Mr. Prakash Parmar, the principal of Primary School#29 developed a website for student’s exam results.
બાકરોલ : નગર શિક્ષણ સમિતી સંચાલિત પ્રાથમિક શાળા ૨૯ નો નવતર પ્રયોગ
આજ રોજ નગર પ્રાથમિક શાળા નંબર ૨૯ પુરૂષોત્તમનગર, બાકરોલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી. ઇંદ્રજીત પટેલ સાહેબ ના હસ્તે ઓન લાઈન પરિણામ ફોટા સાથેની વેબસાઈટ તથા SMS થી પરિણામ ની સાઈટ ખુલ્લી મુકવામાં આવી.
શાળાના આચાર્ય શ્રી. પ્રકાશ પરમારના એકહથ્થુ પ્રયત્ન અને વિનામૂલ્ય સેવાના કારણે આ જોગવાઈ શક્ય બની છે. પોતાની શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ સગવડ કરી એ તેમનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને સમભાવવૃત્તિ નો પુરાવો છે. તેઓ આપણા અભિનંદનને પાત્ર છે. ઈશ્વર એમના કાર્યમાં માર્ગદર્શક અને પ્રેરણારૂપ છે અને હંમેશા રહે એવી પ્રાર્થાના.
