સુપ્રસિદ્ધ સાપ્તાહિક “નવક્રાન્તિ” અને “ગરવી નવક્રાન્તિ” ના મુદ્રક, પ્રકાશક, માલિક અને તંત્રી શ્રી. રોબિન ધોળકીયાને થોડા દિવસ પહેલાં નાદુરસ્ત તબિયતના કારણે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર ના નિદાન દરમ્યાન ખબર પડી કે એમના હ્રદયનો એક વાલ્વ બરાબર કામ કરતો નથી. ડૉક્ટરની ચિકિત્સા બાદ એમને ઘેર જવાની રજા આપવામાં આવી છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે તેઓએ હમણાં પોતાની રોજિંદી કાર્યવાહી સ્થગિત કરી દીધી છે અને અત્યારે પોતાના નિવસસ્થાને આરામ કરી રહ્યા છે.
સાપ્તાહિકના સૌ વાચક-મિત્રો અને આ વેબસાઈટના મુલાકાતીઓને વિનંતી કે તેઓ શ્રી. રોબિનભાઈના સંપૂર્ણ સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે. આભાર!
પરમપિતા પરમેશ્વર શ્રી. રોબિનભાઈને જલ્દી સાજા ભલા કરી દે એવી વિનંતી પ્રભુબાપ સાંભળો અને સ્વીકાર કરો. આમીન.
ફાધર સુનીલ મેકવાન એસ.જે. આજે તા ૯ મી જન્યુઆરી ૨૦૧૩ ના રોજ અમેરિકાની સુપ્રસિદ્ધ માર્કેટ યુનીવર્સીટીમાં અંગ્રેજી વિષયે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રીના અભ્યાસ માટે અમેરિકા જશે. ફાધર સુનીલને બે વર્ષ પહેલા નવેમ્બરની ૨૭ ૨૦૧૦ ના દિવસે પુરોહિત દીક્ષા મળી હતી. તેમના અભ્યાસમાં સફળતા મળે એવી તેમને શુભેચ્છાઓ પાઠવીએ.
ફાધર વિલિયમ (કાકા)
Photo taken at the 75th birthday of Fr. William get together of the family members