Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Provincial House-Sevasi.

Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Sevasi.
Invitation-Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Sevasi.
અભિનંદન સિસ્ટર મેરી,સિસ્ટર રાહેલ અને સિસ્ટર મારિયાને , જેમણે પોતાનાં સંન્યસ્ત જીવનનાં સુવર્ણ પચાસ વર્ષ પ્રભુની સેવામાં પસાર કર્યાં છે.  રવિવાર, જાન્યુઆરી૨૮, ૨૦૧૮ ના રોજ “સ્નેહ શાંતી”, સેવાસી ખાતે “સિસ્ટર્સ ઓફ ચેરિટી ઓફ સેન્ટ એન” નાં આ ત્રણેય ધર્મભગિનીઓની પચાસ વરસની સેવાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય ફાધર ઈગ્નાસ કાનિસ, ગુજરાતની ધર્મસભાના જાણીતા કથાકાર દ્વારા અર્થપૂર્ણ અને પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે ત્રણેય સિસ્ટરના જીવનચરિત્ર તથા તેમની પ્રાથમિક તેડાંની માહિતી આપી. આ ઉપરાંત ગુજરાત ધર્મસભાના વિવિધ તબામાંથી, ફાધર મારી જોસેફ, ફાધર અશોક વાઘેલા, ફાધર ટાઈટસ ડિકોસ્ટા, ફાધર વિનાયક જાદવ, ફાધર કિરીટ પટેલિયા મળીને લગભગ બીજા ૧૫ ફાધરો પણ આ ખ્રિસ્તયજ્ઞમાં જોડાયા હતા. આ ઉજવણીમાં તેમના મંડળના બીજા સિસ્ટરો, સ્વજનો, મિત્રો, હિતેચ્છુઓ અને શ્રધ્ધાળુઓએ પ્રેમથી ભાગ લીધો હતો. આ પ્રસંગમાં સિસ્ટર સવિતા પણ હાજર હતા.જેઓ સિસ્ટર રાહેલનાં નાના બહેન છે અને આજ મંડળમાં જોડાયેલા છે અને અત્યારે ફિલિપિન્સ ખાતે સેવા બજાવે છે.
આ ત્રણેય સિસ્ટરો ૧૯૬૭માં સેન્ટ એન મંડળમાં જોડાયાં હતાં. ત્યાર પછી જુદી જુદી જગ્યાએ જેમકે, અવર લેડી ઓફ પિલર હોસ્પિટલ-વડોદરા, સેન્ટ એન સ્કૂલ-નડિયાદ, ઉત્તર ગુજરાતના વિજયનગરમાં  જ્યાં અરવલ્લી ડુંગરની હારમાળા છે. તથા હાલમાં ગુજરાતની આંખના તારા સમાન અને એકમાત્ર હવા ખાવાના સ્થળ, અને જ્યાંની શાંત શીતળ રમણીયતા માણવા જેવી છે એવા સાપુતારામાં સેવા આપી રહ્યા છે. આ ત્રણેય સિસ્ટરોએ ભરજુવાનીમાં જ જવાબદારીઓ નીભાવી હતી. આ બધામાં તેમની વફાદારીને સફળતા સાંપડી છે. કાર્યક્રમના અંતે સ્વાદિસ્ટ પ્રેમ-ભોજન પીરસવામાં આવ્યું હતું.
તેમના સિસ્ટર પ્રોવિંન્સિયલ રેવ. સિસ્ટર બેનીટા અને તેમની સમગ્ર ટીમ કે જેમણે આ પ્રસંગને શોભાવવા અથાગ મહેનત કરી હતી. શ્રી. મેહુલ શુકલે પોતાની આગવી કળાથી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.   
પરમકૃપાળુ પરમેશ્વર આ ત્રણેય સિસ્ટરોને સારું સ્વાસ્થ્ય બક્ષે અને તેમનાં દરેક કાર્યોમાં પથદર્શક બની રહે એવી પ્રાર્થના.   

The beautiful video below was recorded and edited by Mr. Mehul Shukl. Thank you. 

The beautiful pictures below were taken by Mr. Mehul Shukl. Thank you.


[wppa type=”slide” album=”72″ align=”center”]Any comment[/wppa]


[wppa type=”slide” album=”73″ align=”center”]Any comment[/wppa]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.