Blankets for the homeless – Help us to help others – St. Paul Manav Vikas Kendra did it again.

किसी के वास्ते हो तेरे दिल में प्यार…. जीना ईसीका नाम है। #75_ભિક્ષુકોને_ધાબડાની_હૂફ

તારીખ 24/12/2016 ની મધ્યરાત્રિએ જગત આખું મુક્તિદાતા ઇસુના જન્મના વધામણાંમા મશગુલ હતુ બરાબર એ જ ઘડીએ સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદના ટ્રસ્ટી શ્રી બકુલ પરમાર તથા K. M. Patel Institute of physiotherapy Karamsad ના વિદ્યાર્થીઓએ આણંદ રેલવે સ્ટેશનેથી કડકડતી ઠંડીમાં #સેવાનો_પરમયજ્ઞ શરૂ કર્યો હતો.

છત કે ઓઢણની અછતને કારણે ફુટપાથ કે અન્ય સ્થળોએ ખુલ્લામાં પડ્યા રહેતા લગભગ 75 જેટલા નિરાધારોને ધાબડા ઓઢાડવામા આવ્યા હતા. ભીષણ ઠંડીમા નબળી સ્થિતિ ને કારણે ઘણાને ખુલ્લામાં રાત ગુજારવી પડતી હોય છે જેને કારણે કેટલાક ને જીવ પણ ગુમાવવો પડે છે. પ્રસ્તુત બાબતને ગંભીરતાથી લઈને સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા ગત વર્ષે શક્ય તેટલા નિરાધારોને માનવતાની હુંફ પુરી પાડવાનુ નક્કી કરવામાં આવેલુ જેને લઇને લોકોએ મોકળે હાથે આર્થિક સહયોગ આપેલો પરિણામે 350 જેટલા ભિક્ષુકો ને નાતાલ પર્વ દરમિયાન ધાબડા ઓઢાડવામા સફળતા મળેલી.

ચાલુ વર્ષે પણ માનવતાને મહેકાવતા દાતાશ્રીઓ આ પુણ્યશાળી કાર્ય માટે આગળ આવ્યા છે જેમના આર્થિક સહયોગ ને કારણે પ્રથમ તબક્કામાં75 જેટલા ભિક્ષુકો ને ધાબડા ઓઢાડવામા સફળતા મળી છે જો કે હજુ લાબી મજલ કાપવાની છે.

પ્રસ્તુત અભિયાનમાં જોતરાયેલા તમામ નેકદીલો ને અભિનંદન એવં આભાર

– હસમુખ ક્રિશ્ચિયન સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ

akul

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.