Tag Archives: Vandana Shantilal Macwan

Ms. Vandana Shantilal Macwan passed CA examination at her fifth attempt.

Ms. Vandana Shantilal Macwan passed CA examination at her fifth attempt.

સતત મહેનત અને નિષફળતામાંથી શીખ મેળવી ધીરજ અને મક્કમ મનોબળથી વંદના શાંતિલાલ મેકવાન કેથોલિક  સમાજનું ગૌરવ બની છે. તેની હિંમત અને ધીરજ સહુ માટે નમૂનેદાર છે. મૂળ ખડાણા, તા. પેટલાદ અને હાલ નડિયાદમાં રહેતા પિતા શાંતિલાલ મેકવાન ફોરેસ્ટ વિભાગમાંથી નિવૃત કર્મચારી છે અને માતા આરોગ્ય વિભાગમાં સેવાઓ બજાવતા હતા.વંદના મેકવાન જણાવે છે કે,”મારી સફળતાનું કારણ પરિવારઅને પ્રાર્થના છે. નિષફળતાઓએ મારુ ઘડતર કર્યું છે.પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતા બાદ સતત મહેનત કરી.નડિયાદમાં સીએની તૈયારી માટેની સિમિત સગવડ હોવા છતાં પણ મહેનત,પરિવારજનોના સહયોગ અને ઈશ્વર આશિષથી સ્વપ્ન સાકાર થયું છે. ઈશ્વર જ હિંમત આપી શકે.

બાળપણ થી જ મને અભ્યાસમાં રસ હતો. હું અભ્યાસ દરમ્યાન ગ્રેજ્યુએશન સુધી સતત ટોપ પર રહી હતી.

ધોરણ ૧ થી ૧૨ સંત આન્ના સ્કૂલ નડિયાદ ખાતે અભ્યાસ કર્યો. ધોરણ ૧૦ માં ૮૩.૩૮%, ધોરણ ૧૨ કોમર્સ માં ૮૦% અને પર્સન્ટાઈલ રેન્ક ૯૬.૬૭. શ્રીમતિ ટી. જે. પટેલ કોમર્સ કોલેજ, નડિયાદ થી બી.કોમ પાસ. સેમેસ્ટ-૬ માં ગુજરાત યુનિવર્સીટી માં પ્રથમ રેન્ક મેળવેલ. ધોરણ દસ બાદ વંદનાને સાયન્સ લેવાની ઇચ્છા હતી, જોકે પહેલેથી જ એકાઉન્ટસમાં રૂચિ હોવાથી તેણે નડિયાદની ખાનગી કોલેજમાં કોમર્સમાં પ્રવેશ લીધો.કોમર્સમાં પ્રવેશ લીધા બાદ તેને સી.એ. બનવાની ઇચ્છા થઇ. આ વાત તેણે માતા-પિતાને કરી. દીકરીની ઇચ્છાને કાયમ શિરોમાન્ય રાખતાં માતા-પિતાએ સહર્ષ તેની આ વાતને માન્ય રાખી

જોકે સીએ માં સતત ચાર પ્રયત્ન નિષ્ફળતા મળી હતી.એક સમયે હું ભાંગી પડી હતી.હારી પણ ગઈ.. જોકે..આશાઓ જીવંત હતી. પછી  મનમાં ધ્યેય નક્કી હતો કે સીએ બનવું જ છે.સંઘર્ષ પછી 5મા પ્રયાસમાં સી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ.મારા પરિવારે મને ખુબ સાથ આપ્યો હતો.

કેથોલિક સમાજનું ગૌરવ એવી  વંદના શાંતિલાલ મેકવાનએ ૨૫ વર્ષે અથાગ મહેનત બાદ સી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું પોતાનું અને માતા – પિતાનું સપનું પૂર્ણ કર્યું છે. વંદના સંઘર્ષનું નામ છે. વંદના કહે છે કે દુનિયા ફેશ થવા અવનવા રસ્તા અપનાવે પણ હું ફ્રેશ થવા માતા-પિતા સાથે બેસતી હતી. રોજના બાર કલાકના અભ્યાસ બાદ ફ્રેશ થવા માટે મહત્તમ સમય માતા-પિતા સાથે બેસીને વાતો કરતી.

વંદનાએ નિષ્ફળતાને સફળતાની સીડી બનાવી.નિષ્ફળતા બાદ માતા-પિતાની આંખમાં આવેલી ભિનાશથી તૂટી જવાને બદલે વંદના વધુ મજબુત બની અને સીએને લક્ષ્ય બનાવ્યું અને તેમની માટે અંતે અથાગ મહેનત બાદ સફળતા હાંસલ કરી. આ સમય દરમ્યાન મોટી બહેન અર્ચના અને બનેવી લૉરેન્સ દ્વારા ખૂબજ હિંમત અને જરૂરી માર્ગદર્શન આપેલું એ હંમેશા યાદ રહેશે. નડિયાદ મિશન રોડ સ્થિત રહેતી વંદના હતાશ થતા યુવાનો માટે દિશા ચીંધનાર છે. સહુની પ્રેરણા છે. યુવાનોને સંદેશ આપતા એ કહે છે “માત્ર એક જ વાત તમને તમારુંસ્પનું પુરું કરતાં રોકે છે અને એ છે “નિષ્ફળતાનો ડર” જેથી જીવનમાં કોઈ પણ નિષ્ફળતા મળે તો પણ તેમાંથી પ્રેરણા અને બોધપાઠ મેળવી સફળતાના લક્ષ્ય સુધી પહોંચવા ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સખત મહેનત કરતા રહેવું જોઈએ.”

વંદના એ આગળ કયા ક્ષેત્રમાં જોડાવા વિષે હજુ કોઈ મક્કમ નિર્ણય લીધો નથી. ઈશ્વરે અત્યાર સુધી એને સહાય પૂરી પાડી છે એમ હંમેશા સહાય કરતા રહે એવી પ્રાર્થના અને શુભકામના.

Thank you Mr. Shailesh Rathod, Mrs. Agnes Stephan for your help.