સેંટ પૉલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા કઠલાલ ખાતે ” સરદાર પટેલ જયંતિ ” ની ઉજવણી.
તા 30/10/2015 શુક્રવારે સવારે 10:00 કલાકે સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ કઠલાલ ખાતે સેંટ પૉલ માનવ વિકાસ મંડળ આણંદના નેજા હેઠળ દેશની એકતાના અખંડ શિલ્પી,લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ઉજવાયી હતી.આ પ્રસંગે સેંટ ઝેવિયર્સ કઠલાલના સંચાલક ફા.રમેશ મેકવાન,સેંટ પૉલ માનવ વિકાસ મંડળના પ્રમુખ હસમુખ ક્રિશ્ચિયન,ગુજરાત રાજના તંત્રીશ્રી રાજેશ દવે,શ્રી જોષી સાહેબ,શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાના કંપાઉન્ડમાંથી સુત્રોચ્ચાર સાથે શરૂ થયેલી રેલી, છાત્રાલયના પટાંગણમાં સભામાં ફેરવાઇ ગઇ હતી જેમાં કઠલાલ સેંટ ઝેવિયર્સ વતી આમંત્રીતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળા પરિવાર વતી ફા.રમેશ,શ્રી રજનીકાંત વાણીયા,શ્રી ભાવેશ અરોરાની સાથોસાથ વિદ્યાર્થીઓએ પણ સરદાર પટેલના જીવન સાથે જોડાયેલાં પ્રસંગોની સૌને લ્હાંણી કરાવી હતી. સમગ્ર કાર્યક્રમના ઉદ્ઘોશક તરીકેની જવાબદારી ખોખર બેને અદા કરી હતી.
અંતે સેંટ પોલ માનવ વિકાસ મંડળ આણંદના પ્રમુખશ્રી હસમુખ ક્રિશ્ચિયનના આભાર ભર્યાં વક્તવ્ય બાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
Information – Mr. Hasmukh Christian through Mr. Kirit Jakaria
[wppa type=”slide” album=”42″ align=”center”]Any comment[/wppa]









Christian Herald
Fr. Varghese Paul S.J. website
Gujarati Catholic Samaj of USA – ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ
My Gujarati Blog – જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા
Union of Catholic Asian News – યુનિયન ઓફ કેથોલિક એશિયન ન્યૂઝ
United Gujarati Christians of America (UGCOA)
Yayavar Charotar
Srujana