All posts by admin

ગાંધી વિચારમંચ, વિદ્યાનગર ખાતે પીઢ ગાંધીવાદી શ્રી. નારાયણ દેસાઈનું પ્રવચન.

ગાંધી વિચારમંચ – વિદ્યાનગર


વિદ્યાનગર તો એક બીજું ઓક્ષફર્ડ છે. અહીં માત્ર ગુજરાતમાંથી જ નહિ સારા ભારતમાંથી અને વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એમાંના મોટા ભાગના ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો અહીં રહેતા ને ભણતા હોય છે. એ વરસો દરમ્યાન તેમને ગાંધીજી વિષે કંઈક જાણવાનું મળે અને તેમના જીવનમાં ગાંધી વિચારસરણી અને ગાંધી મૂલ્યોનો સંચાર થાય એ શુભ ધ્યેયને વરીને અમે કેટલાક મિત્રોએ વિદ્યાનાગરમાં ગાંધી વિચારમંચ સ્થાપવાનો વિચાર કર્યો. અમારા વિચાર અંને નિર્ણયને બધેથી ઘણો આવકાર મળ્યો. એના ઉદઘાટન માટે ગાંધીજીના ખોળામાં રમેલા એવા પીઢ ગાંધીવાદી શ્રી નારાયણ દેસાઈને વિનંતી કરી કે તેઓ આવે ને મંચનું ઉદઘાટન કરી ઉપસ્થિત યુવાનો અને યુવતીઓને પ્રેરણાત્મક ઉધ્બોધન કરે. તેઓને અમારો વિચાર બહુ જ ગમ્યો અને અમારું આમંત્રણ સ્વીકારી વિદ્યાનગર પધારી યુવા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને પ્રેરણા મળે અને ગાંધીજી વિષે તેમના અભ્યાસકાળ દરમ્યાન વધુ જાણે અને તેમની વિચારસરણી જીવનમાં અપનાવે એવું બહુ જ પ્રેરણાત્મક પ્રવચન આપ્યું. ગાંધી વિચારમંચ સાથે જોડાયેલા મિત્રો આ મંચ દ્વારા યુવાવર્ગને વિદ્યાનગર છોડે તે પહેલા ગાંધી મૂલ્યોનું ભાથું બાંધી આપવા ઈચ્છે છે.

 

 

 

‘જનપથ’નું વાર્ષિક અધિવેશન – સપ્ટેમ્બર ૨૯ ૨૦૧૨

 ‘જનપથ’નું વાર્ષિક અધિવેશન    

 

‘જનપથ’ ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓનું નેટ વર્ક છે. તેની સાથે લગભગ ૨૦૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે. ૨૫ સાલ પહેલાં તેની સ્થાપના થઇ હતી. ફાધર વિલિયમ તેના સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી છે. ‘જનપથ’ ગ્રાસરૂટ પર કામ કરતી નાની નાની સંસ્થાઓ તથા કર્મશીલોને પ્રોત્સાહન તથા ટેકો આપી તેમને સબળ અને અસરકારક બનાવે છે તથા વિવિધ બાબતે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તા 29 સપ્ટેમબરે ગુજરાત વિદ્યાપીઠમાં  તેની વાર્ષિક સામાન્ય સભા યોજાયી હતી જેમાં અન્ય રાજ્યોમાંથી નિમંત્રિત કરેલા કર્માંશીલોએ માહિતી અધિકાર, અન્ન સુરક્ષા ધારો, જંગલ જમીન પર આદિવાસીઓનો અધિકાર વિશેની તેમની કામગીરી, મુશ્કેલીઓ તથા વિવિધ અનુભવો વિષે રસપ્રદ માહિતી પીરસી સહુને પ્રોત્સાહિત કર્યા  હતા.

 

ભગવાન ઈસુએ માનવ્બંધુની જે સમજ   આપી છે તેને અપનાવી લઇને  ફાધર વિલિયમ જરૂરીયાત મંદો માટે કામ કરતા સહુની સાથે સહકાર આપે છે ને તેમની સંગાથે રહીને સેવા કરે છે. એટલે તો   તેઓ આ પ્રકારના નેટવર્કમાં જોડાયેલા છે ને બધે સ્વીકાર્ય બન્યા છે. તેમને પોતાના સાંપ્રદાયિક માળખામાં ભરાઈ રહીને કામ કરવું ગમતું નથી.પરંતુ ગરીબ-પીડિત-વંચિત માટે કામ કરતા શુભ ભાવનાવાળા સહુ કોઈની સાથે મળીને લોકસેવા કરવી  ગમે છે ને એવો અભિગમ તેમણે અપનાવ્યો છે. આપના સહુ કેથોલિક માતાવ લામ્બીઓ પણ એવો અભિગમ અપનાવે તો આપણને બીજાઓ તરફથી ઘણું માન મળશે એવું તેમનું માનવું છે કારણ એવો તેઓએ અનુભવ કર્યો છે.