Category Archives: News & Events

Fr. Valles unveiling his latest book, Gandhi: An alternative to Violence in Philadelphia – August 27, 2012

The latest book of Father Valles, Gandhi: The alternative to violence is unveiled August 27, 2012. From left Dr. Meeta Peer, Mr. Dvendra Peer, Ms. Neeta Desai, Fr. Valles & Mr. Ram Gadhavi.

 

હું નાનો હતો ત્યારથી જોતો કે ગુજરાતી વર્તમાનપત્ર “ગુજરાત સમાચાર” અમારે ઘરે આવતું અને મારા પપ્પાને તન્મયતાથી વાંચતા જોઈને મને પણ થતું કે ચાલો જોવા તો દે અને એમ કરતાં કરતાં આદત પડી ગઈ. એ “ગુજરાત સમાચાર” ની રવિવારની પૂર્તિમાં ફાધર વાલેસની ‘નવી પેઢીને’ નામની કોલમ આવતી એ અચૂક વાંચતો. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે ગુજરાતી વિષયની ચોપડીમાં પણ ફાધર વાલેસનો એકાદ લેખ કે નિબંધ હોય જ. ફાધર વાલેસની વિચારશૈલિ થી હું પ્રભાવિત હતો. જાતે કેથોલિક (દેશી ખ્રિસ્તી) અને ૨૯ વરસ ગુજરાતમાં રહેવા છતાં ફાધર વાલેસને મળવાનો ક્યારેય મોકો મળ્યો ન હતો.
 
હું ઘણાં વરસોથી “ગુજરાતી લિટરરી અકેડમી ઓફ નોર્થ અમેરિકા” નો સભ્ય છું તો ઓગસ્ટની ૧૯ તારીખે એક નિમંત્રણ મળ્યું કે ફાધર વાલેસના નવોદિત પુસ્તકનું વિમોચન ફિલાડેલ્ફીયામાં ઓગસ્ટની ૨૭ તારીખે, સોમવારે સાંજના ૬ કલાકે રાખવામાં આવ્યું છે. પુસ્તકનું નામ “Gandhi: The alternative to violence.”. ડૉ. મીતા અને દેવેન્દ્ર  પીર ના નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન હતુ,  જે મારા ઘરથી લગભગ ૬૫-૭૦ માઈલના અંતરે અને સોમવારનો દિવસ છતાં વિચાર્યું કે બસ જવું જ છે અને ફાધર વાલેસને સાંભળવા છે અને એમને મળવું છે. હું મારા પપ્પા શ્રી. જોસેફભાઈ પરમાર, મારો અનુજ ભાઈ કેતન ક્રિશ્ચિયન અને મારો ભાણિયો રાજ મેકવાન સાંજે ૪:૩૦ કલાકે નિકળ્યા. સાંજનો ભારે અવરજવરનો સમય હતો અને રસ્તામાં વરસાદનું એક જોરદાર ઝાપટું આવી ગયું છતાં ૬:૨૫ કલાકે અમે પહોંચી ગયા. પહોંચીને જાણ્યું કે હજુ કાર્યક્રમ શરૂ નથી તો રાહત થઈ. બેઠક વ્યવસ્થા ઉપરાંત પ્રેક્ષકો હતા તો પાછાળ ઉભા રહી ગયા. બરાબર ૭:૦૫ કલાકે ફાધર વાલેસનું આગમન થયું.
 
યજમાન શ્રી દેવેન્દ્રભાઈએ બધાનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી. સેન્ટ ઝેવિયર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીનિ શ્રી. કલ્પનાબેન દેસાઈએ ફાધર વાલેસનો પરિચય આપ્યો. તો ગુજરાતી લિટરરી અકેડેમીના પ્રમુખશ્રી. રામભાઈ ગઢવી પણ પોતાની આગવી અદા અને કાઠયાવાડી ઠાઠથી કવિ કાગનો દોહો ગાઈને ફાધર સાથેનો એક રસદાયક કિસ્સો યાદ કરાવ્યો. શ્રી. મનુભાઈ પંચોળી સાથે ફાધર એમને મળેલા ત્યારે ફાધરે એમને પૂછ્યું કે તમારા બાળકો ગુજરાતી જાણે છે તો શ્રી. રામભાઈએ કહ્યું ના તો ફાધરે સૂચના કરી કે તમારા બાળકોને ગુજરાતી જરૂરથી શીખવાડવું જોઈએ. તો શ્રી. રામભાઈએ સામે દલીલ કરી કે તમે સ્પેનિશ હોવા છતાં ઇન્ડિયા આવી ગુજરાતી શીખીને પુસ્તકો લખીને પ્રખ્યાતિ પામ્યા છો એમ અમારા બાળકો પણ અમેરિકામાં અંગ્રેજી શીખીને પ્રખ્યાત થાય. ત્યાર બાદ ‘વિદેશિની’ શ્રી. પન્નાબેન નાયકે ‘કુમાર’ સામયિકના તંત્રીશ્રી. ધીરુભાઈ પરીખની બહુમુખી પ્રતિભાનું ટુંકમાં વર્ણન કરી એમને ફાધરના નવોદિત પુસ્તક વિષે છણાવટ કરવા આમંત્ર્યા.
 
શ્રી. ધીરુભાઈએ ગાંધીજી વિષે ઘણી વાતો કરી એના પરથી લાગે કે એમણે ગાંધીજીનો વિગતવાર અભ્યાસ કરેલો છે. સમય મર્યાદા તરફ ધ્યાન દોરવા છતાં પોતે અધ્યાપક છે અને કલાક બોલવાની ટેવ છે એટલે હું તો બોલીશ અને તમારે સાંભળવું પડશે એવી હળવી મજાક પણ કરી. પણ પોતાના વાકમાધુર્યથી અને ગાંધીજી વિષેની જાણકારીથી હાજર બધાની વાહ વાહ મેળવી ગયા.  
 
અને પછી સમય આવ્યો પુસ્તકના વિમોચનનો તો યજમાન દંપતિ અને ફાધર વાલેસના હસ્તે પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું.
 
 
 
વિમોચન કર્યા પછી ફાધર વાલેસે પોતાનુ વક્તવ્ય શરૂ કર્યું નિહાળો. દૂરથી અને સેલફોનથી વિડીયો લીધો છે.
 
ફાધરના ઉદબોધન પછી થોડા પ્રશ્ન-ઉત્તર બધા સાંજનું વાળું કરી છુટા પડ્યા. તે પહેલાં તેમનું આ પુસ્તક ત્યાં વેચાણ માટે હતું એ ખરીદી ફાધરના હસ્તાક્ષર મેળવી લીધા અને ફાધરની સાથે બેચાર પિક્ચર પણ પડાવી લીધા. આ કાર્યક્રમમાં ઘણા જાણીતા સાહિત્યકારો જેમ કે કવિશ્રી. અનિલ જોષી, શ્રી. મધુ રાય, શ્રી. પ્રીતિ સેનગુપ્તા, શ્રી. બાબુભાઈ સુથાર, ડો. નીલેશ રાણા, શ્રી. કિશોર રાવળ, શ્રી. ચંદ્રકાંત ત્રિવેદી વગેરે હાજર હતા.
નવેમ્બર ૧૮ ૨૦૧૧  ના દિવસે અમદાવાદમાં ફાધરના પુસ્તક “નાઈન નાઈટ્સ ઇન ઇ ન્ડિયા” નું વિમોચન થયેલું એનો અહેવાલ જાણીતા પત્રકાર અને બ્લોગર શ્રી. ઉર્વીશ કોઠારીના બ્લોગ પર વાંચવા અહીં ક્લિક કરો. 
અને એજ શ્રી. ઉર્વીશભાઈનો એક હળવો રમૂજી લેખ ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલો ‘ગાંધીજી ફેસબુક પર હોત તો’ જેને અહીં ક્લિક કરી વાંચો રીડ ગુજરાતી પર.         

 

[wppa type=”slide” album=”7″ align=”center”]Any comment[/wppa]

 

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો – ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન ઓગષ્ટ ૨૫, ૨૦૧૨

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો

ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન

 

 

‘વિશ્વગામ’ યુવાપ્રવૃત્તિનાં પ્રણેતા સંજય-તુલા દંપતિની પ્રેરણાથી તેમના સાથીઓ દ્વારા ગાંધીનગરથી વિસનગર રોડ પર આવેલ ગોઝારીઆ કોલેજની સોએક જેટલી કોલેજિયનો તથા ગામની હાયર સેકન્ડરી સ્કૂલના પચાસ વિદ્યાર્થીઓ માટે બે દિવસની યુવાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે શિબિરમાં સર્વધર્મ સમભાવ વિષયે ચર્ચા-સંવાદ રાખાવામાં આવેલો જેમાં હિંદુ-ઈસ્લામ-ખ્રિસ્તી ધર્મ વિશે પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ વિશ્વગામ યુવાપ્રવૃત્તિઓના સબળ ટેકેદાર તથા નજદીકના સાથી તથા ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા પ્રસરે ને પ્રગટે એ હેતુસર શરૂ કરેલ ઝુંબેશ સદભાવના ફોરમની ટીમના સભ્ય છે. સંજયભાઈ તથા શિબિરના આયોજકોએ તેમને બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો વિષયે શિબિરાર્થીઓને સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું . સંબોધન બાદ શિબિરાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા ખિસ્તી ધર્મ તથા ખ્રિસ્તીઓ વિષે સાચી માહિતી મેળવીને એમના ક્ષતિયુક્ત ખ્યાલો ને માન્યતાઓ દૂર કરી હતી. ઈસુના ઉપદેશમાં અને એટલે ખિસ્તી ધર્મમાં માનવબંધુ-પ્રેમ એ તેની બુનિયાદ છે અને ઈશ્વરના ઘરે જવા કે પહોંચવાનો રસ્તો ડારેક્ટ એક્ષપ્રેસ વે નથી પરંતુ એ વાયા વાયા મારા પડોશીના ઘરે થઈને જતા લોકલ રોડ છે તે સત્ય ફાધર વિલિયમે વારંવાર પુનરૂચ્ચારણ કરીને શ્રોતાઓના મનમાં ઠસાવ્યું હતું. વળી ‘તમે મારા શિષ્યો (અનુયાયી) છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ કરતા હશો’ ભગવાન ઈસુના શબ્દો ટાંકીને ખિસ્તીઓની એક માત્ર સાચી ઓળખ વિષે સમજણ આપી હતી.
ઉપસ્થિત કોલેજના આચાર્ય, પ્રધ્યાપકો તથા અન્ય ગ્રામજનોએ આજના પ્રવચનને ઘણું ઉપયોગી ને હિતકારક ગણાવ્યું હતું અને એ વિસ્તારની અન્ય શાળાઓમાં ભણતા વિધાર્થીઓ તથા યુવાજૂથોને માટે આ પ્રવચન આપવા આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આજના પ્રસંગની યાદમાં ફાધર વિલિયમને કેટલાંક સારાં પુસ્તકોની ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો.   

સેન્ટ ઝેવિયર્સ, ઉમરેઠ પૂર્વ વિદ્યાર્થી (ધો. ૧૦ ૧૯૮૯) સ્નેહ-મિલન સમારંભ જુલાઈ ૧૫, ૨૦૧૨

પોતાનું વતન છોડી ૧૯૮૫ માં જ્યારે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો તો થોડા દિવસમાં અહેસાસ થયો કે કંઈ કેટલુંય પાછળ છૂટી ગયું છે. અફસોસને નેવે મૂકી નવા પડકાર અને સમસ્યાનો સ્વિકાર કરી નવું ગામ અને ઘર માંડવા કમર કસવાનું શરૂ કર્યું. દુનિયાના સૌથી સમૃધ્ધ અને શક્તિશાળી દેશની આ સમૃધ્ધીનો હિસ્સો બનવું હોય તો ખાલી પુષ્કળ પૈસા કમાવવાથી જ શક્ય નથી એની મને ખબર હતી. એટલે ભારતમાં સ્કૂલ દરમ્યાન આપણે ભણતા “મોગલોની પડતીના કારણો” તો અહીં મેં ભણવા માંડ્યું આ દેશની સમૃધ્ધીના કારણો. ખેર મૂળ મુદ્દાની વાત કરું તો આ અભ્યાસ દરમ્યાન પૂર્વ-વિદ્યાર્થી સ્નેહ મિલન (School/High School/College reunion) વિષે જાણ્યું અને એના ઉદ્દેશથી હું બહુ પ્રભાવિત થયો.
 
મારાથી પહેલી પેઢી તો સ્કૂલ કે કોલેજ પછી નોકરી કે ધંધા માટે પોતાના ગામ-શહેરમાં જ કે આસપાસના વિસ્તારમાં જ હોવાથી પોતાના સ્કૂલ-કોલેજના સહાધ્યાયીને પ્રસંગોપાત મળતા રહેતા. પણ પછી ધીરે ધીરે નોકરી કે ધંધા માટેનો વિસ્તાર વિસ્તરવા માંડ્યો અને રાજ્ય બહાર અને પરદેશની સીમા પાર કરી ગયો. સ્કૂલ/કોલેજના સહાધ્યાયીઓ કે શિક્ષકો સાથેનો સંપર્ક પણ છૂટી જાય છે. મને પણ મારા સ્કૂલ/કોલેજના સહાધ્યાયી અને શિક્ષકઓની હાલની પરિસ્થિતિ એમની પ્રગતિ જાણવાની ઈચ્છા, તાલાવેલી થઈ. તો ૧૯૯૩ માં મેં મારી હાઈસ્કૂલ સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા, પેટલાદના હેડક્લાર્ક શ્રી. રમણભાઈ સી. મેકવાનનો (જે મારા સમયે પણ એજ જગ્યાએ હતા) સંપર્ક કર્યો અને મારી ઈચ્છા વ્યક્ત કરી કે ૧૯૯૭ માં મારા એસ.એસ.સી. વર્ગને ૨૫ વરસ થતા હોવાથી એક સ્નેહ-મિલન સમારંભ રાખવો. તેમને પણ આ વિચાર ગમ્યો. મારા બે સહાધ્યાયીઓનો (ફિલીપ પરમાર અને લલિતા સામયન) મારે સંપર્ક હતો તો એમને આ વાત જણાવી તો તેઓ પણ રાજી થયા. બધા સહાધ્યાયી અને શિક્ષકગણના સરનામા કે ફોન નંબર મેળવવાની જવબદારી આ ત્રણ જણે સ્વિકારી. અમારી પાસે ચાર વરસનો સમય હતો છતાં પણ અમે સફળ ના થઈ શક્યા એનું બહુ દુઃખ થયેલું અને હજુ છે.
 
આજની તારીખમાં ફોન, સેલ ફોન, ઈમેલ કે સોસિયલ નેટવર્કથી બધા એકબીજાના સંપર્કમાં રહી શકે છે અને રોજબરોજની એકબીજાની જીંદગીથી વાકેફ રહી શકે છે. છતાં પણ એકબીજાના હાથ પકડી કે છાતી સરસા ચાંપીને મળવાનો લહાવો તો અલગ જ હોય છે. તો આ જ ભાવના ઉમરેઠ, ગુજરાતથી દૂર સ્કોચ પ્લેઈન્સ, ન્યુ જર્સીમાં રહેતા અને સેન્ટ ઝેવિયર સ્કૂલ ઉમરેઠના ૧૯૮૯ ની સાલના ધોરણ ૧૦ ના ભૂપપૂર્વ વિદ્યાર્થી શ્રી. અલય બી. પટેલને થઈ આવી. તો તેમણે સ્કૂલનો સંપર્ક કરી હાલના પ્રિન્સિપાલ ફાધર ટોનીનો સંપર્ક કર્યો. અને એમની રજામંદી મેળવી એ સમયના પોતાના સહાધ્યાયી અને હાલમાં નિવૃત્ત થયેલા શિક્ષકગણનો સંપર્ક કર્યો અને બધાને પોતાના કુટુંબ સહિત હાજર રહેવા આમંત્રણ મોકલી આપ્યું. જુઓ સ્નેહ ટપકતી એ આમંતણ પત્રિકા.
 
જુલાઈની ૧૫ તારીખે ૨૨ વરસ પછી મિત્રો અને શિક્ષકોને મળવાનો આનંદ બધાએ માણ્યો. લગભગ ૯૫% હાજર રહી શક્યા હતા. આ સમયે ૧૯૮૯ માં જે પ્રિન્સિપાલ હતા તે સ્વ. સિસ્ટર જોહાનાને પણ યાદ કરી એમને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ આખા કાર્યક્રમનું વિચાર-બીજ ભાઈ અલયના દિમાગમાં રોપાયું અને એને પરિપૂર્ણ કર્યું. અને બધાનો સંપર્ક કરી આમંત્રણ પત્રિકા મોકલી અને ઉદાર દિલે આ આખા કાર્યક્રમનો ખર્ચ પોતે ઉપાડી લીધો. શ્રી. અલયભાઈને ખૂબ ખૂબ અભિનંદન.
 
ઉમરેઠના યુવા પત્રકાર અને ‘આપણું ઉમરેઠ’ બ્લોગના સંચાલક મારા બ્લોગર-મિત્ર શ્રી. વિવેક દોશીએ સરદાર ગુર્જરીમાં (જુલાઈ ૧૮ ૨૦૧૨) આપેલો પોતાનો અહેવાલ.
 
શ્રી અલયભાઈએ તૈયાર કરેલ આ પ્રસંગના પિક્ચર આલ્બમને જોવા માટે અહીં ક્લિક કરો.          

15th Holy Family Church International Festival – September 16, 2012

Please mark the date in your calendar September 16, 2012 for the 15th International Festival organized by Holy Family Church, Union City. Mrs. Rita & Kirit Jakaria are the parish member of this church. We the Gujarati Catholics have enjoyed so many holy mass in Gujarati in this church thanks to Rita & Kirit Jakaria. Please contact Mr. Kirit Jkaria if you are interested to perform in this Festival.

 

 

Please find below some pictures from year 2010 and 2011 provided by Julius Caesar.

 

[wppa type=”slide” album=”6″ align=”center”]Any comment[/wppa]

 

 [wppa type=”slide” album=”5″ align=”center”]Any comment[/wppa]

અમેરિકાના વિવિધ શહેરોમાં ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ગુજરાતી ખ્રિસ્તીઓનું યોગદાન.

ઓગષ્ટની ૧૨ તારીખે ઈઝલિન અને એડિસન ન્યુ જર્સી ખાતે છેલ્લા બે વરસથી પોતાના દેશ પ્રત્યેની લાગણી એટલી ઊભારાઈ આવી છે કે એક જ જગ્યાએથી ભારતના સ્વાતંત્ય દિવસની બે પરેડ નિકળે છે. જ્યારે ભારતને સ્વતંત્રા મળી ત્યારે મૂળ ગુજરાતના ભારતીય લોખંડી પુરુષ શ્રી. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતભરના જુદાં જુદાં રાજ્યો (પરગણાં) ને એકત્ર કરવાની જવબદારી ખૂબજ કુનેહપૂર્વક નિભાવી હતી અને એક ભારતવર્ષની બુનિયાદ સ્થાપી હતી. એ જ ગુજરાતના અહીં આવી વસેલા અને નાના-મોટા વેપાર કરતા ગુજરાતીઓના પરાક્રમ તો અદાલત સુધી પહોંચ્યા લોકશાહી દેશના નિયમ પ્રમાણે બંન્ને પક્ષને છૂટ મળી અને સમાધાન માટે ચર્ચા-વિવાદ કરીને કોઈ સમાધાન ના સાધી શક્યા. આશા રાખીએ કે આવતા વર્ષે બધા ભેગા મળી એક જ પરેડનું આયોજન કરે. વંદે માતરમ.
આ બેમાંની એક પરેડમાં મારા પપ્પા સમાજ-સેવક અને સિનિયર સિટીઝનના લાભ માટેના પરામર્શક શ્રી. જોસેફભાઈ પરમાર.

 

[wppa type=”slide” album=”2″ align=”center”]Any comment[/wppa]

 

છેલ્લા ૩૨ વરસથી ન્યુ યોર્ક શહેરના મેડિસન એવેન્યુ પર ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે પરેડનું આયોજન કરવામાં આવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોશિયેશનના નેજા હેઠળ એનું આયોજન થાય છે. છેલ્લા થોડા વરસોથી ગુજરાત ક્રિશ્ચિયન ફેડરેશન ઓફ અમેરિકા આ પરેડમાં હિસ્સો લે છે. સંસ્થાના ચેરમેન શ્રી. લિનસ ટેલર પ્રમુખ રેવ. અનિલ પટેલ સ્વ.લમુએલ મર્ચન્ટ શ્રી. તુલસી માયલ શ્રી. સ્ટિવન બોરસદા અને સાથી મિત્રો આ પરેડમાં હિસ્સો લેતા રહ્યા છે.
નેશનલ એસોસિએશન ઓફ એશિયન ઈન્ડિયન ક્રિશ્ચિયન પણ આ પરેડમાં પોતાના ફ્લોટ સાથે હિસ્સો લે છે. રેવ. નિહેમિયા શ્રી. હેમાબેન પરમાર શ્રે કેતન ક્રિશ્ચિયન અને સાથી મિત્રો એમાં ભાગ લે છે.

 

[wppa type=”slide” album=”3″ align=”center”]Any comment[/wppa]

 

શિકાગોમાં નિકળતી ઈન્ડિયા ડે પરેડમાં છેલ્લા થોડા વરસોથી ઈન્ડિયન ક્રિશ્ચિયન ફેડરેશન ઓફ ધ મિડવેસ્ટ ના સભ્યો પોતાના ફ્લોટ સાથે હિસ્સો લે છે. રેવ. જોન રાઠોડ શ્રી. બાબુભાઈ વર્મા શ્રી. નૂતન ચૌહાણ સેમ ચૌહાણ અને સભ્યો આ વરસની પરેડમાં પણ હાજર હતા.

 

[wppa type=”slide” album=”4″ align=”center”]Any comment[/wppa]