Tag Archives: Lucy Larcom

PLANT TREES FOR A SUSTAINABLE FUTURE – Guardian Angels Foundation

PLANT TREES FOR A SUSTAINABLE FUTURE – Guardian Angels Foundation.

PLANT TREES FOR A SUSTAINABLE FUTURE – Not only plant A Tree but Watch It Grow!!

Even before the world realized the problems with the environment, Lucy Larcom wrote a beautiful poem “Plant a tree” (before 1893). Please read it below:

Plant a tree – Lucy Larcom

દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૫ જૂન નો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોની વાવણી અને તેનો ઉછેર કરવાની ઉત્કંઠા બધે જ જોવા મળે છે. આપણા ભારત દેશમાં ૨૦૦ કરોડ વૃક્ષોની જરૂર છે. લોકોએ વૃક્ષારોપણની સમસ્યા સરકારના માથે છોડી દીધી છે. વૃક્ષોનુ વાવેતર, ઘડતર, માવજત જરૂરી છે. વૃક્ષ વાવ્યા ના વરસ પછી એ વૃક્ષની હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ જોગવાઈ કે નિયમ જરૂરી છે એવું નથી લાગતું? હમણાં જ ગુજરાત સમાચાર માં આવેલો આ લેખ વાંચીને ચિંતા થાય એ સ્વાભાવિક છે.

Gujarat Samachar12 Jul 2024

એથી જ આજ પંખી, બહુ ખુશખુશાલ છે;
ઉપવનમાં એનું વૃક્ષ, હવે રાજ્યપાલ છે.
– સુનીલ શાહ

ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન દ્વારા જૈતુન વાડી પ્રોજેક્ટ પંચવર્ષીય વૃક્ષારોપણ યોજનાનો આરંભ

ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન (USA) દ્વારા જૈતુન વાડી પ્રોજેક્ટ “પંચવર્ષીય વૃક્ષારોપણ યોજના” નો આરંભ કરવામાં આવ્યો. જૈતુન વાડી પ્રોજેક્ટ યોજના હેઠળ ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન દ્વારા આગામી ૫ વર્ષમાં  કુલ ૫૦૦ ઓલિવ ટ્રી રોપવાનું ધ્યેય રાખવામાં આવેલ છે. જેમાંથી ચાલુ વર્ષે ૧૪૫ ઓલિવ ટ્રી નું રોપણ કરવાનું આયોજન કરેલ છે. આ ઓલિવ/જૈતુન પ્લાન્ટ ઇઝરાયેલથી મંગાવવામાં આવ્યા છે. ગાર્ડિયન એન્જલ પ્રેસિડેન્ટ શિલ્પાબેન મકવાણા તથા પાસ્ટર વી.કે મકવાણા (USA) અને પરિવાર તેમજ સંસ્થાના સર્વ વ્હાલાઓનો આ કાર્ય માટે આભાર. શાંતિ અને એકતાના પ્રતિક સમા ઓલિવ ટ્રી રોપવાની યોજનાનો આરંભ ઈશ્વર કૃપાથી ગંગા ડેરી ફાર્મ CDS રાવળાપુરા આણંદ ખાતે ૨૭/૬/૨૪ ના રોજ કરવામાં આવ્યો. જો કોઈએ આ સેવામાં જોડાવું હોય કે સંસ્થા તથા  જૈતુન વાડી પ્રોજેક્ટ વૃક્ષારોપણ યોજના વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે help@GuardianAngels.Foundation ઇ-મેલ ઉપરથી સંસ્થાનો સંપર્ક કરવા નમ્ર વિનંતી.

વૃક્ષારોપણનો આ પ્રોજેક્ટ અને એમાંય આ ઓલિવ વૃક્ષની પસંદગી ખરેખર દાદ અને ધન્યવાદને પાત્ર છે. ફરી આવતા વરસે આ યોજના હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમ પહેલાં આ વરસે રોપેલા ૧૪૫ ઓલિવ ટ્રી ના હયાતી, ઉછેર અને તંદુરસ્તીનો અહેવાલ રજૂ કરશો એવી અપેક્ષા.

Guardian Angels Foundation is a 501c3 nonprofit organization.

Our mission is to cultivate a sustainable future through three core pillars: Environmental stewardship, women’s empowerment, and educational enrichment.

Driven by our values of environmental sustainability, gender equality and education for all, we strive to create a world where communities thrive harmoniously with nature, women and girls are empowered agents of change, and education catalyzes progress and prosperity.

Join us in planting seeds of change, nurturing communities, and growing a brighter future together.

Guided by Faith, embracing Psalm 91:11 ‘For He will command his angels concerning you to guard you in all your ways.’

Nurturing the future: Inspiring olive tree planting initiative

Planting olive trees, symbolizes the growth of love, compassion, and spirituality. Spreading love and harmony is a beacon of hope.

With faith and determination, fostering a culture of peace and understanding.

ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન (USA) દ્વારા જૈતુન વાડી પ્રોજેક્ટ ના નેજા હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં ઓલિવ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું એના પિક્ચર્સ………………..

Olive tree planting – year one 2024