Tag Archives: Community roundup

Gujarati Christian community picnic and Cricket tournament 2019 – A historical event….

ગુજરાતી ક્રિશ્ચિયન કમ્યૂનિટિ પિકનીક અને ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને સફળ આયોજન.

“પ્રભુના લોક એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે.” ગીતશાસ્ત્ર ૧૩૩:૧

ઉપરના બાઇબલ વચનને શનિવાર, ઑગસ્ટની ૨૪ તારીખે યોજાએલ ગુજરાતી ક્રિશ્ચિયન કમ્યૂનિટિ પિકનીક અને ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સાર્થક થતું જોયું અને જાણ્યું. બે વર્ષ પહેલાં કનાન ચર્ચના ભાઈ રોજર, ભાઇ રવિ અને પાસ્ટર પર્સી મેકવાને પિકનીક સાથે બે ચર્ચની ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો ગોઠવ્યો હતો જેને સારી સફળતા મળી હતી. આ પ્રસંગમાંથી પ્રેરણા લઈને શ્રી. વિકે મકવાણાને એક ઉમદા વિચાર આવ્યો કે ટ્રાઈ-સ્ટેટ એરિયામાં ગુજરાતી ક્રિશ્ચિયન કમ્યૂનિટિ છૂટી-છવાઇ રહે છે. અને બધાં ખ્રિસ્તી હોવા છતાં પોતાના અલગ અલગ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. આ સમગ્ર ગુજરાતી ખ્રિસ્તી સમુદાયને એક સાથે એક મંચ હેઠળ લાવવા છે અને એમ થયું કારણ ઈશ્વરની પણ ઈચ્છા એવી જ હતી.

મોટા વિચારો કરવા, સપનાં જોવાં એ જેટલું સરળ અને સહેલું છે અમલમાં મુકી સફળતાની પરાકાષ્ઠને પહોંચવું એ એટલું જ અઘરું છે. જેના માટે ધીરજ, વાત સમજાવવાની અને સમજવાની શિસ્ત, બહોળો અનૂભવ, વિવિધ પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથેના સંબંધ વગેરેની આવશ્યકતા છે. હવે આટલા મોટા પાયાનું આયોજન એકલ પંડે અઘરું જ નહીં પણ અશક્ય છે. એક આર્કિટેક્ચર કદાચ એકલા હાથે કોઈ મોટી ઈમારતનું બ્લૂપ્રીન્ટ તૈયાર કરે એમ વિકે એ આ આખા કાર્યક્રમનું માળખું તૈયાર કરી દીધું. પણ એ ઇમારત પૂરી કરવા કડિયા, પ્લમ્બર, ઈલેકટ્રિશ્યન, કારપેન્ટર વગેરેની જરૂર તો પડે જ.

વિકે મકવાણા કે જેઓ મુળ પાળજ, પેટલાદના વતની છે અને વર્ષોથી ફિલાડેલફિયા – GCFP ના સભ્ય છે તેમણે નીચેના ગુજરાતી ચર્ચ-સંગઠનોનો સંપર્ક કરી પોતાની યોજના સમજાવી તો એક અવાજે બધાએ એને વધાવી લીધી અને સંપૂર્ણ સહકારની બાંહેધરી આપી.

૧. ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશીપ ઓફ ફિલાડેલફિયા – GCFP

૨. કનાન ગુજરાતી ચર્ચ, સ્ટેટન આઇલેન્ડ – Cannan

૩. બેથેલશીપ નોર્વેજિયન યુએમસી, બ્રૂકલીન, ન્યુ યોર્ક – BNUMC

૪. ક્રાઇસ્ટ યુએમસી, બ્રૂકલીન, ન્યુ યોર્ક – CUMC

૫. ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ – GCSofUSA

૬. ઈન્ડિયન ક્રિશ્ચિયન સ્ટુડન્ટ એસોસિયેશન ઓફ યુએસએ – ICSA

૭. નાયગ્રા ટાઇટન્સ ટીમ – કેનેડા – Titans

ઉપર જણાવેલ વિવિધ ચર્ચો/સંગઠનોમાંથી કેટલાક ચુનંદા કાર્યકરોનો સંપર્ક કરી એક ટીમ ની રચના કરી.

ટીમનું નામ UGC – United Group of Community અને “પ્રભુના લોક એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે.” – ગીતશાસ્ત્ર  ૧૩૩:૧ એ આ ટીમનું આધાર વચન આપવામાં આવ્યું.

આ ટીમમાં નીચેના સભ્યો જોડાયા અને ખભે થી ખભા મિલાવી ને બહુ જ ઉત્સાહ થી કામે લાગી ગયા.

૧. વિકે મકવાણા – આર્કિટેક્ચર –GCFP                                  

૨. નિક્સન ક્રિશ્ચિયન – GCFP

૩. રાજ મેકવાન – GCSofUSA                                           

૪. સેમસન ક્રિશ્ચિયન – BNUMC

૫. લોરેન ચૌહાણ – BNUMC                                              

૬. રોજર ક્રિશ્ચિયન – Cannan Church

૭. અમિત મેકવાન – CUMC   

૮. રવી પરમાર – Cannan Church

૯. નેવિલ ક્રિશ્ચિયન – BNUMC

આ લોકોને ઉત્તેજન આપવા ત્રણ અનુભવી સલાહકાર, સમર્થકનું પીઠબળ મળ્યું.

રેવ. ડો. શ્રી. દિનકર ટેલર, પ્રેસિડન્ટ GCFP ,

શ્રી. જયંતી કારપેન્ટર ખજાનચી, GCFP  અને

રેવ. પર્સી મેકવાન પાળક, કનાન ગુજરાતી ચર્ચ, સ્ટેટન આઇલેન્ડ.

આ યોજના પ્રમાણે હાજર થનારી બધી પેઢીઓને ધ્યાનમાં રાખી અલગ અલગ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ એક એવી રમત છે જે બાળકોથી માંડી મોટી ઉંમરના સ્ત્રી-પુરૂષો રસપૂર્વક માણતા હોય છે. સાથે સાથે કોથડા-દોડ, લીંબુ-ચમચી દોડ, ત્રણ પગની રીલે દોડ, વોલિબોલ, બેડમિન્ટન, વગેરે રમત રમવાની ગોઠવણ કરવામાં આવી હતી અને પરમેશ્વરની આભારસ્તુતિનું આયોજન સાથે સાથે હાજર સૌને સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું વાળું વિના મૂલ્યે પુરું પાડવામાં આવ્યું હતું.

આટલા મોટા પાયા પર થનારા કાર્યક્રમનો ખર્ચ પણ એટલો મોટો જ હોય એ સ્વાભાવિક છે પણ ટીમની હાકલ પડી અને સમાજના ઉદાર લોકોએ આર્થિક સહાય પૂરી પાડી. લેખની મર્યાદાને ધ્યાનમાં રાખી ફક્ત મુખ્ય દાનવીરોના નામનો ઉલ્લેખ યોગ્ય રહેશે. કોકિલા અને બકુલ ફ્રેન્ક ૫૦૦ ડોલર, જોનાથન બર્ક્લે ૫૦૦ ડોલર, ડો. વિજય રોય  ૫૦૦, નિલેશભાઇ ૩૦૦,  ટિનિબેન ૨૫૦ ડોલર, સિલાસભાઈ ગોહિલ ૨૦૦ ડોલર, સાથે બીજા ઘણા બધાએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું. સૌ દાનવીરોનો પુષ્કળ આભાર અને પરમપિતા પરમેશ્વર તેઓને પુષ્કળ આશિર્વાદ આપે.

માર્ચ મહિનાથી શરૂ થયેલી આ ચળવળ આખરે શનિવાર, ઑગસ્ટની ૨૪ તારીખે આખરી તબક્કામાં પહોંચી. સવારના સાડા છ વાગે મુખ્ય કાર્યકરો અને મોટી સંખ્યામાં સાથીદારો સાથે એડિસનમાં આવેલા રૂઝવેલ્ટ પાર્ક માં નિયત પિકનીક સ્થળ ગ્રોવ-૨અ પર પહોંચી બેનર લગાવી, ટેબલ સેટ કરી સવારના નાસ્તાની ગોઠવણ શરૂ કરી દીધી. નાસ્તામાં ગરમાગરમ ભજીયા સાથે ચા અને કોફી તૈયાર થવા લાગ્યા. બીજી તરફ જ્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની હતી તે મેદાન પર કારપેટ, સ્ટમ્પ, બાઉન્ડ્રીની નિશાનીઓ લગાવવાનું કામકાજ ચાલતું હતું. સાત વાગ્યાથી લોકો આવવા લાગ્યા અને આઠ વાગ્યા સુધીમાં તો આ સંખ્યા ૩૦૦ ને પાર કરી ગઈ.

આ ટુર્નામેન્ટમાં ટ્રાઈ સ્ટેટમાંથી ૬ ટીમોએ ભાગ લીધો હતો. એક ટીમ ખાસ કેનેડાથી પણ જોડાઈ હતી અને અલગ અલગ રાજ્યોમાં ઉચ્ચત્તમ અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ પણ પોતાની ટીમ સાથે હાજર હતા. આમ નીચે પ્રમાણેની આઠ ટીમોએ ઉત્સાહપૂર્વક અને ખેલદિલિ સાથે ભાગ લીધો હતો.

  1. GCFP Kings XI
  2. Canaan Church Warriors
  3. BNUMC Exodus
  4. Niagara Titans
  5. GCS Guardians
  6. CUMC ZNMD
  7. Jersey Challengers
  8. ICSA Non-Immigrants

દરેક ટીમની અલગ અલગ કલરની જર્સી ટુર્નામેન્ટના લોગો અને પાછળના ભાગ પર દરેક ખેલાડીના નામ અને બંન્ને બાંયો પર ભારત અને અમેરિકાના ધ્વજ સાથેની અગાઉથી તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત અમ્પાયરો અને સ્વયંમસેવકો માટે પણ અલગ કલરની જર્સી બનાવડાવી હતી. આ બધીજ જર્સી ઈન્ડિયાથી મંગાવવામાં આવી હતી અને શ્રી. વિકે મકવાણા અને તેમના પિતા શ્રી. ખુશાલબાઈ મકવાણાએ એને તૈયાર કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી. બધી ટ્રોફીસની સ્પોન્સરશીપ ભાઈ રોજર અને કુટુંબ તરફથી આપવામાં આવી હતી. એક તરફ નાસ્તાનો કાર્યક્રમ ચાલુ હતો તો ક્રિકેટના મેદાન પર પરમપિતાના આશિર્વાદ અને અભાર સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી. ક્રિકેટ ની સાથે BNUMC ચર્ચના રિજોઇશ પ્રવાસી, પિંકિ ચૌહાણ, નિમ્મિ થોમાસ, રુપલ ક્રિશ્ચિયને બાળકોની રમતો કોથડા-દોડ, લીંબુ-ચમચી દોડ, ત્રણ પગની રીલે દોડ પણ રમાડવાની શરૂ કરી દીધી હતી.

સ્પિન વ્હિલ એપના આધારે પહેલી ચાર મેચ માટે ટીમની જોડી બનાવવામાં આવી. એમાંથી ચાર વિજેતા ટીમ વચ્ચે બે સેમિફાઈનલ રમાશે અને અંતે ફાઈનલ એવું નક્કી કરવામાં આવ્યું હતું.

Knockout rounds results:

    • BNUMC Exodus 79/4
    • ICSA Non-Immigrants  70/2   BNUMC Exodus won by 9 runs
  • Niagara Titans 81/5
  • Canaan Warriors 45/6 Niagara Titans won by 36 runs
  • Jersey Challenger 67/4
  • CUMC ZNMD 68/0    CUMC ZNMD won by 10 wkts
  • GCS Guardians 80/1
  • GCFP Kings XI 43/6 GCS Guardians won by 37 runs

આ ચાર મેચના અંતે ક્રિકેટને થોડી વાર સ્થગિત કરવામાં આવી અને એકઠા મળેલા બધાંને પ્રાર્થના સભામાં જોડાવા વિનંતી કરવામાં આવી.

રેવ ડો દિનકર ટેલરના સુકાન નીચે પરમેશ્વરનો આભાર પ્રગટ કરવામાં આવ્યો.

શ્રીમતી કલ્પના ક્રિશ્ચિયને બાઇબલ વાંચન કર્યુ હતું.

શ્રીમતી ક્લેરિસ ક્રિશ્ચિયને પ્રાર્થના કરાવી હતી.

શ્રી. જયંતી કારપેન્ટરે સુંદર શુભસંદેશ આપ્યો હતો.

શ્રી. વિકે મકવાણાએ આ પિકનિક નો હેતુ સમજાવ્યો હતો.

શ્રી. પર્સી મેક્વાને આઠેય ક્રિકેટ ટીમો ને આગળ બોલાવી સર્વનું સન્માન કર્યુ હતુ. સાથે સાથે આયોજક ટીમ ને પણ બોલાવી તેમનું પણ સન્માન કર્યું હતુ.

શ્રી. સેમસન ક્રિશ્ચિયને આભારવિધિ કરી હતી.

રેવ શ્રી જય કિમે બપોરના ભોજનની પ્રાર્થના કરી હતી

છેલ્લે રેવ ડો. દિનકર ટેલટે આશિર્વચન ઉચ્ચાર્યા એ કરી પછી સૌ કોઈ પિકનીક સ્થળ તરફ વળ્યા જ્યાં સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત થયા. બાળકો માટે ખાસ પિઝાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભોજન પછી ક્રિકેટ ટુર્નામેન્ટની બે સેમિફાઈનલ રમાઈ જે બહુજ રોચક અને રસાકસી ભરી હતી.

  • BNUMC Exodus 130/1
  • Niagara Titans 73/8 BNUMC Exodus won by 57 runs
  • GCS Guardians 49/6
  • CUMC ZNMD 49/6 Tie (both the teams made equal runs

આ બીજી સેમિફાઈનલ બહુજ રસાકસી ભરી રહી અને આખું સ્ટેડિયમ પોતાની સીટ પરથી ઊભા થઈને બહુ આનંદ લીધો. આંતરરાષ્ટિય નિયમો અનુસાર સુપર ઓવર રમાડવામાં આવી.

  • CUMC ZNMD 10/0
  • GCS Guardians 09/0 CUMC ZNMD won by one run.

દરેક મેચ આઠ ઓવરની હતી. પણ જ્યારે સેમિફાઈનલ પૂરી થઈ ત્યારે ધાર્યા કરતાં મોડું થઈ ગયું હતું તો ફાઈનલ ફક્ત એક જ ઓવરની રમાડવામાં આવી.

  • BNUMC Exodus 10/1
  • CUMC ZNMD                       06/1 BNUMC Exodus won by 4 runs

આ રીતે જોગાનુજોગ બ્રુકલિનની બે ટીમ એકબીજા સામે ફાઈનલ રમ્યા અને બીએનયુએમસી ટીમ ૨૦૧૯ ચેમ્પિયન બની.

રનર્સ અપની ટ્રોફી શ્રી. જોસેફ પરમારના હસ્તે અને વિજેતાની ટ્રોફી પાસ્ટર શ્રી.પર્સી મેકવાન અને શ્રી. વિકે મકવાણાના હસ્તે આપવામાં આવી હતી.

દિવસ ઓસરી રહ્યો હતો અને ઉજાસ અને અજવાળું વિખરાઈ રહ્યા હતા. સાંજના વાળા તરીકે સમોસા, ખિચડી/કઢી તૈયાર હતાં. ડોલીબેને ભોજન પર પ્રાર્થના કરાવી હતી. જે લોકો ખાઈ શક્યા એમણે ખાધું,  નહીં તો તેઓ પોતાની સાથે લેતા ગયા.

એકબીજાના સહકાર અને સમજૂતી વગર આટલો સફળ કાર્યક્રમ અશક્ય છે. ઘણા બધા લોકોએ પડદા પાછળ રહીને પુષ્કળ મહેનત કરી એ સૌને ઈશ્વર આશિર્વાદિત કરે. રાજ મેકવાને ઓડિયો સીસ્ટમની વ્યવસ્થા કરી હતી અને કિફાયત ભાવે ફૂડની વ્યવસ્થા પણ કરી હતી. ભાઈ નિલેષે ડીજે ભુમિકા સારી રીતે ભજવી હતી. આ આખા કાર્યક્રમને કેમેરામાં કંડારવાની અને સોશિયલ મિડિયા પર પ્રકાશિત કરવા બદલ ફોટોગ્રાફર પૉલનો આભાર. આખા કાર્યક્રમમાં જરૂરી સામાન, ચેર, ટેબલ, પ્લેટ, ચમચી વગેરે એકત્ર કરી યુ-હૉલ ટ્રકને ફિલાડેલફિયાથી હંકારી લાવી ગોઠવવા સુધીની બધી જવબદારી માટે ભાઈ નિક્સન અને દિકરા નેવિલનો આભાર. સ્વંયસેવકો તરીકે નિક્સન ક્રિશ્ચિયન, સ્ટીવનસન બોરસદા, દીપક રાનાદિવ, રિજોઇશ પ્રવાસી, નિમ્મિ થોમાસ, ઇવાન્શ ગોહિલ, મમતા સાવન, જેનિફર રાનાદિવ, કલ્પના ક્રિશ્ચિયન, રુપલ ક્રિશ્ચિયન, રોમા ફ્રેન્ક, નેવિલ ક્રિશ્ચિયન, અમુલ ચૌહાણ, પિંકિ ચૌહાણ, શિલ્પા મક્વાણા, નિલેશ ક્રિશ્ચિયન, રોબિન રાઠોડ, પિંકેશ રાઠોડ, મિતેશ કોન્ટ્રાકટર વગેરે એ પણ પુષ્ક્ળ જહેમત ઉઠાવી હતી. સર્વે નો આભાર.

આ રીતે એક વ્યક્તિની કલ્પના, વિચાર, સ્વપ્ન એક અવિસ્મરણીય, ઐતિહાસિક ઘટના બની ગઈ. આ પ્રસંગ યોજવાના વિચારથી લઈને આ પ્રસંગની પૂર્ણાહુતી પર્યંત પરમેશ્વરનું અપાર ઐશ્વર્ય એને સજાવતું રહ્યું, અજવાળતું રહ્યું. લગભગ ૬૧૦ કરતાં પણ વધારે સંખ્યામાં હાજર રહેલા સર્વ ભાઈબેનોએ આખા પ્રસંગના ભરપેટ વખાણ કર્યા. કેટલાક જૂના સંબંધો આળસ મરડી નવા જોમથી જાગી ગયા તો કેટલાક નવા સંબંધોએનો જન્મ થયો. સુંદર અને સફળ આયોજન માટે આયોજકોનો આભાર માનતા લોકો થાકતા ન હતા. જુદા જુદા ચર્ચના, જુદા જુદા ગામના, નાની મોટી ઉંમરના, તંદુરસ્ત અને શારીરિક અક્ષમતાથી પીડાતા બહેનો અને ભાઈઓ બધાંએ આનંદ કર્યો અને ઐક્યતા અનુભવી.

આ પ્રસંગનું ટીવી કવરેજ અહીંની પ્રખ્યાત ચેનલ “ટીવી એશિયા” દ્વારા કરવામાં આવ્યું હતું. અને આખા દિવસના વિવિધ પ્રવુત્તિઓને આવરી લેતો ૬ મિનિટ અને ૫ સેકન્ડનો સંક્ષિપ્ત હેવાલ તેમના દૈનિક પ્રસારીત કાર્યક્રમ “કોમ્યૂનિટી રાઉન્ડઅપ” માં સમાવવામાં આવ્યો હતો. જેનું પ્રસારણ શુક્રવાર, ઑગસ્ટની ૩૦મી તારીખે સાંજે ૬:૩૦ વાગે કરવામાં આવ્યું હતું.  ટીવી એશિયાના ચેરમેન પદ્મશ્રી. એચ. આર. શાહ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર.

ઇશ્વરની કૃપાથી આવતા વરસે ફરી મળીશું ત્યાં સુધી સુખી રહો, તંદુરસ્ત રહો અને ઇશ્વરના સાનિધ્યમાં રહો.

આલેખન: જગદીશ ક્રિશ્ચિયન. પિક્ચર્સ: પૉલ જેમ્સ સિંગ

Clip from TV Asia coverage aired on community roundup on August 30, 2019

Please click on the image to visit Akilanews.com for details.

અથવા અહીં ક્લિક કરીને પીડીએફ ફોર્મેટમાં વાંચો. આભાર..

TV ASIA will air brief highlights of the Gujarati Christian Community Picnic and Cricket tournament 2019.

Please note TV Asia will air brief highlights of the event held on Saturday, August 24, 2019 in Roosevelt Park, Edison – “Gujarati Christian Community Picnic and Cricket Tournament 2019. Please tuned in on TV Asia at 6:30PM on Friday, August 30, 2019. Thank you TV Asia. 

Please watch Community roundup on TV Asia for the coverage of GCSofUSA 2016 Christmas Garba/Dance night celebration.

Please watch the brief highlight of the 2016 Christmas celebration organized by “Gujarati Catholic Samaj of USA” on TV Asia, Please tune in to TV Asia the only Indian TV channel at 7:30PM ET for Community roundup program.
The 2016 Christmas Garba/Dance night was held at the TV Asia Auditorium on Friday, December 23, 2016.
TV Asia is the first Information and entertainment channel for the South- Asian community in North America. The network was founded in April-1993, by legendary Indian movie star Mr. Amitabh Bachchan. In 1997 as part of a restructuring the network, a well-known entrepreneur and community leader Mr. H.R. Shah, took TV Asia and grew it to what it is today, A channel that focuses on the Indian community within the US and a medium that reaches out to the masses and brings them under the umbrella of culture, tradition and family. Mr. HR Shah’s backing, resources and the fact that he is based in the U.S., gave TV Asia a huge boost, making it the premier South- Asian network in North America.
We are thankful to Mr. H.R. Shah, Ms. Gayathri Mr. Bhupnedra Raja Bhatty (for recording the video) and Mr. Gunjesh Desai.
COMMUNITY ROUNDUP STORIES FOR THURSDAY DECEMBER 29th 2016 7.30pm ET.
YEAR IN REVIEW Highlights of JULY 2016
1) GOPIO Biennial Covention & 27th Anniversary celebration 27th Anniversary of Day – NY. GOPIO INTERNATIONAL Abraham Varghese
2) Holistic Festival of Life and Wellness – Mystic Mandala – Dallas, TX Mystic Mandala
3) Unite Serve & Celebrate – Sevathon – Silicon sage – SFO
4) 25th Anniversary celebration – American Telugu Association (ATA) – Chicago ATA Chicago
5) Noureen Designs Organizes Annual Chaand Raat – Massachusetts.
6) Vraj Hindu Temple Organizes Rath Yatra – Pennsylvania. Vraj Vaishnav Kendra South Eastern PA
New Stories:
1) Christmas Celebrations – Gujarati Catholic Samaj of USA Gujarati Catholic Samaj of USA
2) Seminar on Demonetization – The American India Public Affairs Committee , AIA and AAPI – NY AIA-NYsociety AAPI NYC METRO

Grand celebration of Christmas 2015 by Gujarati Catholic Samaj of USA on December 26, 2015

7

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએયોજીત૨૦૧૫ ક્રિસમસ મહોત્સવ

 

તા. ૨૬ ડિસેમ્બર,૨૦૧૫ના શનિવારે “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ના ઉપક્રમે “નાતાલપર્વ”ની ભવ્ય ઉજવણી યોજાઈ હતી.સાંજના ૫:૦૦ વાગ્યે “સેન્ટ મેથ્યુસ એપોસ્ટલ ચર્ચ” ના હોલમાં સંસ્થાના સભાસદો તેમજ અગાઉ રજિસ્ટર થયેલા અનેક લોકો સહપરિવાર ઉત્સવનો આનંદ મેળવવા આવવા લાગ્યા હતા. હોલમાં મનને ગમી જાય તેવી આકર્ષક સ્ટેજ સજાવટ હતી. ‘અલ્પાહાર, ચા અને ઠંડાં પીણાં આરોગતાં હાજર સૌ હળતાં-મળતાં, “નાતાલ”ની શુભેચ્છા પાઠવતા આનંદ માણી રહ્યા હતા. છ સાડા છ વાગે તો ૩૫0 ઉપરાંત પ્રેક્ષકોથી ‘હોલ’ ખીચોખીચ ભરાઈ ગયો હતો.

 

સોશિયલ સમયનો લ્હાવો મેળવતાં હાજર સૌ બહુ ઉત્સાહપ્રેરક હતા. સૌ પ્રથમ પ્રમુખશ્રી શાંતીલાલ પરમારની ગેરહાજરીમાં સંસ્થાના કારોબારી સભ્યશ્રી જગદીશ ક્રિશ્ચિયને સૌને ઉષ્માભર્યું સ્વાગત કરતાં ‘મેરી ક્રિસ્મસ’ની વધાઈ આપીને કાર્યક્રમનું સુકાન શ્રી કેતન ક્રિશ્ચિયનને સોંપતાં સૌએ તાળીઓના ગડગડાટથી તેઓને આવકાર્યા હતા. ભારતીય પ્રણાલિકા મુજબ દીપપ્રાગટ્ય માટે પાંચ ‘કેન્ડલ્સ-દિપ’ સળગાવવા સૌપ્રથમ સંસ્થાના સ્થાપક  પ્રમુખશ્રી. જોસેફ પરમારને વિનંતી કરતાં તેઓશ્રીએ શાંતિના પ્રતિક તરીકે પ્રથમ જ્યોત સળગાવી ત્યારે સૌએ તાળીઓથી પોતાનો સહકાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ બીજી પ્રેમની ‘કેન્ડલ’ શ્રીમતી અનીતા ક્રિશ્ચિયને, ત્રીજી એકતાની ‘કેન્ડલ’ શ્રી શ્રેયસ મેકવાને, ચોથી ક્ષમાની ‘કેન્ડલ’ શ્રી મહેન્દ્ર મેકવાને અને પાંચમી આશાની મીણબત્તી સુશ્રી ફીલિસ ક્રીશ્ચિયને પ્રગટાવી ત્યારે દીપ પ્રગટાવ્યાના દર વખતની જેમ હોલ તાળીઓના અવાજથી ગૂંજી ઊઠ્યો હતો. બાદમાં શ્રી જોસેફ પરમારે સામાજિક સંસ્થાની જરૂર, “ગુ. કે. સ. ઓફ યુએસએ”ની વર્ષભર યોજાતી રચનાત્મક પ્રવૃત્તીઓ અને સમાજનાં પરિવારોને પરસ્પર મળવા હળવા માટે સંસ્થાના હેતુઓ ટૂંકમાં વર્ણવ્યા હતા. બાદમાં ‘મેટાચન ડાયોસીસ’ના ઈન્ડિયન/શ્રીલંકન એપોસ્ટોલેટ ના કોઓર્ડીનેટર ફા.એન્ટોનીએ શરૂઆતમાં પ્રાર્થના કરીને કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ‘મેટાચન ડાયોસીસ’ના ‘મલ્ટી-કલ્ચરલ મિનીસ્ટ્રીનાં ડાયરેક્ટર સીસ્ટર રૂથે પ્રોગ્રામના આરંભે હાજર રહીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી સૌને નાતાલ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. માનનીય સી. રૂથ બોલાર્તેના સૌજન્યથી આજના કાર્યક્રમ માટે હોલની વ્યવસ્થા થઈ શકી હતી. સંસ્થા તેમના ઋણી છે.

 

ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆર નાનાં બાળકો સલોની, આર્યન, અલાયના અને બ્રેક્ષ્ટન મેકવાન દ્વારા ‘નાતાલ સલામ’ અને ‘યે હોલી-જોલી, સાથે બીજાંગીતો રજૂ કરીને દર્શકોની દાદ મેળવી હતી. બાદમાં સંસ્થાના સભ્યો સર્વશ્રી જગદીશ, કેતન અને ઈલા ક્રિશ્ચિયન, રજની, અમિત, માનસી અને પૂર્વી મેકવાન, ફ્લોરેન્સ મેકવાન. એરિક લિયો, શ્રેયસ મેકવાન, નિલાક્ષી જકરિયા અને જોસેફ પરમાર દ્વારા નાતાલનાં કર્ણપ્રિય મધૂર ગીતો તથા શ્રી જગદીશ ક્રિશ્ચિયન અને શ્રેયસ મેકવાને મંગલ પાવનરાત  રજૂ કરીને શ્રોતાઓની તાળીઓના સ્વરૂપે શાબશી મેળવી હતી.

 

સાંસ્કૃતિક કાર્યક્રમના દોરમાં જાણીતા સંગીતકારશ્રી પ્રકાશ પરમારે ફિલ્મી ગીતો રજૂ કરીને મનોરંજનનો બીજો દોર આરંભ્યો હતો, શ્રોતાઓએ જોરદાર તાળીઓથી તેઓને વધાવ્યા હતા. શ્રીમતી એન્જેલિના રાઠોડે ‘બોલીવુડ મિક્સ ધમાકા’ ઉપર જોરદાર ડાન્સ રજૂ કરીને તાળીઓના ભારે ગડગડાટથી દાદ મેળવી હતી. તરત જ ગિટારીસ્ટશ્રી રોબિન્સન રાઠોડે બાતેં કૂછ અનકહી થી રજૂ કરીને શ્રોતાઓને તેમની કલાનો રસ ચખાવ્યો હતો. પછીથી સંગીત વિશારદશ્રી લલિત ક્રિસ્ટીએપરનીને પહતાય તો કેટો નય અને એક છોકરીને, એવા બે રમૂજી ગીતોથી સૌને હસાવ્યા હતા. જ્યારે શ્રેયસ મેકવાને ‘ધન્યવાદ પ્રભુ’ ગરબો રજૂ કરતાં ગરબાના રસિયાં સ્ત્રી-પુરૂષો અને બાળક-બાળિકાઓએ ગરબે ઘૂમવાની મજા માણી હતી. ગરબે ઘૂમનાર સ્ત્રીઓને શ્રી જોસેફ પરમાર તરફથી ‘લ્હાણી’ વહેંચવામાં આવી હતી. બાદમાં શ્રી રાજ અને તેમના નાના પુત્ર આર્યન મેકવાને યે કાલી કાલી આંખેં રજૂ કરીને બોલીવુડની રંગત જમાવી હતી, જેને શ્રોતાઓએ તાળીઓથી દાદ આપી હતી. ઉદ્દઘોષકશ્રી કેતન ક્રિશ્ચિયન તેઓની આગવી શૈલીમાં ‘આઈટમ’ના આરંભ અને અંતમાં દર્શક/શ્રોતાઓને રીઝવીને કલાકારોને પ્રોત્સાહિત કરતા હતા. અને શ્રીમતી એન્જેલિના રાઠોડ સહુદ્દઘોષક તરીકે સાથ આપતાં હતાં.

 

સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ ધપાવતાં કુ. ઈરેના લિયો, ક્રિસ્ટીન ક્રિશ્ચિયન અને શેરોન મેકવાને બોલીવુડ મિક્સ ઉપર જોરદાર ડાન્સ રજૂ  કર્યો હતો, જેમાં અવાર નવાર નેસ્ટર લિયો, રોની મેકવાન, એરિક ક્રિશ્ચિયન અને કેતન ક્રિશ્ચિયને ધમાકેદાર ‘એન્ટ્રી’ મારતાં દર્શકોની તાળીઓથી હોલ ગજવી દીધો હતો. બાદમાં કુ. રીની હેમિલ્ટને તેરી ગલિયાં ગાઈને શ્રોતાઓની દાદ મેળવી હતી. બાદમાં શ્રીમતી સપનાબેન ગાંધીના મહિલાગ્રુપે ‘ધન્યવાદ’ ગરબો રજૂ કરીને નાતાલનો માહોલ સર્જ્યો હતો. સૌએ તાળીઓની દાદ આપી હતી. ત્યારબાદ શ્રી અમિત અને પૂર્વી મેકવાને બોલીવુડ મેડલી રજૂ કરીને સંગીતના માધ્યમથી હોલ ગજવી દીધો હતો. બાદમાં શ્રી પ્રકાશ પરમારે હિંદી/ગુજરાતી ગીતો રજૂ કરીને સંગીતના ચાહકોને ખુશ કરી દીધા હતા. ડો. પાર્થ શર્માએ ચાહૂંગા મૈં તૂજે રજૂ કરીને તાળીઓની શાબાશી મેળવી હતી. ત્યારબાદ કુ. ઈરેના લિયો અને ક્રિસ્ટીન ક્રિશ્ચિયને ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની‘નું ‘પીન્ગા’ ઉપર ધમાકેદાર ડાન્સ રજૂ કરીને તાળીઓના ગડગડાથી દર્શકોની વાહવાહ મેળવી હતી. અને પ્રેક્ષકોના અતિ આગ્રહને માન આપી એની ફરી રજુઆત કરી હતી. શ્રીમતી અનીતા ક્રિશ્ચિયને ઈંગ્લીશ જોક્સ રજૂ કરીને માર્મિક હાસ્ય પૂરું પાડ્યું હતું. વધુ સમય થઈ જવાથી કેટલીક ‘આઈટેમો’ રદ કરવામાં આવી હતી.

 

બાદમાં વિરામ લેવાતાં ‘ડિનર’ની લિજ્જત માણતાં અને ઘણાં સમગ્ર પ્રોગ્રામની વાહવાહ અને શાબાશીના પ્રતિભાવ રજૂ કરતા અને અનેક પ્રેક્ષકો રજૂઆતની મહેનત માટે ધન્યવાદ આપતા હતા. ટીવી એશિયા અને ટીવી5 તરફથી સમગ્ર ક્રિસ્ટમસ પાર્ટીની વિડિયોગ્રાફી લેવાતી હતી. શ્રી કેતન ક્રિશ્ચિયને ઉદ્દઘોષક તરીકે પ્રોગ્રામની એકેએક રજૂઆતને જીવંત બનાવી હતી.

 

સ્વયંસેવકો તરીકે સર્વશ્રી કિરીટ અને જેમ્સ જકરિયા, એરિક લિયો, કલ્પેશ ક્રિશ્ચિયન મૌલિક પારેખ, નેસ્ટર લિયો, રોબિન રાઠોડ, દીપક પરમાર, જેક્શન ક્રિશ્ચિયન, રોની અને અનિલ મેકવાન, રોયસ મેકવાન, પાર્થ અને હર્ષ શર્મા, રોનાલ્ડસન મેકવાન વગેરેએ સ્વૈછિક સેવાઓ આપીને સંસ્થાને અમૂલ્ય સહકાર આપ્યો હતો. રસોઈ પીરસવાની સેવા ઈલા ક્રિશ્ચિયન, રીટા અને નિલાક્ષી જકરિયા, ફ્લોરેન્સ મેકવાન, માનસી અને પૂર્વી મેકવાન, અનીતા ક્રિશ્રિયન, ડો, મીના ક્રિશ્ચિયન, ફિલીસ ક્રિશ્ચિયન, મિનાક્ષી શર્મા સાથે નાની બાળકીઓ અલાયના અને સલોનિ વગેરેએ “ફૂડ કેટરર ’શ્રીમતી કોકી રસેલની દેખરેખમાં ખૂબ સહકાર આપ્યો હતો.  ટીવી એશિયા અને ટીવી5 ઉપરાંત વિડિયોગ્રાફી શ્રી. કલ્પેશ ક્રિશ્ચિયન, રોની મેકવાન, મૈલિક પારેખ અને નેસ્ટર લિયોએ, જ્યારે ફોટોગ્રાફી શ્રી નિરજ ગામડિયાએ સંભાળી હતી.

 

સાઉન્ડ સીસ્ટમ શ્રી રાજ અને અમિત મેકવાનના સૌજન્યને આભારી હતી. ‘ઓરકેસ્ટ્રા’ જાણીતા સંગીતકારશ્રી રોબીન રૂબેનની આગેવાનીમાં સર્વશ્રી શ્રેયસ મેકવાન,દિપક સીસોદિયા, નેલ્સન નીલ, પ્રકાશ પરમાર, જોય અને પપ્પુભાઇ(પર્સી ફ્રેન્ક)એ સૂર-તાલની સેવાઓ આપીને સંસ્થાને અમૂલ્ય સહકાર આપ્યો હતો.  એક/સવા કલાકના ભોજન સેશન બાદ આ જ સંગીત ગ્રુપે ગરબાની રમઝટથી હોલ ગજવી દીધો હતો. હોલની બેઠક વ્યવસ્થાને ગરબા ગાવાની અનુકૂળતા મુજબ મોકળાશ કરવામાં સ્વૈચ્છિક સેવકોએ મૌલિક પારેખની આગેવાની હેઠળ ત્વરિત કામ ઉપાડી લીધું હતું. શ્રી શ્રેયસ અને એડ્રીઅન મેકવાન સાથે રાજ અને અમિત મેકવાન, જગદીશ અને કેતન ક્રિશ્ચિયને ‘લાઈવ ગીતો’ ગાઈને ગરબાને સતત ઘૂમતો રાખ્યો હતો. કોઈ ગરબો બંધ કરવાના ‘મૂડ’માં નહોતાં. છતાં રાતના ૧:૦૦ વાગે સનેડો અને ભાંગડા ગાઇને શ્રી પ્રકાશ પરમાર, શ્રેયસ મેકવાને ભારે રંગત જમાવી હતી.

 

સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર સૌને શ્રી જોસેફ પરમાર તરફથી આકર્ષક ‘ટ્રોફી’ અર્પણ કરવામાં આવી હતી. શ્રી જગદીશ ક્રિશ્ચિયને આભાર દર્શન કરતાં નાતાલ ઉત્સવ સંપન્ન થયો હતો ત્યારે રાત્રીના ૨:૦૦ વાગ્યા હતા. સમગ્ર હોલની સાફસૂફી અને સ્વચ્છતા કરતાં સવારના ૪:૩૦ કલાકે સંસ્થાના કાર્યકતાઓ વિદાય થયા હતા.

 

માહિતી સૌજન્ય: જોસેફ પરમાર,  ફોટોગ્રાફ: નિરજ ગામડિયા, રોબિન્સન રાઠોડ, રોની મેકવાન     

 

The event was covered by TV Asia and TV5. Please find below the broadcast of the glimpse of the program on TV Asia – Community roundup on December 29, 2015. Please see it for yourself.

 

TV Asia is the first Information and entertainment channel for the South- Asian community in North America. The network was founded in April-1993, by legendary Indian movie star Amitabh Bachchan. In 1997 as part of a restructuring the network, a well-known entrepreneur and community leader H.R. Shah, took TV Asia and grew it to what it is today, A channel that focuses on the Indian community within the US and a medium that reaches out to the masses and brings them under the umbrella of culture, tradition and family. HR Shah’s backing, resources and the fact that he is based in the U.S., gave TV Asia a huge boost, making it the premier South- Asian network in North America.

 

We are thankful to Mr. H.R. Shah, Ms. Gayathri Pnadey and Mr. Bhupnedra Raja Bhatty (for recording the video)

 

The videos of individual performances will be uploaded on GCSofUSA’s Facebook page very shortly.
Please visit: https://www.facebook.com/Gujarati-Catholic-Samaj-of-USA-107981172582799/

 

Photography: Mr. Niraj Gamadia

[wppa type=”slide” album=”44″ align=”center”]Any comment[/wppa]

Photography: Robinson Rathod, Roni Macwan and group

[wppa type=”slide” album=”45″ align=”center”]Any comment[/wppa]