Tag Archives: Divya Bhaskar

Ms. Vandana Shantilal Macwan passed CA examination at her fifth attempt.

Ms. Vandana Shantilal Macwan passed CA examination at her fifth attempt.

સતત મહેનત અને નિષફળતામાંથી શીખ મેળવી ધીરજ અને મક્કમ મનોબળથી વંદના શાંતિલાલ મેકવાન કેથોલિક  સમાજનું ગૌરવ બની છે. તેની હિંમત અને ધીરજ સહુ માટે નમૂનેદાર છે. મૂળ ખડાણા, તા. પેટલાદ અને હાલ નડિયાદમાં રહેતા પિતા શાંતિલાલ મેકવાન ફોરેસ્ટ વિભાગમાંથી નિવૃત કર્મચારી છે અને માતા આરોગ્ય વિભાગમાં સેવાઓ બજાવતા હતા.વંદના મેકવાન જણાવે છે કે,”મારી સફળતાનું કારણ પરિવારઅને પ્રાર્થના છે. નિષફળતાઓએ મારુ ઘડતર કર્યું છે.પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતા બાદ સતત મહેનત કરી.નડિયાદમાં સીએની તૈયારી માટેની સિમિત સગવડ હોવા છતાં પણ મહેનત,પરિવારજનોના સહયોગ અને ઈશ્વર આશિષથી સ્વપ્ન સાકાર થયું છે. ઈશ્વર જ હિંમત આપી શકે.

બાળપણ થી જ મને અભ્યાસમાં રસ હતો. હું અભ્યાસ દરમ્યાન ગ્રેજ્યુએશન સુધી સતત ટોપ પર રહી હતી.

ધોરણ ૧ થી ૧૨ સંત આન્ના સ્કૂલ નડિયાદ ખાતે અભ્યાસ કર્યો. ધોરણ ૧૦ માં ૮૩.૩૮%, ધોરણ ૧૨ કોમર્સ માં ૮૦% અને પર્સન્ટાઈલ રેન્ક ૯૬.૬૭. શ્રીમતિ ટી. જે. પટેલ કોમર્સ કોલેજ, નડિયાદ થી બી.કોમ પાસ. સેમેસ્ટ-૬ માં ગુજરાત યુનિવર્સીટી માં પ્રથમ રેન્ક મેળવેલ. ધોરણ દસ બાદ વંદનાને સાયન્સ લેવાની ઇચ્છા હતી, જોકે પહેલેથી જ એકાઉન્ટસમાં રૂચિ હોવાથી તેણે નડિયાદની ખાનગી કોલેજમાં કોમર્સમાં પ્રવેશ લીધો.કોમર્સમાં પ્રવેશ લીધા બાદ તેને સી.એ. બનવાની ઇચ્છા થઇ. આ વાત તેણે માતા-પિતાને કરી. દીકરીની ઇચ્છાને કાયમ શિરોમાન્ય રાખતાં માતા-પિતાએ સહર્ષ તેની આ વાતને માન્ય રાખી

જોકે સીએ માં સતત ચાર પ્રયત્ન નિષ્ફળતા મળી હતી.એક સમયે હું ભાંગી પડી હતી.હારી પણ ગઈ.. જોકે..આશાઓ જીવંત હતી. પછી  મનમાં ધ્યેય નક્કી હતો કે સીએ બનવું જ છે.સંઘર્ષ પછી 5મા પ્રયાસમાં સી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ.મારા પરિવારે મને ખુબ સાથ આપ્યો હતો.

કેથોલિક સમાજનું ગૌરવ એવી  વંદના શાંતિલાલ મેકવાનએ ૨૫ વર્ષે અથાગ મહેનત બાદ સી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું પોતાનું અને માતા – પિતાનું સપનું પૂર્ણ કર્યું છે. વંદના સંઘર્ષનું નામ છે. વંદના કહે છે કે દુનિયા ફેશ થવા અવનવા રસ્તા અપનાવે પણ હું ફ્રેશ થવા માતા-પિતા સાથે બેસતી હતી. રોજના બાર કલાકના અભ્યાસ બાદ ફ્રેશ થવા માટે મહત્તમ સમય માતા-પિતા સાથે બેસીને વાતો કરતી.

વંદનાએ નિષ્ફળતાને સફળતાની સીડી બનાવી.નિષ્ફળતા બાદ માતા-પિતાની આંખમાં આવેલી ભિનાશથી તૂટી જવાને બદલે વંદના વધુ મજબુત બની અને સીએને લક્ષ્ય બનાવ્યું અને તેમની માટે અંતે અથાગ મહેનત બાદ સફળતા હાંસલ કરી. આ સમય દરમ્યાન મોટી બહેન અર્ચના અને બનેવી લૉરેન્સ દ્વારા ખૂબજ હિંમત અને જરૂરી માર્ગદર્શન આપેલું એ હંમેશા યાદ રહેશે. નડિયાદ મિશન રોડ સ્થિત રહેતી વંદના હતાશ થતા યુવાનો માટે દિશા ચીંધનાર છે. સહુની પ્રેરણા છે. યુવાનોને સંદેશ આપતા એ કહે છે “માત્ર એક જ વાત તમને તમારુંસ્પનું પુરું કરતાં રોકે છે અને એ છે “નિષ્ફળતાનો ડર” જેથી જીવનમાં કોઈ પણ નિષ્ફળતા મળે તો પણ તેમાંથી પ્રેરણા અને બોધપાઠ મેળવી સફળતાના લક્ષ્ય સુધી પહોંચવા ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સખત મહેનત કરતા રહેવું જોઈએ.”

વંદના એ આગળ કયા ક્ષેત્રમાં જોડાવા વિષે હજુ કોઈ મક્કમ નિર્ણય લીધો નથી. ઈશ્વરે અત્યાર સુધી એને સહાય પૂરી પાડી છે એમ હંમેશા સહાય કરતા રહે એવી પ્રાર્થના અને શુભકામના.

Thank you Mr. Shailesh Rathod, Mrs. Agnes Stephan for your help.

Mr. Travis DeSouza has been practicing rainwater harvesting in his house for the past 19 years to use it for daily chores.

June 05, 2018: Inspiring story today on world environment day-Mr. Travis DeSouza of Valsad, Gujarat has been practicing rainwater harvesting in his house for the past 19 years to use it for daily chores.

વરસાદી પાણીનો સંગ્રહ કરી સદઉપયોગ કરતો વલસાડનો પરિવાર – દિવ્ય ભાસ્કર નો અહેવાલ: 

વલસાડ: પાણી વિના જીવન અધૂરુ છે. જળ, વાયુ અને અગ્નિ આ ત્રણેય વગર કંઈપણ શક્ય નથી. પાણીની અછત હમણાં કેટલાય વર્ષોથી ગુજરાત સહિ‌ત અનેક રાજ્યોમાં વર્તાઈ રહી છે. જમીનમાં પાણીના સ્ત્રોતો શોષાઈ રહ્યા છે. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. આબોહવામાં પણ પ્રદૂષણને લઈ આમૂલ પરિવર્તનો થઈ રહ્યા છે. જળ એજ જીવન છે, ત્યારે પાણીના એક એક ટીપાંનો સદઉપયોગ કરવો એ આપણી સૌની ફરજ પણ છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરી આખુ વર્ષ ચલાવે છે

ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પાણી અંગે સર્જા‍ઈ રહેલી વૈશ્વીક તંગી સામે ભાવિ પેઢીની ચિંતા સેવતા વલસાડના એક પરિવારે આખું વર્ષ ઉપયોગમાં લેવાતા પાણી માટે વરસાદી પાણીનો સંગ્રહ કરી નવી પહેલ કરી છે.વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા ઉત્સાહી યુવક ટ્રેવીસ ડિસોઝાએ મહામૂલા કુદરતી દેન સમા ગંગાજળ જેવા પવિત્ર જળનો સંગ્રહ કરવાની શરૂઆત 2000માં કરી હતી, જે આજ પય્ર્‍ાંત પણ ચાલુ જ છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરી ૧૯ વર્ષથી પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરે છે

વરસાદી પાણીનો સંગ્રહ કરનાર ડિસોઝા પરિવારના તમામ સભ્યો વરસાદની શરૂઆત થાય તે પહેલાં ૧૦-૧૨ દિવસ અગાઉ પાણી ઝીલવા માટેની પનાર, પીવીસી પાઈપ-ટાંકી, ટેરેસ અને વિલાયતી નળિયાની સાફ સફાઈ કરી વરસાદની રાહ જોતા હોય છે. જો કે પ્રથમ વરસાદ તોફાની હોય અને થોડું ઘણું પાણી ગંદુ હોવાથી તે પાણીનો સંગ્રહ કરતા નથી. ડિસોઝા પરિવાર પાણીનું મૂલ્ય સમજ્યો છે, ચોમાસા દરમિયાન વહી જતા પાણીને બચાવવા તેમણે ટેરેસ-અગાસીની પાઈપલાઈનને નીચે લાવી ટાંકામાં ઠાલવી દેવાની નવી પધ્ધતિ અપનાવી વર્ષે દહાડે ૬થી૮ હજાર લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી છેલ્લા ૧૯ વર્ષથી આજ પાણીનો પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરી રહ્યો છે.

વરસાદી પાણીના બચાવની નોંધ લેવાઈ

ડિસોઝા પરિવાર દ્વારા 16 વર્ષથી ચાલી રહેલા વરસાદી પાણીના બચાવ અભિયાનથી પ્રેરાઈને વલસાડના અનેક પરિવારો પણ આ પધ્ધિતી અપનાવી રહ્યા છે. દૂરદર્શન અમદાવાદને આ ઘટનાની જાણ થતાં તેમણે આ સમગ્ર પ્રક્રિયાનું શુટિંગ કરી પ્રસારણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વાસ્મોના પ્રકાશિત થતાં લોકસંવાદના અંકમાં પણ ડિસોઝા પરિવાર દ્વારા કરતા વરસાદી પાણીના બચાવ પ્રક્રિયાની નોંધ લેવાઈ હતી. વધુમાં ટ્રેવિસ ડિસોઝાને મુંબઈ મ્યુનિસિપલ ર્કોપોરેશને વરસાદી પાણીના બચાવની પ્રક્રિયા અંગેની વિગત જાણવા ખાસ આમંત્રણ પણ આપ્યું હતું. વલસાડમાં ડિસોઝા પરિવારની સામે રહેતા લંડનના એનઆરઆઈ પરિવારે પણ આ પ્રક્રિયાથી પ્રેરાઈને તેમણે લંડનમાં પણ આ પધ્ધતિ અપનાવી વરસાદી પાણીનો બચાવ કરી રહ્યા છે.

આગળ વાંચો, વરસાદી પાણી મીઠું અને ખૂબ જ સોફ્ટ છે તેનાથી બનેલી રસોઈ સ્વાદિષ્ઠ- મધુર છે

ટ્રેવિસ ડિસોઝા જણાવે છે કે, મારો પુત્ર ડેન જન્મ્યો ત્યારથી વરસાદી પાણી પીએ છે. આ પાણી મીઠું અને ખૂબ જ સોફ્ટ છે. તેનાથી બનેલી રસોઈ સ્વાદિષ્ઠ અને મધુર લાગે છે. જો કે, વરસાદી પાણીને ડાયરેક્ટ પીવામાં ન લઈ શકાય. કેમ કે તેમાં બેક્ટેરિયાને દૂર કરવા જ પડે. અમે વરસાદી પાણીને ગરમ કરી ઠંડું પાડયા બાદ પીવામાં વાપરીએ છીએ. અહીંની જમીનમાં ક્ષાર અને ખનીજ તત્વ વિપુલ પ્રમાણમાં હોઈ સાંધાનો દુ:ખાવો તેમજ અન્ય પાણીજન્ય બિમારીઓ અનેક લોકોમાં જોવા મળે છે. મારા ફાધર-મધર નિવૃત જીવન ગાળી રહ્યા છે, તેઓ પણ આ પાણીનો ઉપયોગ કરતા હોવાથી પગમાં કે સાંધાના દુ:ખાવા તેમજ અન્ય બિમારીથી દૂર રહી શક્યા છે.

રાષ્ટ્રીય જળસંપત્તિના બચાવ સાથે ઊર્જા‍ બચત

ટ્રેવિસ ડિસોઝાના માતા ડોરોપી જણાવે છે કે, ચોમાસામાં એકઠું કરેલું વરસાદી પાણી અમે બારેમાસ રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ. જેનાથી રસોઈ માટે વપરાતા રાંધણગેસમાં પણ બચત થાય છે. તુવેરની દાળ અને અન્ય કઠોળ રાંધવામાં સામાન્ય પાણીમાં જે સમય લાગે તેના કરતાં અડધા સમયમાં વરસાદી પાણીથી રસોઈ તૈયાર થઈ જાય છે. દાળ-ચોખા ઝડપથી ચઢી જાય છે અને મીઠા પણ લાગે છે. ખોરાકની ગુણવત્તા વધતાની સાથે ઊર્જા‍ની પણ બચત થાય છે.

“Good Friday – 2018” was observed throughout Gujarat and several newspaper published the news.

“પવિત્ર શુક્રવાર” માર્ચ ૩૦, ૨૦૧૮, ગુજરાતભરમાં પાળવામાં આવ્યો. ગુજરાતનાં વિવિધ અખબારોએ એ સમાચાર પ્રકાશિત કર્યા. સમાચાર ચેનલ પર પણ પ્રસારણ થયું.  જોવા માટે નીચે સ્ક્રોલ કરો. 

CNS Chirayu News Service-Nadiad

Hind TV News-Surat

Hind TV News-Bharuch

Connect Gujarat TV – Bharuch – Non Gujarati Service

DD Girnar

via ytCropper

Gujarat News

Three children adopted from “Matruchhaya Orphanage” Nadiad.

અનાથનો નાથ: નડિયાદનો માતૃછાયા અનાથાશ્રમ

“બીજાની નિઃસ્વાર્થ સેવા કરવાથી સુખ પ્રાપ્તિ થાય છે. “ઉક્તિઓ લેખ કે ભાષણોમાં સારી લાગે છે પરંતુ તેની અનુભૂતિ કરતા સેવાકર્મીઓ ઓને જોવાનો લાભ નડિયાદની માતૃછાયા અનાથાશ્રમની મુલાકાત દરમ્યાન થયો. અમારા લગ્ન બાદ મારી પહેલી મુલાકત માતૃછાયાની હતી. અમે જે દીકરીની જવાબદારી લીધી હતી તેને આ જ આશ્રમમાં મૂકી હતી. આશ્રમમાં પ્રવેશતા જ એક ઘોડિયું અને બેલ  નજરે પડ્યો. જે કોઈ પોતાના બાળકને સ્વેચ્છાએ ત્યજી તેને ઉકરડા કે ઝાડી ઝાંખરામાં ન નાખે પણ માતૃછાયા આશ્રમના પ્રવેશદ્વાર ઉપર મુકેલ ઘોડિયામાં મુકે અને બેલ વગાડી ચાલ્યા જાય તો આવા બાળકનો યોગ્ય ઉછેર કરી શકાઈ તેવો ઉદેશ હતો.

સિસ્ટર નિર્મળાએ અમને માતૃછાયાની મુલાકાત કરાવી ત્યારે હૈયું દ્રવી ઉઠ્યું. સારવાર કક્ષમાં એક ૧૪ વર્ષની દીકરી બ્રેન સ્ટોકને કારણે અર્ધમૃત હાલતમાં વેન્ટીલેટરના સહારે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. તે છેલ્લા ૨ વર્ષથી આજ અવસ્થામાં હતી પરંતુ સેવાભાવી સિસ્ટરો તેને નવજીવન આપવા સતત સઘર્ષ કરી રહ્યા હતા. આખો આશ્રમ બાળકોની કીકીયારીઓથી જીવંત પરંતુ ઠેકઠેકાણે વેદનાઓ પણ ડોકિયા કરે. એક અજંપા સાથે અમે ૩ કલાક આ આશ્રમમાં વિતાવ્યા. આ બાળકો શાળામાં ભણવા જાય અને કોલેજ પણ કરે. અમે એક દિવસ માટે આ બાળકોને ખંભાતના પ્રસિદ્ધ હલવાસન-સુતરફેણી અને પાપડનું ચવાણું લંચ બોક્સમાં મૂકી આપ્યું. આ બાળકો કોના વાંકે અને પાપે આ આશ્રમમાં છે?

ઉકરડામાંથી તો ક્યારેક ઝાડી ઝાંખરામાંથી, ક્યારેક ટ્રેનમાંથી તો ક્યારેક બજારમાંથી મળી આવતાં બાળકો. તેમના માતા- પિતા, પરિવારથી સાવ અજાણ. જોકે આ અનાથ બાળકો પણ પોતાનું નસીબ તો લઇને જ આવ્યા હોય છે. ભલે માતા-પિતા-પરિવારે ત્યજી દીધા પણ સહેજ પણ તકલીફ વગર આશ્રમના ખુશનુમા વાતાવરણમાં વર્ષો પસાર કર્યા બાદ તેમની નિયતી એમના જીવનમાં અનોખો બદલાવ લાવે જ છે, અને આ બાળકોને પરીવાર મળે છે.

અનાથ બાળક… આ શબ્દ આવે એટલે કે ક્ષણભરમાં અનેક વિચારો વિજ વેગે મગજમાં પસાર થાય છે. સામાન્ય રીતે અનાથ બાળકોને દયાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જોકે અન્ય બાળકોની જેમ જ આ બાળકો પણ પોતાનું નસીબ લખાવીને જ આવ્યા હોય છે. ભલે જીવનના અમૂક વર્ષો કે દિવસો તેમણે મુશ્કેલીમાં પસાર કર્યા હોય પરંતુ માતૃછાયા અનાથ આશ્રમમાં આવ્યા બાદ આ બાળકો ખૂબજ સુરક્ષીત અને સુંદર વાતાવરણમાં રહે છે. જેને કારણે આ બાળકોનો વિકાસ ખૂબજ સારો થાય છે. આ બાળકોને અભ્યાસની સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારના આદેશ મુજબ બાળકોને દેશ તેમજ વિદેશમાં દત્તક પણ આપવામાં આવે છે.

Below video from TV9 Gujarati

ઘર, પરિવાર વગર, ઓળખ વગર અનાથ આશ્રમમાં આવનારા બાળકને જ્યારે માતા-પિતાનું નામ, પરીવાર, ઓળખ મળે છે ત્યારે એ તેની ખુશનસીબી હોય છે. આવા જ ત્રણ ભાગ્યશાળી બાળકો કે જેઓ માતૃછાયા અનાથ આશ્રમ પરિવારના સભ્ય હતા.માતૃછાયા અનાથ આશ્રમની બે દીકરીઓ અને એક દીકરાને દત્તક આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કલેક્ટર ડો. કુલદીપ આર્ય અને તેમના પત્નીના હસ્તે ત્રણેય બાળકો તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. આશ્રમના સિસ્ટર્સ બાળકોને સારૂ ઘર પરિવાર મળી રહ્યું છે, તેના આનંદની સાથે સાથે એક ઋણાનુબંધ સાથેનું જોડાણ તૂટવાની ક્ષણોને અનુભવી રહ્યા હતા. જ્યારે માતા-પિતા બાળક મળ્યાથી પોતાનો પરિવાર પૂર્ણ થયાનો આનંદ અનુભવી ભાવુક બન્યા હતા. આ ક્ષણ દરમિયાન ખુદ જિલ્લા કલેક્ટર અને તેમના પત્ની પણ ભાવવિભોર બની ગયા હતા.

Below video from Divaya Bhaskar

૧૧ માસના માસુમ રિયાંશને જે પરિવારે દત્તક લીધો છે તે પરિવાર ઇટાલીના માલ્ટાનો છે. ફ્રાન્સિસ કાસાર અને વિન્સેન્ટ કાસારના લગ્ન ૨૦ વર્ષ અગાઉ થયા હતા. જોકે સંતાન સુખ ન હોઇ તેઓએ પણ એક મિત્રની મદદથી જ આ એડોપ્શન પ્રોસેસ પૂર્ણ કરી હતી. વિન્સેન્ટ ગૃહિણી છે જ્યારે ફ્રાન્સિસ નોકરી કરે છે.

મૂળ તમિલનાડુના અને કુવૈતમાં સ્થાયી થયેલા ગ્લેડવીન જોસેફ ધર્મરાજા અને શીલા થનકાકાનેના લગ્ન ૧૩ વર્ષ અગાઉ થયા હતા. જોકે તેમને કુદરતે સંતાન સુખ ન આપતાં તેમણે બાળક દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો અને એક મિત્રની મદદથી માતૃછાયા અનાથ આશ્રમનો સંપર્ક કર્યો હતો. પોતાની લાગણી વ્યક્ત કરતાં શીલાએ જણાવ્યું હતું કે, મનથી એટલીજ પ્રાર્થના છે કે વિશ્વમાં ક્યાંય કોઇ બાળક અનાથ ન રહે. બંને દીકરીઓ સાથે આજથી અમારા જીવનની એક નવી શરૂઆત થાય જેથી અમે ઉત્સાહિત છીએ.

માતૃછાયા અનાથ આશ્રમ દ્વારા વર્ષ ૧૯૯૬ થી અત્યાર સુધીમાં દેશ – વિદેશમાં ૯૮૦ બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. અનાથ આશ્રમની બે દીકરીઓ કુવૈત , જ્યારે દીકરો ઇટાલીના માઇલ્ટા લઇ જવા આજે પરિવાર જનો   બાળકોને દત્તક લીીધીઆ  છે તેઓ દરરોજ આ બાળકો સાથે વાતચીત કરતા હતા, બાળકો પણ ખૂબજ આત્મીયતાથી તેમના વાલીઓ સાથે ભળી ગયા છે અને મમ્મી – પપ્પા પાસે જવાનું છે તેને લઇને ભારે ઉત્સાહીત જોવા મલ્યા હતા. અનાથ આશ્રમમાંથી ગયા બાદ પણ આ બાળકોની યોગ્ય સંભાળ લેવામાં આવી રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં તો બાળકોના એડોપ્શનને લઇને અનાથ આશ્રમમાં ખૂશી પણ છે અને પોતાના સંતાનોની જેમ જેમનું જતન કર્યું છે તે બાળકોથી વિખુટા પડવાનું દુ:ખ પણ છે.

સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરીટી તમામ પ્રક્રિયા થાય છે

માતૃછાયા અનાથ આશ્રમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયા સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરીટી દ્વારા બાળકને દત્તક આપવાની પ્રક્રિયા કરે છે. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ મુજબ ગુજરાત ગવર્મેન્ટના સામાજીક ન્યાય અને અધિકારીતા દ્વારા દેશ-પરદેશમાં બાળક દત્તક આપવાની પરવાનગી આપવામાં આવી છે. જે પરિવાર બાળક દત્તક લેવા ઇચ્છતા હોય તેમણે ભારત સરકારની વેબસાઇટ www.cara.nic.in ઉપર રજીસ્ટર કરવાનું હોય છે, જ્યારબાદ સરકાર દ્વારા પ્રોસિજર પૂર્ણ કરી તેનો રિપોર્ટ પણ સરકારને આપવાનો હોય છે.

૧૯૯૬ થી અત્યાર સુધીમાં ૯૮૦ બાળકોનું એડોપ્શન

– દેશમાં: ૮૯૬ બાળકો દત્તક અપાયાં

– એન.આર.આઇ. પરિવારમાં: ૩૧ બાળકોને દત્તક અપાયાં

– વિદેશી પરિવારમાં: ૫૩ બાળકોને દત્તક અપાયા

 –શૈલેષ રાઠોડ”અભિધેય”

https://www.facebook.com/shaileshrathodkhambhat

મો-૯૮૨૫૪૪૨૯૯૧