Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Sevasi.Invitation-Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Sevasi.
અભિનંદન સિસ્ટર મેરી,સિસ્ટર રાહેલ અને સિસ્ટર મારિયાને , જેમણે પોતાનાં સંન્યસ્ત જીવનનાં સુવર્ણ પચાસ વર્ષ પ્રભુની સેવામાં પસાર કર્યાં છે. રવિવાર, જાન્યુઆરી૨૮, ૨૦૧૮ ના રોજ “સ્નેહ શાંતી”, સેવાસી ખાતે “સિસ્ટર્સ ઓફ ચેરિટી ઓફ સેન્ટ એન” નાં આ ત્રણેય ધર્મભગિનીઓની પચાસ વરસની સેવાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય ફાધર ઈગ્નાસ કાનિસ, ગુજરાતની ધર્મસભાના જાણીતા કથાકાર દ્વારા અર્થપૂર્ણ અને પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે ત્રણેય સિસ્ટરના જીવનચરિત્ર તથા તેમની પ્રાથમિક તેડાંની માહિતી આપી. આ ઉપરાંત ગુજરાત ધર્મસભાના વિવિધ તબામાંથી, ફાધર મારી જોસેફ, ફાધર અશોક વાઘેલા, ફાધર ટાઈટસ ડિકોસ્ટા, ફાધર વિનાયક જાદવ, ફાધર કિરીટ પટેલિયા મળીને લગભગ બીજા ૧૫ ફાધરો પણ આ ખ્રિસ્તયજ્ઞમાં જોડાયા હતા. આ ઉજવણીમાં તેમના મંડળના બીજા સિસ્ટરો, સ્વજનો, મિત્રો, હિતેચ્છુઓ અને શ્રધ્ધાળુઓએ પ્રેમથી ભાગ લીધો હતો. આ પ્રસંગમાં સિસ્ટર સવિતા પણ હાજર હતા.જેઓ સિસ્ટર રાહેલનાં નાના બહેન છે અને આજ મંડળમાં જોડાયેલા છે અને અત્યારે ફિલિપિન્સ ખાતે સેવા બજાવે છે.
આ ત્રણેય સિસ્ટરો ૧૯૬૭માં સેન્ટ એન મંડળમાં જોડાયાં હતાં. ત્યાર પછી જુદી જુદી જગ્યાએ જેમકે, અવર લેડી ઓફ પિલર હોસ્પિટલ-વડોદરા, સેન્ટ એન સ્કૂલ-નડિયાદ, ઉત્તર ગુજરાતના વિજયનગરમાં જ્યાં અરવલ્લી ડુંગરની હારમાળા છે. તથા હાલમાં ગુજરાતની આંખના તારા સમાન અને એકમાત્ર હવા ખાવાના સ્થળ, અને જ્યાંની શાંત શીતળ રમણીયતા માણવા જેવી છે એવા સાપુતારામાં સેવા આપી રહ્યા છે. આ ત્રણેય સિસ્ટરોએ ભરજુવાનીમાં જ જવાબદારીઓ નીભાવી હતી. આ બધામાં તેમની વફાદારીને સફળતા સાંપડી છે. કાર્યક્રમના અંતે સ્વાદિસ્ટ પ્રેમ-ભોજન પીરસવામાં આવ્યું હતું.
તેમના સિસ્ટર પ્રોવિંન્સિયલ રેવ. સિસ્ટર બેનીટા અને તેમની સમગ્ર ટીમ કે જેમણે આ પ્રસંગને શોભાવવા અથાગ મહેનત કરી હતી. શ્રી. મેહુલ શુકલે પોતાની આગવી કળાથી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
પરમકૃપાળુ પરમેશ્વર આ ત્રણેય સિસ્ટરોને સારું સ્વાસ્થ્ય બક્ષે અને તેમનાં દરેક કાર્યોમાં પથદર્શક બની રહે એવી પ્રાર્થના.
The beautiful video below was recorded and edited by Mr. Mehul Shukl. Thank you.
The beautiful pictures below were taken by Mr. Mehul Shukl. Thank you.
આજે world blind WALK ના પ્રસંગે મહાધર્માંધ્યક્ષ માન્યવર થોમસ મેકવાની આગેવાની હેઠળ શરૂ થયેલ પ્રોજેક્ટ વિઝન-૨૦૧૭ અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમવાર blind walk નું આયોજન કરાયું હતું.
નેત્ર દાન પ્રતિ જાગૃતિ ફેલાવવાના ઉમદા આશયે શરૂ કરાયેલ આ રેલીને સવારે ૧૦ કલાકે ગાંધીગ્રામ રેલવેસ્ટેશને થી જાણીતા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર શીતલ શાહે ઝંડી બતાવીને રવાના કરી હતી.
૧.૩ કિમી અંતરની મજલ કાપીને માઉન્ટ કર્મેલ સ્કૂલ પહોંચેલી આ રેલીમાં ઓક્સિજન ફિલ્મની સમગ્ર ટીમ તથા અમદાવાદના રેડીઓ મીરચીના રેડિયો જોકી દૃવિત પણ હાજર રહયા હતા.
આ પ્રસંગે સ્વામી આધ્યાત્મનંદ, મહાધર્માંધ્યક્ષ થોમસ મેકવાન,સિસ્ટર લુસી,ફિલ્મી હસ્તી શીતલ શાહ તથા ભક્તિ કુમાવતે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. શીતલ શાહ તથા ભક્તિ કુમાવત સેન્ટ ઝેવિયર્સ તથા માઉન્ટ કાર્મેલમાં ભણ્યા હોવાથી પોતાના જીવનના પ્રસંગોને વાગોળ્યા હતા.
સેંટ ઝેવિયર્સ મિર્ઝાપુરના આચાર્ય તથા આજની રેલીના સર્વેસર્વા ફાધર ટાઇટ્સ દ્વારા નેત્ર દાન બાબતે ઉપસ્થિત મેદનીને પ્રતિજ્ઞા લેવડાવી હતી.
અંતે દુનિયામાં 100 વાર થી વધુ વખત રક્તદાન કરી ચૂકેલા ૧૦૨ જેટલા સેનચુરિયન રક્તદાતા ધારવવાનો વિશ્વ વિક્રમ જેને નામે છે તેવા અમદાવાદીઓએ પ્રસ્તુત રેલી પર સફળતાની મહોર મારી હતી.
– હસમુખ ક્રિશ્ચિયન ” રિશ્તા “.
The below pictures are taken from Mr. Hasmukh Christian and Mr. Cyril Marin Macwan’s Facebook page.
આજનો દિવસ અમદાવાદ ધર્મપ્રાંત માટે મહત્વનો જ નહીં પરંતુ મોટા ઉત્સવનો પણ છે, કેમકે છેલ્લા 25 વર્ષથી સંન્યસ્ત જીવનનો લિબાસ ઓઢીને ગુજરાતને પોતાની વિવિધ સેવાઓથી સંપન્ન કરનાર ફાધર ટાઇટસ ડી’કોસ્ટા આજે અમદાવાદ મિર્ઝાપુર ખાતે પોતાના સંન્યસ્ત જીવનની સિલ્વર જ્યુબિલિ ઉજવી રહ્યા છે. તો ચાલો તેમના સેવકાર્યોથી રૂબરૂ થઈએ.
જન્મ :
4 -01-1962 ના રોજ વસઈ ગાસ ખાતે થયો હતો. ભારતના પ્રથમ સંત ગોન્સાલો ગાર્સીઆના નામે આ તાબો કાર્યરત છે. 4000 ની વસ્તી ધરાવતા આ વિભાગે માતા ધર્મસભાને 57 ફાધરો, 107 સિસ્ટરો અને 10 જેટલાં ફ્રાન્સીસ્કન બ્રાધરોની ભેટ આપી છે.
પરિવાર :
પિતા જેરોમ અને માતા એનીને ઈશ્વરે 5 સંતાનોની સોગાદ આપી છે. ફાધર ટાઇટસના અર્બન અને જોસેફ નામે બે મોટા ભાઈઓ છે. નાની બહેન થીઓડોરા અને સૌથી નાના ભાઈ ડોનેશન.
સંસારથી_સંન્યસ્ત_જીવન_તરફ_પ્રયાણ :
ફાધર ટાઇટસ જ્યારે વસઈ ખાતે આવેલી હોલીક્રોસ હાઈસ્કૂલના 8 માં ધોરણમાં અભ્યાસ કરતા હતા તે વેળાએ વેસ્લી ડી’સોઝા નામે એક ફાધર આ હાઈસ્કૂલમાં પધાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંન્યસ્ત જીવન વિશે સમજાવીને પૂછ્યું કે ” કોને કોને ફાધર બનવું છે “? બસ તે જ ક્ષણે ફાધર ટાઇટસે આંગળી ઊંચી કરીને પોતાની ઈચ્છા દર્શાવી દીધી. ત્યારબાદ તેઓ આ વિચારને ગૂંથતાં રહ્યા અને ધોરણ 10માં પહોંચ્યા ત્યારે મા-બાપ ને આ સંદર્ભે જાણ કરી, પરંતુ તેમના મમ્મી પપ્પા એ ધરાર ના પાડી દીધી કેમકે ફાધર ટાઇટસ તે સમયે શારીરિક રીતે ખૂબ દુર્બળ હતા. કમજોરી એટલી હદે હતી કે એક ડોક્ટરે તો ચોખ્ખું કહી દીધેલું કે ” આ તમારો છોકરો લાંબુ જીવવાનો નથી “. ડૉક્ટરના આવા કથનને લીધે ફાધરને પહેલા ધોરણમાં મુકવા માટે તેમના મા બાપને સાત સાત વર્ષ સુધી રાહ જોવી પડેલી અને એ બાબતે ધ્યાનમાં રાખીને તેમના મમ્મી પપ્પાએ તેમને સંઘમાં જવાની અનુમતિ આપી નહોતી. પરંતુ યેનકેન પ્રકારે તેઓ મા બાપને સમજાવવામાં સફળ રહ્યા અને અંતે 10 જુલાઈ 1981 ના રોજ તેમણે અમદાવાદ ખાનપુર ખાતે આવેલી સેંટ જોસેફ માઇનોર સેમીનારીની વાટ પકડી.
સેમીનરીથી_લઈને_દીક્ષા_સુધીની_સફર :
10 જુલાઈ 1981 થી 1983 સુધી તેઓ અમદાવાદ સેમીનેરીઅન તરીકે રહ્યા, ત્યારબાદ 1983 થી 1986 દરમિયાન તત્વજ્ઞાન ( philosophy ) ના અભ્યાસ અર્થે નાગપુર ગયા. નાગપુરથી પરત ફર્યા બાદ એક વર્ષ માટે પેટલાદ મરિયમપુરામાં સેવાઓ આપી. આ એ સમયગાળો છે કે જેમાં ફાધર ટાઇટસે ગુજરાતમાં સૌપ્રથમ ” યુથ કેથોલિક સ્ટુડેન્ટ્સ ” નામે વિદ્યાર્થી સંઘની સ્થાપના કરી. આ અરસામાં એટલે કે 1987-88 દરમિયાન તેમણે H.M.Patel કોલેજ કરમસદ થી B.ed ની પદવી ગ્રહણ કરી ને ચાર વર્ષ માટે એટલે કે 1988-92 સુધી દેવવિદ્યા ( Theology ) ના અભ્યાસ અર્થે નાગપુર ગયા. અંતે 2 જી મે, 1992 ના રોજ વસઇ ખાતે ધર્મધ્યક્ષ થોમસ ડાબરેના હસ્તે ધર્મધ્યક્ષ સ્ટેની ફર્નાન્ડિઝની હાજરીમાં પુરોહિત દીક્ષાથી અભિષિક્ત થયા.
સેવા_અને_સિદ્ધિઓ :
પુરોહિત દીક્ષા મેળવ્યાં બાદ ફાધર ટાઇટસને નડિયાદ નજીક પાલૈયા ખાતે આવેલ સેવા વિદ્યાલયમાં આચાર્ય તરીકે મુકવામાં આવ્યા. સેંટ મેરીઝ નડિયાદ ખાતે તેમનું રહેઠાણ હતું અને દરરોજ જમવાનું ટિફિનમાં ભરીને પાલૈયા જતા હતા. તે સમયે સેવા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 106 જેટલી હતી. આજુબાજુમાં વસેલાં માહોળેલ,કંજોડા અને સાલુંણ જેવાં ગામોમાં ફાધરે લોકસંપર્ક જમાવેલો. પરિણામે આજે આ શાળા વટવૃક્ષ બની છે.
સન 1993 માં નડિયાદ ખાતે ગુજરાતનું પ્રથમ” અખિલ ખેડા યુવા સંમેલન ” ફાધર ટાઇટસના સીધા માર્ગદર્શન હેઠળ ભરાયું. જો કે આ ભગીરથ કાર્યમાં તેમને સી. પુષ્પા. પૉલ, ફા. સીઝર, ફા. માઈકલ ફર્નાન્ડિઝ જેવાં ખમતીધરોનો યોગ્ય સહકાર મળી રહ્યો.
સન 1994 માં તેમને સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ મિર્ઝાપુર ખાતે શિક્ષક તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો. અહીં તેમણે શિક્ષક અને યુવા પ્રવૃત્તિઓના સંકલન કર્તા તરીકેની બેવડી જવાબદારીઓ સફળ રીતે અદા કરી જાણી, જેની શાહેદી આજે પણ આ વિસ્તારના લોકો પુરે છે.
સન 1996 માં ફા. ઝેવિઅર મંજુરન દ્વારા” અખિલ ગુજરાત યુવા સંમેલન ” બોલાવવામાં આવ્યું તેમાં પણ ફા. ટાઇટસે કોરકમિટિનો હિસ્સો બની જરૂરી સેવાઓ પુરી પાડી. યુવકો પ્રતિ તેમનો લગાવ, સેવાઓ અને ક્ષમતાને લક્ષમાં લેતાં સન 1997 માં તેમને આ સંઘના વડા તરીકેનો સમગ્ર કાર્યભાર સોંપવામાં આવ્યો.
સન 1998 માં શ્રદ્ધા ઘડતરના ભાગરૂપે અમદાવાદ ધર્મપ્રાંતમાં 4 દિવસની રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં 1150 જેટલાં યુવકોએ પૂરેપૂરો સમય ભાગ લઈને માતા ધર્મસભામાં યુવકોની શામેલગીરીનો પરચો દેખાડેલો. ધાર્મિક રિટ્રીટમાં આટલી મોટી સંખ્યામાં યુવકોની ઉપસ્થિતિનો આ પ્રથમ બનાવ હતો.
સન 1999 માં તેમને પેટલાદ મરિયમપુરાની સેંટ મેરીઝ હાઈસ્કૂલના આચાર્ય તરીકે મુકવામાં આવ્યા. અહીં નોંધવા જેવી બાબત એ ઘટેલી કે માત્ર 7 જ દિવસમાં સ્થાનિક લોકભાગીદારી થકી 9 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકઠી કરીને અમદાવાદ ધર્મપ્રાંતમાં પહેલવહેલું કોમ્પ્યુટર સેન્ટર ઉભું કરેલું. પેટલાદ વિસ્તારમાં આજે કોમ્પ્યુટર ક્રાંતિ સર્જાઈ હોય તો તેનો યશ મહદ અંશે ફાધર ટાઇટસને ફાળે જવો જોઈએ.
સન 2000 ની સાલમાં તેમને World Youth day માં ભાગ લેવા માટે રોમ મોકલવામાં આવ્યા. દુનિયાના યુવા વર્ગની ખૂબીઓ અને ખામીઓનો પરચો તેમને અહીં લાદ્યો હશે તેવું અનુમાન અયોગ્ય તો નથી જ. આ અરસામાં તેઓ ” તેજે રિટ્રીટ ” માં સહભાગી બનવા ફ્રાન્સ પણ ગયા.
સન 2001 માં તેમણે અમદાવાદ ધર્મપ્રાંતના યુથ ડાયરેક્ટરનું પદ છોડ્યું ને તરતજ ધર્માધ્યક્ષની આજ્ઞાને અનુસરીને ” પારિવારિક ખ્રિસ્તી સમાજ ” ( S.C.C. ) ના નિયામક બન્યા. આ સંઘનું 750 જેટલાં આગેવાનોનું પ્રથમ અધિવેશન તેમણે પેટલાદ ખાતે બોલાવ્યું અને લોકો મધ્યે પારિવારિક ખ્રિસ્તી સમાજની ઓળખ ઉભી કરી.
સન 2004 થી 2006 દરિમયાન તેમને સેંટ ઝેવિયર્સ ચાવડાપુરાના આચાર્ય તરીકે નિમવામાં આવ્યાં. ચાવડાપુરામાં આજે અંગ્રેજી માધ્યમની શાળા ખૂબ વખણાય છે તેને ઉભી કરવાનો, ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી લોકો મધ્યે તેની છાપ છોડવાનો સઘળો શ્રેય ફાધર ટાઇટસના અથાગ પ્રયત્નોને ફાળે જાય છે. ચાવડાપુરાના પોતાના કાર્યકાળમાં 5 મહિના માટે તેઓ ન્યુયોર્ક ગયા.
સન 2006 થી સતત સાત વર્ષ માટે એટલે કે 2013 સુધી તેમણે કરુણા નિકેતન હાઈસ્કૂલ બાલાસિનોરનું આચાર્ય પદ નિભાવ્યું. આ સમયગાળા દરમિયાન તેઓ વેસ્ટર્ન રીઝન કેથોલિક કાઉન્સિલ ( W.R.C.C. ) ના સેક્રેટરી પણ બન્યા. સન 2009 માં આખાદેશ માટે ગૌરવી ઘડી આવી હતી. સમગ્ર દેશમાં ઈસુના વધામણાંના ભાગરૂપે ગોવા ખાતે ” ઇસુ મહોત્સવ ” ઉજવાયો હતો. રાષ્ટ્રકક્ષાની આ ધાર્મિક ઇવેન્ટનો સમગ્ર દોરી સંચાર ફાધર ટાઇટસે બાલાસિનોરમાં બેઠાબેઠા કર્યો હતો.
પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યેનો લગાવ દર્શાવતી એક ઘટના બાલાસિનોર ખાતે 31 જાન્યુ, 2009 ના રોજ ઘટી હતી. ડૉન બોસ્કો ની ફિસ્ટમાં ભાગ લેવા તેઓ જીપ લઈ ઘરે જવા નીકળ્યા હતા. ડાકોર પહોંચતાંવેંત તેમને બાલાસિનોરથી સમાચાર મળ્યા કે 5 છોકરાઓને પેટમાં દુઃખે છે. ફાધરે સલાહ સુચન કરી પોતાની સફર ચાલુ રાખી. થોડી મજલ કાપી ને પાછા સમાચાર મળ્યા કે 7 છોકરાને પેટમાં દુઃખે છે. આમ આણંદ સુધી પહોંચવા આવ્યા ત્યાં સુધીમાં તો 40 જેટલા છોકરાઓને પેટમાં દુઃખવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે તેવા સમાચાર મળ્યા. પછીતો કહેવું જ શું ? ફાધરે આણંદ થી આગળ વધવાનું માંડી વાળીને સીધા બાલાસિનોર હોસ્પિટલમાં પહોંચી ગયા ને ફરજ પરના તબીબને કોઈપણ ભોગે પોતાના વિદ્યાર્થીઓની સારામાં સારી સારવાર કરવા ભલામણ કરી. સાંજ સુધીમાં તો તમામ વિદ્યાર્થીઓને સારવાર બાદ હેમખેમ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. બોલો, શું કહેવું ??
સન 2013 ના જૂન માસથી આજ સુધી તેઓ સેંટ ઝેવિયર્સ મિર્ઝાપુર અમદાવાદનું આચાર્યપદ શોભાવી રહ્યાં છે. સાહસ, સમર્પણ, આવડત એવમ કંઈક કરી છૂટવાની ઝંખનાથી ઓતપ્રોત થઈને અમદાવાદ ધર્મપ્રાંતના વિકાસમાં પોતાનો સિંહફાળો આપનાર ઊંચા ગજાના, નોખા વ્યક્તિત્વના માલિક ફાધર ટાઇટસ ડી’કોસ્ટાને આજના ગૌરવી પ્રસંગે અઢળક શુભકામના. પ્રભુ તેમના સંન્યસ્ત જીવનની સાર્થકતાને ચારચાંદલગાવે તેવી અભ્યર્થના.
કઠલાલ સેન્ટ ઝેવિયર્સ તથા અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે કઠલાલ ખાતે વાર્ષિક રમતોત્સવ ઉજવાયો
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે તારીખ 15.2.2017ના રોજ શાળાનો વાર્ષિક રમતોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો.
આ પ્રસંગે અમદાવાદ મિર્ઝાપુર ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના NSS ના વિદ્યાર્થીઓ તથા મિર્ઝાપુર ના આચાર્યશ્રી ફાધર ટાઇટસ ડીકોસ્ટ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
રમોત્સવની શરૂઆત કઠલાલ સ્કૂલના મેનેજર ફાધર રમેશ મેકવાન,આચાર્ય મહેશ પરમાર તથા અન્ય મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ ના NSS ના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા
કાર્યક્રમ ના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અંતે રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Fr. Titus welcomed all the dignitaries before the starting of the Christmas Carnival for the third time. Archbishop Thomas Macwan blessed the gathered. The minister Youth and Cultural Affairs of Gujarat State Mr. Nanubhai Vanani flagged the rally which went on the roads of Ahmedabad. Children spread the message of Love, Peace and Joy by joining the rally.
News and pictures from Fr. Ashok Vaghela.
Fr. Titus welcomed all the dignitaries before the starting of the Christmas Carnival for the third time. Archbishop…