Category Archives: Obituary – અવસાન નોંધ

સ્વ. શ્રી. ઈગ્નાસભાઈ જેકબભાઈ મેકવાન માટે શ્રધ્ધાંજલી સભા – જુલાઈ ૧૨ ૨૦૧૨.

 

ગુજરાતી કેથોલિક સમાજના ભૂતપૂર્વ મંત્રી (૨૦૦૬-૨૦૧૦) અને ગુજરાત રાજ્યના નિવૃત્ત સિનિયર ઑડિટર શ્રી. ઈગ્નાસભાઈ જુલાઈની ૦૭ તારીખે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા. એમને શ્રધ્ધાંજલી આપવા માટે એક ખાસ સભાનું આયોજન શ્રી. કિરિટભાઈ ડાભીએ નડિયાદના મિશન રોડ પર આવેલા ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના હૉલમાં કર્યું હતું. ગુજરાતી કેથોલિક સમાજના ઘણા આગેવાનો અને સભ્યોએ આ સભામાં હાજર રહી સદગતને પોતાની આગવી રીતે શ્રધ્ધાંજલી આપી હતી. આ સભામાં કેથોલિક સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી. કિરિટભાઈ મેકવાન, નડિયાદ સિવિલ હોસ્પીટલના ડો. કૌશિક ગોહિલ, એમના પિતા અને ખેડા જિલ્લાના ભૂતપૂર્વ શિક્ષણાધિકારી શ્રી. જોન ગોહિલ હાજર રહ્યા હતા. શ્રી. કિરિટભાઈ મેકવાને અંતમાં હાજર સર્વનો આભાર માન્યો હતો.

 
માહિતી: શ્રી. કનુભાઈ પરમાર, આણંદ 

ફાધર અનિલ લુકાસ મેકવાનનું નિધન – હમણાં કલાક પહેલા – જુલાઈ ૨૨, ૨૦૧૨

 

મૂળ વલાસણના ફા.અનિલ લુકાસ મેકવાન હમણાં કલાક પહેલા જ પ્રભુને પ્યારા થઇ ગયા છે. ગઈ કાલે સવારે તેમને હ્રદયરોગનો ભારે હુમલો થયો હતો. આજે નડીયાદ કાર્ડિઆક હોસ્પિટલ માં તેઓએ અંતિમ શ્વાસ લીધા. ફાધરે ગુજરાતભરમાં વડોદરા, ખંભાત, ધંધુકા, સાગબારા જેવી અલગ અલગ સ્કૂલોમાં શિક્ષક અને આચાર્ય તરીકે સેવા આપી છે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ બક્ષે.

 

ફાધર અનિલની દફનવિધિ આવતીકાલે સોમવાર, જુલાઈ ૨૩ તારીખે બપોરે ૪ વાગે કેથોલિક ચર્ચ આણંદ ખાતે રાખવામાં આવી છે.

 

સમાચાર – સુનિતા પરમાર, કરમસદ અને શ્વેતા વાઘેલા, ગાંધીનગર

ફાધર ગોરોસકિયેતા – મરિયમપુરાના ભવ્ય દેવાલયના પ્રણેતા પરમપિતાના પરમ સાનિધ્યમાં – જુલાઈ ૦૩ ૨૦૧૨

Fr. Goros DOB: June 18, 1934. DOD: July 03, 2012 

 
 
૧૯૬૯ માં અમે મરિયમપુરા રહેવા ગયા. નવમા ધોરણમાં પ્રવેશ મેળવી સેંટ મેરિસ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કરેલો. આજ સમય દરમ્યાન મરિમપુરાના સભાયાજ્ઞિક તરીકે ફાધર ગોરોસની નિમણૂક થયેલી. અને સિત્તેરના દાયકા દરમ્યાન ફાધર ગોરોસે આ જ સ્કૂલની કાયાપલટ કરી નાખી. જુનું દેવળ હતું ત્યાં હાઈસ્કૂલ માટે બાંધકામ શરૂ થયું અને અમે ૧૦-૧૧ આ નવા મકાનમાં ભણીને પૂરું કર્યું. આ સમય દરમ્યાન નવા દેવાલયના બાંધકામનું કાર્ય પર જોરશોરમાં ચાલતું હતું અને ૧૯૭૨માં આરોગ્ય માતાનું ભવ્ય દેવાલય તૈયાર થઈ ગયું. અને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી આ દેવાલય ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
 
ફાધર ગોરોસે ખાલી ઈંટ અને ઇમારતમાં રસ દાખવી ભવ્ય દેવાલય અને સ્કૂલનું નિર્માણ નથી કર્યું પણ ભક્તજનોમાં શ્રધ્ધાને પણ વધુ મજબૂત બનાવી. એમના સમયકાળ દરમ્યાન મરિયમપુરા અને એની આજુબાજુના વિસ્તારના ઘણા યુવા-યુવતિઓ સન્યાસ્ત જીવનમાં જોડાયા. જાણીતા કથાકાર ફાધર ઈગ્નાસ આ માટે એક ઉમદા ઉદાહરણ છે. સિસ્ટર કમળા, સિસ્ટર પુષ્પા, ફાધર ઈગ્નાસ સી. મેકવાન, ફાધર રમેશ પરમાર (થોડાં નામ યાદ છે જેના નામ નથી તેઓ માફ કરશો)
 
આજે ફાધર ગોરોસ આપણી મધ્યે હયાત નથી પણ આપણ બધા ખાત્રીપૂર્વક કહી શકીએ કે તેઓ ચોક્કસ પરમપિતાના સાંનિધ્યમાં બિરાજમાન છે. અને ગુજરાતના લોકોના દિલમાં પણ હંમેશ માટે બિરાજમાન હતા, છે અને રહેશે.
 
વધુ માહિતી – ફાધર લૉરેન્સ ધર્મરાજ       તથા                     ગુર્જરવાણી. 
 

 

 

 

 

રેવ. આશીર્વાદ કુંજરાવિયા સાહેબ ૧૦૧ વરસે આજે પ્રભુમાં પોઢી ગયા. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

 

હમણાં ૨૦૧૧ ડિસેમ્બરમાં જ રેવ. આશીર્વાદ કુંજરાવિયાએ ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી હતી. પણ આજે હવે એ આ દુનિયા મધ્યે નથી રહ્યા અને ઈશ્વરના દરબારમાં પરમશાંતિમાં પહોંચી ગયા છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે અને એમના પરિવારજનો અને મિત્રોને આ આઘાત સહન કરવા શક્તિ બક્ષે.

 

ફ્યુનરલની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. સોમવાર જુલાઈ ૨જીએ સાંજે એમના પાર્થિવ શરીરને આખરી વખત નિહાળી એમની સાથે પ્રાર્થનાનો સમય ગાળવાની યોજના છે. સમય અને જગ્યા માટે ફરીએ મુલાકાત લેતા રહેજો. લગભગ કાલે સવારે ૧૧ વાગ્યા સુધીમાં માહિતી એકત્ર કરીને અહીં રજૂ કરવામાં આવશે.

 

UPDATES: 

 

Viewing: Monday July 02, 2012 – 7:00PM to 9:00PM

Place: Christ United Methodist Church

               7th Avenue and 45th Street

               Brooklyn, NY 11220

 

Funeral Service: at the above location on Tuesday July 03, 2012 at 9:00AM

 

Burial : In Staten Island. Woodrow United Methodist Church Cemetary (Behind Church)

1075 Woodrow Road, Staten Island, NY 10312

Phone: 718-984-0148 (church office)

Inormation provided by: Mr. Joyel Merchant.

Mr. Yogeshbhai (Yogi) Mekwan passed away. May God rest him in peace.

 

Mr. Yogeshbhai (Yogi) Mekwan passed away on May 29, 2012.

 

His Funeral arrangement are as follow:

 

Vewing:   Thursday May 31, 2012 between 6:00PM to 9:00PM.

                  Ortiz Funeral Home, 5204 4th Avenue, Brooklyn, NY 11220

 

Funeral service will be held at 9:00AM on Friday, June 1st 2012

 

Burial at Rosedale cemetary, 355 Linden Avenue, Linden, NJ 07036

 

He is survived by his wife Hemlata Mekwan. May God rest him in peace and give strength to his friends and family.