Tag Archives: Fr. Vinayak Jadav

Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Provincial House-Sevasi.

Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Sevasi.
Invitation-Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Sevasi.
અભિનંદન સિસ્ટર મેરી,સિસ્ટર રાહેલ અને સિસ્ટર મારિયાને , જેમણે પોતાનાં સંન્યસ્ત જીવનનાં સુવર્ણ પચાસ વર્ષ પ્રભુની સેવામાં પસાર કર્યાં છે.  રવિવાર, જાન્યુઆરી૨૮, ૨૦૧૮ ના રોજ “સ્નેહ શાંતી”, સેવાસી ખાતે “સિસ્ટર્સ ઓફ ચેરિટી ઓફ સેન્ટ એન” નાં આ ત્રણેય ધર્મભગિનીઓની પચાસ વરસની સેવાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય ફાધર ઈગ્નાસ કાનિસ, ગુજરાતની ધર્મસભાના જાણીતા કથાકાર દ્વારા અર્થપૂર્ણ અને પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે ત્રણેય સિસ્ટરના જીવનચરિત્ર તથા તેમની પ્રાથમિક તેડાંની માહિતી આપી. આ ઉપરાંત ગુજરાત ધર્મસભાના વિવિધ તબામાંથી, ફાધર મારી જોસેફ, ફાધર અશોક વાઘેલા, ફાધર ટાઈટસ ડિકોસ્ટા, ફાધર વિનાયક જાદવ, ફાધર કિરીટ પટેલિયા મળીને લગભગ બીજા ૧૫ ફાધરો પણ આ ખ્રિસ્તયજ્ઞમાં જોડાયા હતા. આ ઉજવણીમાં તેમના મંડળના બીજા સિસ્ટરો, સ્વજનો, મિત્રો, હિતેચ્છુઓ અને શ્રધ્ધાળુઓએ પ્રેમથી ભાગ લીધો હતો. આ પ્રસંગમાં સિસ્ટર સવિતા પણ હાજર હતા.જેઓ સિસ્ટર રાહેલનાં નાના બહેન છે અને આજ મંડળમાં જોડાયેલા છે અને અત્યારે ફિલિપિન્સ ખાતે સેવા બજાવે છે.
આ ત્રણેય સિસ્ટરો ૧૯૬૭માં સેન્ટ એન મંડળમાં જોડાયાં હતાં. ત્યાર પછી જુદી જુદી જગ્યાએ જેમકે, અવર લેડી ઓફ પિલર હોસ્પિટલ-વડોદરા, સેન્ટ એન સ્કૂલ-નડિયાદ, ઉત્તર ગુજરાતના વિજયનગરમાં  જ્યાં અરવલ્લી ડુંગરની હારમાળા છે. તથા હાલમાં ગુજરાતની આંખના તારા સમાન અને એકમાત્ર હવા ખાવાના સ્થળ, અને જ્યાંની શાંત શીતળ રમણીયતા માણવા જેવી છે એવા સાપુતારામાં સેવા આપી રહ્યા છે. આ ત્રણેય સિસ્ટરોએ ભરજુવાનીમાં જ જવાબદારીઓ નીભાવી હતી. આ બધામાં તેમની વફાદારીને સફળતા સાંપડી છે. કાર્યક્રમના અંતે સ્વાદિસ્ટ પ્રેમ-ભોજન પીરસવામાં આવ્યું હતું.
તેમના સિસ્ટર પ્રોવિંન્સિયલ રેવ. સિસ્ટર બેનીટા અને તેમની સમગ્ર ટીમ કે જેમણે આ પ્રસંગને શોભાવવા અથાગ મહેનત કરી હતી. શ્રી. મેહુલ શુકલે પોતાની આગવી કળાથી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.   
પરમકૃપાળુ પરમેશ્વર આ ત્રણેય સિસ્ટરોને સારું સ્વાસ્થ્ય બક્ષે અને તેમનાં દરેક કાર્યોમાં પથદર્શક બની રહે એવી પ્રાર્થના.   

The beautiful video below was recorded and edited by Mr. Mehul Shukl. Thank you. 

The beautiful pictures below were taken by Mr. Mehul Shukl. Thank you.


Continue reading Golden jubilee of religious life of Sr. Mary, Sr. Rahel and Sr. Maria celebrated on Sunday, January 28, 2018 at Provincial House-Sevasi.

Holy Week 2018 messages from Diocese of Ahmedabad, Gujarat. Published by Gurjarvani.

Holy Week 2018 messages from Diocese of Ahmedabad, Gujarat. Published by Gurjarvani.

Palm Sunday 2018 – Message by Fr. Ashok Vadhela S.J.

Holy Thursday 2018 – Message by Fr. Vinayak Jadav S.J.

Good Friday 2018 – Message by Archbishop Thomas Macwan

Holy Saturday 2018 – Message by Fr. Ashok Vadhela S.J

Easter 2018 – Message by Fr. James B. Dabhi S.J.

“Samajmitra” published a special edition in memory of Late Mr. Joseph Macwan.

“Samajmitra” published a special edition in memory of Late Mr. Joseph Macwan. This edition is taken from Mr. Ganpat Vankar’s Facebook page. 

Please click on the image to read the magazine.

A seminar was organized by “Doot” – Pope Francis’ Apostolic Exhortation on Love in the Family – Amoris Laetitia (The Joy of Love)

વડાધર્મગુરૂ ફ્રાન્સિસ ધોષિત “લગ્ન અને પરિવાર વિષયક પરિપત્ર” – પ્રેમનો આનંદ (Amoris Latetitia) ના આધાર પર, સપ્ટેમ્બરની ૧૮ તારીખે પાવન હ્રદય “દૂત”  આણંદ દ્વારા “પારિવારિક પ્રેમનું મહિમાગાન “ વિષય પર દૂત-પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન પ્રસિધ્ધ પત્રકાર, લેખક અને બ્લોગર શ્રી. ઉર્વીશ કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

“પારિવારિક પડકારો”
“લગ્નભંગ સમસ્યા”
”પારિવારિક જીવનનો અનુભવ”

 

ઉપર જણાવેલા મુખ્ય ત્રણ વિષય પર સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. બધા જ વિચારો અને પરિવારપ્રેમ, પારિવારિક પ્રશ્નો-પડકારો-પ્રવાહ  પરની પ્રામાણિક ચર્ચા-ચિંતનથી હાજર બધા સંતૃપ્ત થયાનો અભિપ્રાય જાણવા મળ્યો હતો. આવા સુંદર પરિસંવાદના આયોજન બદલ આયોજકો ઘન્યવાદને પાત્ર છે.
Please click on the image to read.
Please click on the image to read.
આ પ્રસંગે “દૂત”ના માનદ તંત્રી ફાધર ડો. વિનાયક જાદવે બીજરૂપ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત સાહિત્ય પ્રકાશ દ્વારા આ વક્તવ્યને પત્રિકા રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. આ પત્રિકા ઈમેલ દ્વારા મળી છે જે વાંચવા ઉપર ના પિક્ચર પર ક્લિક કરો.

 

Please click on the below image to read the entire Pope Francis’ new apostolic exhortation, Amoris Laetitia (The Joy of Love), released April 8, 2016 to Bishops, Priests, Deacons, Consecrated persons persons, Christian Married couples and all the lay faithful on LOVE IN THE FAMILY.  
Please click on the image to read.
Please click on the image to read.

 

Please click on the below image to read the summary Pope Francis’ new apostolic exhortation, Amoris Laetitia (The Joy of Love), released April 8, 2016 to Bishops, Priests, Deacons, Consecrated persons persons, Christian Married couples and all the lay faithful on LOVE IN THE FAMILY.  
Please click on image to read.
Please click on image to read.