીમની કાર્યશાળાનું આયોજન

કરૂણા નિકેતન હાઇસ્કુલ, બાલાસિનોર

 

 

ફાધર તાઈતાસ ડીકોસ્તાના આચાર્યપદે ચાલતી બલાસીનોરસ્થિતકરૂણા નિકેતન હાઈસ્કુલ એક નમૂનેદાર શાળા છે. અહી માત્ર અક્ષરજ્ઞાન નહિ પરંતુ તેની સાથે સાથે છાત્રોનું જીવન ઘડતર  થાય છે. આ શુભ ધ્યેયને સતત લક્ષ્યમાં રાખીને તેને અનુરૂપ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી દેશ માટે આવતી કાલના દેશપ્રેમી અંને જવાબદાર તથા સામાજિક નિસબત હૈયે ધરાવતા નાગરીકો ઘડાય.  

 

 

શાળાના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક બધા જ કર્મચારીઓ આ બાબતે સભાન છે અંને સહકાર પૂર્વક કામ કરે છે. શાળામાં ચાલતી એન એસ એસ પ્રવૃતિઓ પણ આ ધ્યેયને વરેલી હોઈ કેવળ ચીલાચાલુ નહિ પણ અર્થપૂર્ણ  પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તાજેતરમાં આ સંદર્ભે પત્રકારત્વ તાલીમની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનું સંચાલન રિશ્તા સંસ્થાએ સંભાળયુ હતું ને ૬૦ જેટલા છાત્રોને પ્રિન્ટ મીડીઅમાં પ્રવેશી સમાજની સુખાકારીની જવાબદારી ઉઠાવવા માટે પડકાર ફેંક્યો હતો.બધા તાલીમાર્થીઓએ એ પડકાર ઝીલી લેવાનો સંકલ્પ કર્યો હતો.  

      

 

 

 

 

 

 

 

કરૂણા નિકેતન હાઇસ્કુલના આચાર્ય તથા સહુ કર્મચારીઓને આપણાં આભિનંદન તથા તેમના મિશનને સફળતા સાંપડે એ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ !

 

-ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયન (રિશ્તા)

શ્રી. મનોજ મેકવાનની સી ડી એસ સંસ્થાના બ્યુટી પાર્લર “લા બેલા”નું ઉદઘાટન ફાધર વિલિયમના હસ્તે.

 

આજે ગણેશ ચતુર્થી પર્વે સી ડી એસ (કમ્યુનીટી ડેવેલોમેનટ સોસાયટી )સંચાલિત “લા બેલા” નામે એક બ્યુટી પાર્લર શરૂ કરવામાં આવ્યો હતો. સી ડી એસ સંસ્થા અલ્પેશ સોસાયટી (પધારિયા) વિસ્તારમાં આવેલી છે. તેના પ્રણેતા મનોજ મેકવાન છે. મનોજભાઈ યુવાવયે આશાદીપ, વિદ્યાનગર સાથે ઘનિષ્ઠ  ઘનિષ્ઠ સંપર્ક ધરાવતા હતા આને ઘણી બધી યુવાપ્રવૃતિઓમાં ભાગ લેતા હતા જેને કારણે તેમનું વ્યક્તિ ઘડતર આબાદ રીતે થયેલું છે. બાળપણમાં તેમને ગરીબીનો ખાસ્સો એવો આનુભવ થયેલો જેને કારણે મોટા થયે ગરીબો વંચિતો ને જરૂરિયાતમંદો માટે કંઈક કરવાની તેમની તીવ્ર ઈછા અને મહત્વાકાંક્ષા જાગી હતી આજે તેઓ ઉપરોક્ત સંસ્થા ચલાવે છે. સંસ્થામાં નાત જાત ધર્મ કે લીન્ગભેદ રાખ્યા વિના તે ગરીબ-વંચિત વર્ગોની યુવતીઓ માટે વિવિધ પ્રકારની તાલીમોનું આયોજન કરી તેમના હાથોમાં રોજીરોટી કમાવાનું આવડતરૂપી સાધન આપે છે. કમ્પ્યુટર શિક્ષણ, ફોટોગ્રાફી, બ્યુટી પાર્લર, આંગણવાડી વગેરે પ્રકારની આવડત કેળવવા તેઓ વર્ગો ચલાવે છે જેમાં હિંદુ- મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ તાલીમ લેવા આવે છે ને તાલીમ બાદ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરીને સારી એવી કામણી કરી સ્વમાની બને છે. તેમની સાથેના વર્તાલાપામાં જાણવા મળ્યું કે તાલીમ લીધેલી યુવતીઓ ૧૦ આંગણવાડીઓ ચલાવે છે ને કેટલીક યુવતીઓએ પોતાના બ્યુટી પાર્લર શરૂ કર્યા છે. સી ડી એસની આગવી ખાસિયત એ છે કે વિવિધ કોમોની યુવતીઓ તાલીમ લેવા આવતી હોઈ તેમની વચ્ચે આત્મીયતા ને મૈત્રી જાગે છે ને કોમી સંવાદિતા પ્રગટે છે. એ રીતે મૂલવતા સી ડી એસ સંસ્થા સામાજિક સંવાદિતા પ્રગટાવવામાં એક ઘણું મહત્વનું પ્રદાન કરી રહી છે આ હેતુને લક્ષ્યમાં રાખીને સંસ્થા પ્રતિ વર્ષ નાતાલ-ધૂળેટી-ઈદ પર્વોની સામૂહિક ઉજવણીઓ કરે છે.

 

 

         ફાધર વીલીયમ સી ડી એસ સાથે નજદીકથી જોડાયેલા છે પ્રતિ વર્ષ રિશ્તા સંસ્થા તાલીમાર્થીનીઓ માટે પત્રકારત્વની શિબિર કરે છે ગઈ સાલ ૩૦ હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ માટે રિશ્તા સંસ્થા દ્વારા મૌંટ આબુ ખાતે ત્રણ દિવસીય સર્વ ધર્મ સમભાવ તથા પત્રકારત્વ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ફાધર વિલિયમે ઉપસ્થિત રહીને રિબન કાપીને બ્યુટી પાર્લરનું ઉદઘાટન કર્યું હતું. ને ઈશ્વ્રરની આશિષો યાચી હતી. મનોજભાઈએ સામાજિક હિતને હૈયે ધરાવતા એવા સહુને માટે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મનોજભાઈને આપણા સહુના હાર્દિક અભિનંદન તથા તેમના આ નવા સાહસને લાખ લાખ શુભેચ્છાઓ!

– ફાધર વિલિયમ

 

‘રિશ્તા’ સંચાલિત પત્રકારત્વ કાર્યશાળા – સેન્ટ મેરિસ હાઈસ્કૂલ મરિયમપુરા, પેટલાદ – સપ્ટેમ્બર ૭-૮, ૨૦૧૨

 

 

તા. ૭-૮ સપ્ટેમ્બર દરમ્યાન સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા (પેટલાદ) માં ધો. ૧૧ નાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ તથા શ્રી. હસમુખ ક્રિશ્વિયને કાર્યશાળામાં સિત્તેરેક જેટલા તાલીમાર્થીઓને પત્રકારત્વની તાલીમ આપી મુદ્રિત માધ્યમમાં પ્રવેશવા માટે સજ્જ કર્યા હતા.

માહિતી – રિશ્તા  

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા વિષય પર પરિસંવાદ – ઓગસ્ટ ૨૬, ૨૦૧૨

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા
 
કિશોરાવસ્થામાંથી જ પોતાના જીવનમાં સંસ્કારો અને સદગુણોનું સિંચન થાય તો વ્યક્તિનું સમગ્ર જીવન સત્ય, નિષ્ઠા, પ્રમાણિકતા, સેવા અને પરોપકારથી મઘમઘતું બની રહે છે. આ બાબતને લક્ષ્યમાં લઈને તા. ૨૬ ઓગસ્ટના રોજ “આશાદીપ” સંચાલિત ‘અંકુર’ કાર્યક્રમનાં કિશોર-કિશોરીઓ તથા આશાદીપ સંલગ્ન અન્ય યુવક-યુવતિઓ માટે ગાંધી વિચારધારા વિષયે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા હાસ્યલેખક તથા કેળવણીકાર, સદભાવના ફોરમના સભ્ય અને ફાધર વિલિયમના સ્નેહી મિત્ર શ્રી. રતિલાલ બોરીસાગરે લગભગ એક કલાક સુધી ગાંધીના જીવનમાંથી ચૂંટીને, વીણીને વિવિધ પ્રેરણાત્મક પ્રસંગોનું તેમની લાક્ષણીક શૈલીમાં વર્ણન કરી સૌનાં દિલ જીતી લીધાં હતાં. પ્રવચન બાદ પ્રશ્નોત્તરી થઈ જેમાં પૃચ્છકોએ ગાંધીજી અંગેની કેટલીક માન્યતાઓ બાબતે સ્પષ્ટતા કરી લીધી હતી. સમગ્ર કાર્યક્રમ અંકુરીયાંઓ માટે માત્ર રસપ્રદ નહિ, બહુ જ હિતકારક નીવડ્યો હતો. અંકુરના સંયોજક મેહુલ ડાભીએ વક્તાશ્રીનો આભાર માની આશાદીપમાં પુન: પધારી યુવાવર્ગને સાત્વિક વિચારોની લહાણી કરવા અપેક્ષા રજૂ કરી હતી.
સમાચાર/પિક્ચર: “આશાદીપ”

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો – ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન ઓગષ્ટ ૨૫, ૨૦૧૨

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો

ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન

 

 

‘વિશ્વગામ’ યુવાપ્રવૃત્તિનાં પ્રણેતા સંજય-તુલા દંપતિની પ્રેરણાથી તેમના સાથીઓ દ્વારા ગાંધીનગરથી વિસનગર રોડ પર આવેલ ગોઝારીઆ કોલેજની સોએક જેટલી કોલેજિયનો તથા ગામની હાયર સેકન્ડરી સ્કૂલના પચાસ વિદ્યાર્થીઓ માટે બે દિવસની યુવાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે શિબિરમાં સર્વધર્મ સમભાવ વિષયે ચર્ચા-સંવાદ રાખાવામાં આવેલો જેમાં હિંદુ-ઈસ્લામ-ખ્રિસ્તી ધર્મ વિશે પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ વિશ્વગામ યુવાપ્રવૃત્તિઓના સબળ ટેકેદાર તથા નજદીકના સાથી તથા ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા પ્રસરે ને પ્રગટે એ હેતુસર શરૂ કરેલ ઝુંબેશ સદભાવના ફોરમની ટીમના સભ્ય છે. સંજયભાઈ તથા શિબિરના આયોજકોએ તેમને બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો વિષયે શિબિરાર્થીઓને સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું . સંબોધન બાદ શિબિરાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા ખિસ્તી ધર્મ તથા ખ્રિસ્તીઓ વિષે સાચી માહિતી મેળવીને એમના ક્ષતિયુક્ત ખ્યાલો ને માન્યતાઓ દૂર કરી હતી. ઈસુના ઉપદેશમાં અને એટલે ખિસ્તી ધર્મમાં માનવબંધુ-પ્રેમ એ તેની બુનિયાદ છે અને ઈશ્વરના ઘરે જવા કે પહોંચવાનો રસ્તો ડારેક્ટ એક્ષપ્રેસ વે નથી પરંતુ એ વાયા વાયા મારા પડોશીના ઘરે થઈને જતા લોકલ રોડ છે તે સત્ય ફાધર વિલિયમે વારંવાર પુનરૂચ્ચારણ કરીને શ્રોતાઓના મનમાં ઠસાવ્યું હતું. વળી ‘તમે મારા શિષ્યો (અનુયાયી) છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ કરતા હશો’ ભગવાન ઈસુના શબ્દો ટાંકીને ખિસ્તીઓની એક માત્ર સાચી ઓળખ વિષે સમજણ આપી હતી.
ઉપસ્થિત કોલેજના આચાર્ય, પ્રધ્યાપકો તથા અન્ય ગ્રામજનોએ આજના પ્રવચનને ઘણું ઉપયોગી ને હિતકારક ગણાવ્યું હતું અને એ વિસ્તારની અન્ય શાળાઓમાં ભણતા વિધાર્થીઓ તથા યુવાજૂથોને માટે આ પ્રવચન આપવા આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આજના પ્રસંગની યાદમાં ફાધર વિલિયમને કેટલાંક સારાં પુસ્તકોની ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો.