” રિશ્તા ” દ્વારા ડાંગ જીલ્લાના 600 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે વર્કશોપ યોજાયો.
તારીખ 23 થી 26 જૂન દરમિયાન ડાંગ જિલ્લાની પ્રતિષ્ઠિત શાળાઓમાં સ્થાન પામતી નવજ્યોત હાઈસ્કૂલ સુબીર તથા દીપ દર્શન હાઈસ્કૂલ આહવામાં અભ્યાસ કરતા 600 જેટલા વિદ્યાર્થીઓ માટે રિશ્તા દ્વારા મોટિવેશન તથા લેખન શિબિર યોજાયો હતો. બે દિવસના આ શિબિરમાં છાત્રાલયમાં રહી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ને ધ્યાનમાં લઈ યોજાયેલા આ તાલીમ શિબિરમાં
1 – ધ્યેય નક્કી કરવો.
2 – નક્કી કરેલા ધ્યેય માટેના આયોજનો
3 – અભ્યાસમાં પડતી મુશ્કેલીઓનું અવલોકન.
4 – સ્પર્ધ્યાત્મક પરીક્ષાઓ માટે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવી.
5 – શિક્ષણની સાથોસાથ જીવનઘડતર તરફ ધ્યાન રાખવું.
6 – ઇતર લેખન-વાંચન નું મહત્વ.
7 – સંપૂર્ણ લેખન અને કથન ને સ્પર્શતી બાબતો
8 – ડિજીટલ યુગમાં મીડિયાનું મહત્વ
9 – મીડિયા થકી સામાજિક યોગદાન ની તકો જેવા વિવિધ મુદ્દાઓને પાવર પોઈન્ટ્સ તથા વિડિઓ ક્લિપ્સ દ્વારા વિદ્યાર્થીઓ આગળ રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રસ્તુત શિબિરે પોતાની શૈક્ષણિક સફરમાં નવી દિશાઓ દેખાડી છે તેવો સુર શિબિરની સમાપન વેળાએ વહેતો થયો હતો. વિદ્યાર્થીઓના ખુશ ખુશાલ ચેહરાઓએ શિબિર પર સફળતાની મહોર મારી દીધી હતી.
શિબિરના આયોજનની જવાબદારી સુબીર ખાતે સિસ્ટર મયુરીએ અને આહવા ખાતે સિસ્ટર લૈલમ્મા એ સાંભળી હતી જ્યારે સંચાલનની જવાબદારી રિશ્તાના Ratilal R Jadav તથા Hasmukh Christian દ્વારા અદા કરવામાં આવી હતી.
Report/Pictures: Hasmukh Christian


















Christian Herald
Fr. Varghese Paul S.J. website
Gujarati Catholic Samaj of USA – ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ
My Gujarati Blog – જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા
Union of Catholic Asian News – યુનિયન ઓફ કેથોલિક એશિયન ન્યૂઝ
United Gujarati Christians of America (UGCOA)
Yayavar Charotar
Srujana