Life has never been promised to be easy, and as we get older or go through accidents we sometimes have to go through certain medical procedures or even surgery. Some of these are minor fixes and some are extremely serious undertakings. In such a situation we need two things – an excellent medical team to perform the medical procedures and prayers – give these situations to God and trust in Him through it all.
Raajal Job, a young bright, intelligent girl was recently diagnosed with a brain tumor. She had a brain surgery and it was a success. But she is struggling to recover. The medical team did their job and now we need to do ours with our prayers. Please pray for her full and fast recovery.
Her mother and siblings Prashant, Amol and Sneha are on their way to Toronto from India, to be with Raajal, Sidhartha and Viraaj. Raajal married Sidhartha in 2012 and just gave a birth to Viraaj in June 2015.
તા. ૨૬ ડિસેમ્બર,૨૦૧૫ના શનિવારે “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ના ઉપક્રમે “નાતાલપર્વ”ની ભવ્ય ઉજવણી યોજાઈ હતી.સાંજના ૫:૦૦ વાગ્યે “સેન્ટ મેથ્યુસ એપોસ્ટલ ચર્ચ” ના હોલમાં સંસ્થાના સભાસદો તેમજ અગાઉ રજિસ્ટર થયેલા અનેક લોકો સહપરિવાર ઉત્સવનો આનંદ મેળવવા આવવા લાગ્યા હતા. હોલમાં મનને ગમી જાય તેવી આકર્ષક સ્ટેજ સજાવટ હતી. ‘અલ્પાહાર, ચા અને ઠંડાં પીણાં આરોગતાં હાજર સૌ હળતાં-મળતાં, “નાતાલ”ની શુભેચ્છા પાઠવતા આનંદ માણી રહ્યા હતા. છ સાડા છ વાગે તો ૩૫0 ઉપરાંત પ્રેક્ષકોથી ‘હોલ’ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
સોશિયલ સમયનો લ્હાવો મેળવતાં હાજર સૌ બહુ ઉત્સાહપ્રેરક હતા. સૌ પ્રથમ પ્રમુખશ્રી શાંતીલાલ પરમારની ગેરહાજરીમાં સંસ્થાના કારોબારી સભ્યશ્રી જગદીશ ક્રિશ્ચિયને સૌને ઉષ્માભર્યું સ્વાગત કરતાં ‘મેરી ક્રિસ્મસ’ની વધાઈ આપીને કાર્યક્રમનું સુકાન શ્રી કેતન ક્રિશ્ચિયનને સોંપતાં સૌએ તાળીઓના ગડગડાટથી તેઓને આવકાર્યા હતા. ભારતીય પ્રણાલિકા મુજબ દીપપ્રાગટ્ય માટે પાંચ ‘કેન્ડલ્સ-દિપ’ સળગાવવા સૌપ્રથમ સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી. જોસેફ પરમારને વિનંતી કરતાં તેઓશ્રીએ શાંતિના પ્રતિક તરીકે પ્રથમ જ્યોત સળગાવી ત્યારે સૌએ તાળીઓથી પોતાનો સહકાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ બીજી પ્રેમની ‘કેન્ડલ’ શ્રીમતી અનીતા ક્રિશ્ચિયને, ત્રીજી એકતાની ‘કેન્ડલ’ શ્રી શ્રેયસ મેકવાને, ચોથી ક્ષમાની ‘કેન્ડલ’ શ્રી મહેન્દ્ર મેકવાને અને પાંચમી આશાની મીણબત્તી સુશ્રી ફીલિસ ક્રીશ્ચિયને પ્રગટાવી ત્યારે દીપ પ્રગટાવ્યાના દર વખતની જેમ હોલ તાળીઓના અવાજથી ગૂંજી ઊઠ્યો હતો. બાદમાં શ્રી જોસેફ પરમારે સામાજિક સંસ્થાની જરૂર, “ગુ. કે. સ. ઓફ યુએસએ”ની વર્ષભર યોજાતી રચનાત્મક પ્રવૃત્તીઓ અને સમાજનાં પરિવારોને પરસ્પર મળવા હળવા માટે સંસ્થાના હેતુઓ ટૂંકમાં વર્ણવ્યા હતા. બાદમાં ‘મેટાચન ડાયોસીસ’ના ઈન્ડિયન/શ્રીલંકન એપોસ્ટોલેટ ના કોઓર્ડીનેટર ફા.એન્ટોનીએ શરૂઆતમાં પ્રાર્થના કરીને કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ‘મેટાચન ડાયોસીસ’ના ‘મલ્ટી-કલ્ચરલ મિનીસ્ટ્રીનાં ડાયરેક્ટર સીસ્ટર રૂથે પ્રોગ્રામના આરંભે હાજર રહીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી સૌને નાતાલ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. માનનીય સી. રૂથ બોલાર્તેના સૌજન્યથી આજના કાર્યક્રમ માટે હોલની વ્યવસ્થા થઈ શકી હતી. સંસ્થા તેમના ઋણી છે.
ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆર નાનાં બાળકો સલોની, આર્યન, અલાયના અને બ્રેક્ષ્ટન મેકવાન દ્વારા ‘નાતાલ સલામ’ અને ‘યે હોલી-જોલી, સાથે બીજાંગીતો રજૂ કરીને દર્શકોની દાદ મેળવી હતી. બાદમાં સંસ્થાના સભ્યો સર્વશ્રી જગદીશ, કેતન અને ઈલા ક્રિશ્ચિયન, રજની, અમિત, માનસી અને પૂર્વી મેકવાન, ફ્લોરેન્સ મેકવાન. એરિક લિયો, શ્રેયસ મેકવાન, નિલાક્ષી જકરિયા અને જોસેફ પરમાર દ્વારા નાતાલનાં કર્ણપ્રિય મધૂર ગીતો તથા શ્રી જગદીશ ક્રિશ્ચિયન અને શ્રેયસ મેકવાને “મંગલપાવનરાત” રજૂ કરીને શ્રોતાઓની તાળીઓના સ્વરૂપે શાબશી મેળવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમના દોરમાં જાણીતા સંગીતકારશ્રી પ્રકાશ પરમારે ફિલ્મી ગીતો રજૂ કરીને મનોરંજનનો બીજો દોર આરંભ્યો હતો, શ્રોતાઓએ જોરદાર તાળીઓથી તેઓને વધાવ્યા હતા. શ્રીમતી એન્જેલિના રાઠોડે ‘બોલીવુડ મિક્સ ધમાકા’ ઉપર જોરદાર ડાન્સ રજૂ કરીને તાળીઓના ભારે ગડગડાટથી દાદ મેળવી હતી. તરત જ ગિટારીસ્ટશ્રી રોબિન્સન રાઠોડે “બાતેંકૂછઅનકહીથી” રજૂ કરીને શ્રોતાઓને તેમની કલાનો રસ ચખાવ્યો હતો. પછીથી સંગીત વિશારદશ્રી લલિત ક્રિસ્ટીએ‘પરનીનેપહતાયતોકે’ટોનય’ અને ‘એકછોકરીને’, એવા બે રમૂજી ગીતોથી સૌને હસાવ્યા હતા. જ્યારે શ્રેયસ મેકવાને ‘ધન્યવાદ પ્રભુ’ ગરબો રજૂ કરતાં ગરબાના રસિયાં સ્ત્રી-પુરૂષો અને બાળક-બાળિકાઓએ ગરબે ઘૂમવાની મજા માણી હતી. ગરબે ઘૂમનાર સ્ત્રીઓને શ્રી જોસેફ પરમાર તરફથી ‘લ્હાણી’ વહેંચવામાં આવી હતી. બાદમાં શ્રી રાજ અને તેમના નાના પુત્ર આર્યન મેકવાને ‘યેકાલીકાલીઆંખેં’ રજૂ કરીને બોલીવુડની રંગત જમાવી હતી, જેને શ્રોતાઓએ તાળીઓથી દાદ આપી હતી. ઉદ્દઘોષકશ્રી કેતન ક્રિશ્ચિયન તેઓની આગવી શૈલીમાં ‘આઈટમ’ના આરંભ અને અંતમાં દર્શક/શ્રોતાઓને રીઝવીને કલાકારોને પ્રોત્સાહિત કરતા હતા. અને શ્રીમતી એન્જેલિના રાઠોડ સહુદ્દઘોષક તરીકે સાથ આપતાં હતાં.
સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ ધપાવતાં કુ. ઈરેના લિયો, ક્રિસ્ટીન ક્રિશ્ચિયન અને શેરોન મેકવાને બોલીવુડ મિક્સ ઉપર જોરદાર ડાન્સ રજૂ કર્યો હતો, જેમાં અવાર નવાર નેસ્ટર લિયો, રોની મેકવાન, એરિક ક્રિશ્ચિયન અને કેતન ક્રિશ્ચિયને ધમાકેદાર ‘એન્ટ્રી’ મારતાં દર્શકોની તાળીઓથી હોલ ગજવી દીધો હતો. બાદમાં કુ. રીની હેમિલ્ટને ‘તેરીગલિયાં’ ગાઈને શ્રોતાઓની દાદ મેળવી હતી. બાદમાં શ્રીમતી સપનાબેન ગાંધીના મહિલાગ્રુપે ‘ધન્યવાદ’ ગરબો રજૂ કરીને નાતાલનો માહોલ સર્જ્યો હતો. સૌએ તાળીઓની દાદ આપી હતી. ત્યારબાદ શ્રી અમિત અને પૂર્વી મેકવાને બોલીવુડ મેડલી રજૂ કરીને સંગીતના માધ્યમથી હોલ ગજવી દીધો હતો. બાદમાં શ્રી પ્રકાશ પરમારે હિંદી/ગુજરાતી ગીતો રજૂ કરીને સંગીતના ચાહકોને ખુશ કરી દીધા હતા. ડો. પાર્થ શર્માએ ‘ચાહૂંગામૈંતૂજે’ રજૂ કરીને તાળીઓની શાબાશી મેળવી હતી. ત્યારબાદ કુ. ઈરેના લિયો અને ક્રિસ્ટીન ક્રિશ્ચિયને ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની‘નું ‘પીન્ગા’ ઉપર ધમાકેદાર ડાન્સ રજૂ કરીને તાળીઓના ગડગડાથી દર્શકોની વાહવાહ મેળવી હતી. અને પ્રેક્ષકોના અતિ આગ્રહને માન આપી એની ફરી રજુઆત કરી હતી. શ્રીમતી અનીતા ક્રિશ્ચિયને ઈંગ્લીશ જોક્સ રજૂ કરીને માર્મિક હાસ્ય પૂરું પાડ્યું હતું. વધુ સમય થઈ જવાથી કેટલીક ‘આઈટેમો’ રદ કરવામાં આવી હતી.
બાદમાં વિરામ લેવાતાં ‘ડિનર’ની લિજ્જત માણતાં અને ઘણાં સમગ્ર પ્રોગ્રામની વાહવાહ અને શાબાશીના પ્રતિભાવ રજૂ કરતા અને અનેક પ્રેક્ષકો રજૂઆતની મહેનત માટે ધન્યવાદ આપતા હતા. ટીવી એશિયા અને ટીવી5 તરફથી સમગ્ર ક્રિસ્ટમસ પાર્ટીની વિડિયોગ્રાફી લેવાતી હતી. શ્રી કેતન ક્રિશ્ચિયને ઉદ્દઘોષક તરીકે પ્રોગ્રામની એકેએક રજૂઆતને જીવંત બનાવી હતી.
સ્વયંસેવકો તરીકે સર્વશ્રી કિરીટ અને જેમ્સ જકરિયા, એરિક લિયો, કલ્પેશ ક્રિશ્ચિયન મૌલિક પારેખ, નેસ્ટર લિયો, રોબિન રાઠોડ, દીપક પરમાર, જેક્શન ક્રિશ્ચિયન, રોની અને અનિલ મેકવાન, રોયસ મેકવાન, પાર્થ અને હર્ષ શર્મા, રોનાલ્ડસન મેકવાન વગેરેએ સ્વૈછિક સેવાઓ આપીને સંસ્થાને અમૂલ્ય સહકાર આપ્યો હતો. રસોઈ પીરસવાની સેવા ઈલા ક્રિશ્ચિયન, રીટા અને નિલાક્ષી જકરિયા, ફ્લોરેન્સ મેકવાન, માનસી અને પૂર્વી મેકવાન, અનીતા ક્રિશ્રિયન, ડો, મીના ક્રિશ્ચિયન, ફિલીસ ક્રિશ્ચિયન, મિનાક્ષી શર્મા સાથે નાની બાળકીઓ અલાયના અને સલોનિ વગેરેએ “ફૂડ કેટરર ’શ્રીમતી કોકી રસેલની દેખરેખમાં ખૂબ સહકાર આપ્યો હતો. ટીવી એશિયા અને ટીવી5 ઉપરાંત વિડિયોગ્રાફી શ્રી. કલ્પેશ ક્રિશ્ચિયન, રોની મેકવાન, મૈલિક પારેખ અને નેસ્ટર લિયોએ, જ્યારે ફોટોગ્રાફી શ્રી નિરજ ગામડિયાએ સંભાળી હતી.
સાઉન્ડ સીસ્ટમ શ્રી રાજ અને અમિત મેકવાનના સૌજન્યને આભારી હતી. ‘ઓરકેસ્ટ્રા’ જાણીતા સંગીતકારશ્રી રોબીન રૂબેનની આગેવાનીમાં સર્વશ્રી શ્રેયસ મેકવાન,દિપક સીસોદિયા, નેલ્સન નીલ, પ્રકાશ પરમાર, જોય અને પપ્પુભાઇ(પર્સી ફ્રેન્ક)એ સૂર-તાલની સેવાઓ આપીને સંસ્થાને અમૂલ્ય સહકાર આપ્યો હતો. એક/સવા કલાકના ભોજન સેશન બાદ આ જ સંગીત ગ્રુપે ગરબાની રમઝટથી હોલ ગજવી દીધો હતો. હોલની બેઠક વ્યવસ્થાને ગરબા ગાવાની અનુકૂળતા મુજબ મોકળાશ કરવામાં સ્વૈચ્છિક સેવકોએ મૌલિક પારેખની આગેવાની હેઠળ ત્વરિત કામ ઉપાડી લીધું હતું. શ્રી શ્રેયસ અને એડ્રીઅન મેકવાન સાથે રાજ અને અમિત મેકવાન, જગદીશ અને કેતન ક્રિશ્ચિયને ‘લાઈવ ગીતો’ ગાઈને ગરબાને સતત ઘૂમતો રાખ્યો હતો. કોઈ ગરબો બંધ કરવાના ‘મૂડ’માં નહોતાં. છતાં રાતના ૧:૦૦ વાગે સનેડો અને ભાંગડા ગાઇને શ્રી પ્રકાશ પરમાર, શ્રેયસ મેકવાને ભારે રંગત જમાવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર સૌને શ્રી જોસેફ પરમાર તરફથી આકર્ષક ‘ટ્રોફી’ અર્પણ કરવામાં આવી હતી. શ્રી જગદીશ ક્રિશ્ચિયને આભાર દર્શન કરતાં નાતાલ ઉત્સવ સંપન્ન થયો હતો ત્યારે રાત્રીના ૨:૦૦ વાગ્યા હતા. સમગ્ર હોલની સાફસૂફી અને સ્વચ્છતા કરતાં સવારના ૪:૩૦ કલાકે સંસ્થાના કાર્યકતાઓ વિદાય થયા હતા.
The event was covered by TV Asia and TV5. Please find below the broadcast of the glimpse of the program on TV Asia – Community roundup on December 29, 2015. Please see it for yourself.
TV Asia is the first Information and entertainment channel for the South- Asian community in North America. The network was founded in April-1993, by legendary Indian movie star Amitabh Bachchan. In 1997 as part of a restructuring the network, a well-known entrepreneur and community leader H.R. Shah, took TV Asia and grew it to what it is today, A channel that focuses on the Indian community within the US and a medium that reaches out to the masses and brings them under the umbrella of culture, tradition and family. HR Shah’s backing, resources and the fact that he is based in the U.S., gave TV Asia a huge boost, making it the premier South- Asian network in North America.
We are thankful to Mr. H.R. Shah, Ms. Gayathri Pnadey and Mr. Bhupnedra Raja Bhatty (for recording the video)
The videos of individual performances will be uploaded on GCSofUSA’s Facebook page very shortly.
Please watch the brief highlight of the 2015 Christmas celebration organized by “Gujarati Catholic Samaj of USA” on TV Asia, Please tune in to TV Asiathe only Indian TV channel at 7:30PM ET for Community roundup program.
TV Asia is the first Information and entertainment channel for the South- Asian community in North America. The network was founded in April-1993, by legendary Indian movie star Amitabh Bachchan. In 1997 as part of a restructuring the network, a well-known entrepreneur and community leader H.R. Shah, took TV Asiaand grew it to what it is today, A channel that focuses on the Indian community within the US and a medium that reaches out to the masses and brings them under the umbrella of culture, tradition and family. HR Shah’s backing, resources and the fact that he is based in the U.S., gave TV Asiaa huge boost, making it the premier South- Asian network in North America.
We are thankful to Mr. H.R. Shah, Ms. Gayathri Pnadey and Mr. Bhupnedra Raja Bhatty (for recording the video)