All posts by admin

કમ્યુનીટી ડેવેલોપમેન્ટ સોસાયટી (સીડીએસ) ના વાર્ષિક દિનની ઊજવણી – ઓક્ટોબર ૨૧, ૨૦૧૨

 

કમ્યુનીટી ડેવેલોપમેન્ટ સોસાયટી (સીડીએસ) આણંદ પાધરીયામાં આવેલી એક જાણીતી અને આગવા પ્રકારની એન જી ઓ છે. શ્રી મનોજ મેકવાન એના પ્રણેતા છે. આ સંસ્થા નાત-જાત-ધર્મ કે સંપ્રદાયનો ભેદ રાખ્યા વિના જરૂરિયાતમંદો વંચિતોની સેવા કરે છે. હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ કે જેમને વધુ અભ્યાસની તકો મળી નથી તેમને માટે આ સંસ્થા ટૂકાગળાના તાલીમ કાર્યક્રમો-કોર્સનું આયોજન કરે છે ને એ રીતે આવી યુવતીઓને કમાણીનું સાધન આપે છે. આજે પ્રસ્તુત કમ્યુનીટીમાની કેટલીયે યુવતીઓ તાલીમ લઈને કમાતી થઇ છે અને સ્વમાનભેર જીવે છે. આ સંસ્થા દ્વારા ગરીબ વિસ્તારો-ઝૂપડ પટ્ટીઓમાં બાલવાડીઓ ચલાવે છે જેમાં આ સંસ્થામાં તાલીમ લીધેલી યુવતીઓ સેવા આપે છે.

 

સંસ્થા પ્રતિ વર્ષ જર્મની દેશ સાથેની યુવતીઓ સાથે મળીને એક્ષ્ચેન્જ કાર્યક્રમો ગોઠવે છે ને અહીંથી આ ગરીબ યુવતીઓને એક કે બે માસ માટે જર્મની મોકલે છે આજ સુધીમાં કેટલીયે હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓને આનો લાભ મળ્યો છે. સીડીએસ સંસ્થાની આ એક મોટી ઉપલબ્ધિ છે.

 

 
પ્રતિ વર્ષ સંસ્થા તેનો વાર્ષિક દિન ઉજવે છે જેમાં યુવતીઓના વાલીઓ ને માબાપો હોંશભેર ભાગ લે છે. ચાલુ સાલે આણંદ ટાઉન હોલમાં આ દિનની ઉજવણી થઇ હતી. સ્ટેજ પર આવીને પોતાની વિવિધ આવડતો પ્રેક્ષકોને બતાવી આપવાની તેમને માટે આ એક સોનેરી તક છે જે સંસ્થા તેમને પૂરી પાડીને તેમનામાં સ્વમાન જગવે છે. મુસ્લિમ યુવતીઓને તો આનાથી ઘણું સ્વમાન જાગે છે. વાર્ષિક દિનની આગવી વિશિષ્ટતતા તો એ છે કે વિવિધ કોમ ને ધર્મની યુવતીઓ સાથે મળીને આ કાર્યક્રમ કરે છે ને પ્રેક્ષકોમાં આ બધી ક્મ્યુનીટીના લોકો હાજર હોય છે.

 

 
કોમી સંવાદિતાનું આનાથી બીજું ઉમદા ઉદાહરણ કયું હોઈ શકે? મનોજભાઈ પોતે ખ્રિસ્તી છે ને તેમના દ્વારા આ પ્રકારની ઉમદા પ્રવૃત્તિ થાય છે એ ગૌરવની વાત છે. સાચેજ મનોજ એક અનુકરણીય ઉદાહરણ સહુને આપી રહ્યા છે. શ્રી મનોજભાઈ તથા તેમના સહુ કાર્યકરોને આપણાં હાર્દિક અભિનંદન ! અને આણંદ તથા અન્ય સ્થળોએ વસતા બીજા ખ્રિસ્તીઓ પણ આવી હિતકારક પ્રવૃતિઓ શરૂ કરીને ભગવાન ઇસુનો પ્રેમ તથા ભાઈચારાનો સંદેશ બધે ફેલાવે એવી અપેક્ષા રાખીએ!
-ફાધર વિલિયમ (રિશ્તા)

 

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત ફાતિમાના દેવાલય નો યાત્રા-પ્રવાસ ઑક્ટોબર ૨૮, ૨૦૧૨

 

ગુ. કે. સ. ઓફ યુસએ યોજીત ફાતિમાના દેવાલયની યાત્રા-પ્રવાસનું આયોજન કરેલ છે, જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

 

તારીખ – ઑક્ટોબર ૨૮ ૨૦૧૨ –  રવિવાર

 

સ્થળ:  World  Apostolate of  Fatima,  674 Mountain  View Road East, Washington , NJ 07882

 

           Website: http://www.wafusa.org/

 

સમય: સવારના ૧૧ થી ૧૧:૧૫ સુધીમાં ઉપર જણાવેલા સ્થળ પર હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા ride દ્વારા સમયસર આવવા વિનંતી.

 

          સવારના ૧૧:૩૦ વાગે પવિત્ર ગુલાબમાળાની ભક્તિ (in The Blessed Sacrament Chapel , lower level)
           બપોરના ૧૨ વાગે પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ (in The Blessed Sacrament Chapel , lower level) અને

 

ખ્રિસ્ત યજ્ઞ બાદ ભોજન. દરેકે  પોત પોતાનું ભોજન લાવવાનું રહેશે.

 

ભોજન બાદ ગીફ્ટ શોપની મુલાકાત

 

વાતાવરણ/હવામાન કેવું હશે? Washington , NJ 07882 ના તે દિવસના હવામાન માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

 

             https://jagadishchristian.com/wp-content/uploads/2012/10/From-Entrance-gate-to-church.pdf

 

Direction માટે તમારા GPS મા આ સરનામું નાખો: 674 Mountain  View Road East, Washington , NJ 07882 . જે તમને મુખ્ય કોમ્પ્લેક્ષના પ્રવેશદ્વાર સુધી લાવશે. ત્યારબાદ નીચેની લિન્ક સાથે બીડેલ ગૂગલ મેપની pdf ફાઈલનો ઉપયોગ કરી દેવાલય સુધી આવો. (Just follow the arrow signs –> –> from “Entrance gate ” ).

 

ગૂગલ મેપની પીડીએફ ફાઈલ

 

યાદ રહે: આ ખૂબજ મોટો વિસ્તાર છે. જો ભૂલા પડશો તો બહુ જ ઓછા લોકોને તમે પૂછી શકશો. ખુલ્લા દેવાલયની ટોચે પવિત્ર મારીઆનું મોટા કદનું  પુતળું છે જ્યાં તમારે પહોચવાનું છે.

 

 

બધાને મળવાની અપેક્ષા સહ,

 

આભાર,
શાંતિલાલ પરમાર, પ્રમુખ – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

શાંતિ નિકેતન હાઈસ્કૂલ, ઝંખવાવ ખાતે ૧૧ ના છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન.

 

શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 


સુરત જીલ્લાના આદિવાસી વિસ્તારના ઊંડાણનાં ઝંખવાવ ગમે આવેલી આ શાળા આદિવાસી કિશોર કિશોરીઓનાં ભણતર માટે એક વરદાન રૂપ છે. શાળાનું જાહેર પરીક્ષઓનુ પરિણામ લગભગ સો ટકા હોય છે. આ શાળામાંથી આજ સુધીમાં સેંકડો આદિવાસી વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓ ભણીને ઉચ્ચ શિક્ષણ લઈને જીવનમાં પ્રગતિ કરી છે. શાળામાં અનેકવિધ પૂરક પ્રવૃતિઓ દ્વારા જીવન ઘડતર થાય છે ને એ રીતે આવતીકાલના દેશપ્રેમી અને સામાજિક નિસબત ધરાવતા નાગરીકો ઘડાય છે. રમત ગમત ક્ષેત્રે પણ શાળાનું પ્રદાન અનોખું છે. આધુનિક પાદ્ધાત્તિથી અંગ્રેજી શીખવવામાં આવે છે. શાળામાં દ્રશ્ય શ્રાવ્ય પ્રોગ્રામો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે ને તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. શાળાનો સ્ટાફ બહુ જ નિષ્ઠા પૂર્વક સેવા બજાવે છે જે શાળાની સફળતા પાછળનું રહસ્ય છે.

 

 
તા ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમ્યાન રિશ્તા સંસ્થા દ્વારા ધો ૧૧ નાં છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને કલમ રૂપી શક્તિશાળી હથિયાર તેમના હાથમાં મૂકવામાં આવ્યું હતું જેથી તેમને નડતી સમસ્યાઓ સામે તેઓ પોતાનો અવાજ ઉઠાવે ને પોતાના વિસ્તારની સુખાકારીની જવાબદારી અદા કરે.

 

ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કાર્ય શાળાનું સંચાલન કર્યું હતું.
શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ