Tag Archives: રિશ્તા

“Rishta” organized two days workshop in Dang District.

” રિશ્તા ” દ્વારા ડાંગ જીલ્લાના 600 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે વર્કશોપ યોજાયો.

તારીખ 23 થી 26 જૂન દરમિયાન ડાંગ જિલ્લાની પ્રતિષ્ઠિત શાળાઓમાં સ્થાન પામતી નવજ્યોત હાઈસ્કૂલ સુબીર તથા દીપ દર્શન હાઈસ્કૂલ આહવામાં અભ્યાસ કરતા 600 જેટલા વિદ્યાર્થીઓ માટે રિશ્તા દ્વારા મોટિવેશન તથા લેખન શિબિર યોજાયો હતો. બે દિવસના આ શિબિરમાં છાત્રાલયમાં રહી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ને ધ્યાનમાં લઈ યોજાયેલા આ તાલીમ શિબિરમાં

1 – ધ્યેય નક્કી કરવો.

2 – નક્કી કરેલા ધ્યેય માટેના આયોજનો

3 – અભ્યાસમાં પડતી મુશ્કેલીઓનું અવલોકન.

4 – સ્પર્ધ્યાત્મક પરીક્ષાઓ માટે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવી.

5 – શિક્ષણની સાથોસાથ જીવનઘડતર તરફ ધ્યાન રાખવું.

6 – ઇતર લેખન-વાંચન નું મહત્વ.

7 – સંપૂર્ણ લેખન અને કથન ને સ્પર્શતી બાબતો

8 – ડિજીટલ યુગમાં મીડિયાનું મહત્વ

9 – મીડિયા થકી સામાજિક યોગદાન ની તકો જેવા વિવિધ મુદ્દાઓને પાવર પોઈન્ટ્સ તથા વિડિઓ ક્લિપ્સ દ્વારા વિદ્યાર્થીઓ આગળ રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રસ્તુત શિબિરે પોતાની શૈક્ષણિક સફરમાં નવી દિશાઓ દેખાડી છે તેવો સુર શિબિરની સમાપન વેળાએ વહેતો થયો હતો. વિદ્યાર્થીઓના ખુશ ખુશાલ ચેહરાઓએ શિબિર પર સફળતાની મહોર મારી દીધી હતી.

શિબિરના આયોજનની જવાબદારી સુબીર ખાતે સિસ્ટર મયુરીએ અને આહવા ખાતે સિસ્ટર લૈલમ્મા એ સાંભળી હતી જ્યારે સંચાલનની જવાબદારી રિશ્તાના  Ratilal R Jadav તથા Hasmukh Christian દ્વારા અદા કરવામાં આવી હતી.

Report/Pictures: Hasmukh Christian

Journalism camp was organized by Mr. Hasmukh Christian of “Rishta”

15208050_1176246332454685_919287358_n

“નારૂકોટના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પત્રકારત્વ શિબિર યોજાયો”.

 

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામા આવેલ નારૂકોટની ‘ પિલુ મોદી ‘ હાઈસ્કૂલ ખાતે તારીખ 25 તથા 26 નવે, 2016 દરમિયાન બે દિવસનો પત્રકારત્વ શિબિર યોજાયો હતો જેમાં ધોરણ 9 તથા 10 ઉપરાંત ITI ના વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો.

 

યાત્રાધામ પાવાગઢથી બોડેલી સુધી પથરાયેલા આ આદિવાસી પટ્ટામાં આવેલા અંતરિયાળ વિસ્તારોમાં નાગરિક સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકી નથી તેમ છતાં મુદ્રિત કે વિજાણું માધ્યમોમાં આ વિસ્તારની સમસ્યાઓ એવં ઘટનાઓ યોગ્ય પ્રમાણમાં સ્થાન પામતી નથી તેથી યુવાવર્ગને આ માટે પ્રશિક્ષિત કરી સમાજની સમસ્યાઓને વાચા આપવાની નૈતિક જવાબદારી સોંપવામાં આવે કે જેથી માધ્યમોના ઉપયોગ થકી સમાજની સુખાકારી વધારી શકાય તેવો ઉમદો આશય પ્રસ્તુત લેખન શિબિરના આયોજન પાછળનો હતો.

 

વિદ્યાર્થીઓ માટે ક્ષમતા વર્ધક ગણાતા આ શિબિરનુ સંચાલન મીડિયા એજ્યુકેશન ક્ષેત્રે કામ કરતી ‘ રિશ્તા ‘ સંસ્થાના Hasmukh Christian તથા Ratilal R Jadav દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આયોજનની જવાબદારી ડોન બોસ્કો દ્વારા સંચાલિત ‘ પિલુ મોદી ‘ હાઇસ્કૂલ નારૂકોટના આચાર્ય ફાધર પ્રવિણે સંભાળી હતી.

 

– હસમુખ ક્રિશ્ચિયન.”રિશ્તા “

15281003_1176246155788036_1568955643_n15218393_1176245942454724_360762601_n

ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરામાં પત્રકારત્વ તાલીમ કાર્યશાળા

ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરામાં પત્રકારત્વ તાલીમ કાર્યશાળા

 

તા ૨૫  થી તા ૧ લી એપ્રિલ દરમ્યાન રિશ્તા દ્વારા ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરાના બ્રધરો માટે પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં અખબાર વિષે માહિતી, તંત્રીને પત્ર લેખન, સમાચાર કેવી રીતે બનાવવા, ઈન્ટરવ્યું લઈને લોકોને માહિતી કેવી રીતે પહોંચાડવી વગેરે શીખવવામાં આવ્યું હતું. પ્રિન્ટ મીડીઆનો ઉપયોગ કરીને કેવી રીતે ગરીબો – વંચિતોને મદદ કરી શકાય તેના કેટલાક ઉદાહરણો દ્વારા પ્રિન્ટ મીડીઆમાં પ્રવેશ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્ય શાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું.  (ફાધર વિલિયમ)