Category Archives: Community Events

ઉમરેઠના પૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ-મિલનનો પ્રવાહ વેગ પકડી રહ્યો છે.

umreth011813

 

આ સ્નેહ-મિલનની શરૂઆત કરનાર અને એના વિષે ઓગસ્ટ 2012 માં રજૂ કરેલ સમાચાર ને ફરી વાગોળો.

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત કાર્યક્રમમાં રજૂ કરેલ એક ગીતને માણો.

લગભગ ૨૦-૨૨ વરસ પછી ફરી એકવાર મેં મંચ પર ગીત ગાયું  છે. 

તો જુઓ-સાંભળો અને માણો. આપની ટીકા અને ટેકો આવકાર્ય છે.

 

 

વાદ્યવૃંદ:
કીબોર્ડ – શ્રેયસ મેકવાન
ગીટાર – રોબિનસન રાઠોડ
વાયોલિન – ડો. રોબિન ક્રિશ્ચિયન
નાલ – અમિત મેકવાન
બોન્ગો – રોડ્રીક ક્રિશ્ચિયન
સાઉન્ડ એન્જિનિયર – રાજ મેકવાન
વિફિયોગ્રાફર – એલેક્ષ રાઠોડ
ગાયકવૃંદ – જગદીશ ક્રિશ્ચિયન, જોસેફ પરમાર, ઈલા ક્રિશ્ચિયન, નિલાક્ષી જકારીયા, રાજ મેકવાન, કેતન ક્રિશ્ચિયન, એરિક લિયો, નીલા લિયો, માનસી મેકવાન, જ્યોત્સના રાઠોડ, ફ્લોરા મેકવાન, રીટા જકારીયા.

 

263373_457705014277078_2141193356_n

 

જુઓ અને માણો આ કાર્યક્રમ દરમ્યાન રજૂ થયેલા ગીતો અને નૃત્યની લાક્ષણિક તસવીરોનું આલ્બમ

 

[wppa type=”slide” album=”12″ align=”center”]Any comment[/wppa]

 

આ કાર્યક્રમ દરમ્યાન બીજા ઘણા ગીતો, નૃત્ય વગેરે રજૂ થયેલા તે જોવા માટે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ની વેબસાઈટની મુલાકાત લો.

 

અથવા સમાજના ફેસબુક પેજ પર પણ તમે જોઈ શકો છો. નીચે લિ ન્ક આપી છે.

 

https://www.facebook.com/#!/pages/Gujarati-Catholic-Samaj-of-USA/107981172582799

એક પ્રેરણાદાયક વિસ્મરણીય ઘટના!

smitajoseph-pushpaben

 

તા ૨૮ ડિસે. શુક્રવારે, તા ૨૬-૭-૨૦૦૫ ના રોજ ( લગભગ આઠ વર્ષ પહેલાં) એક ગોઝારા અકસ્માતનો ભોગ બનેલી અને ત્યારથી જ કોમામાં સરી પડેલી એક આશાસ્પદ યુવતી સ્મિતાનું અવસાન થયું હતું. તા. ૩૦ મી રવિવારે તેની શોકસભા હતી. સ્મિતાના માબાપ જોસેફભાઈ અને પુષ્પાબેન શોકમય આગળ બેઠાં હતાં. આ માબાપે અને તેમાંય ખાસ કરીને તો મા પુષ્પાએ  પોતાની પથારીવશ પુત્રીની લાંબાં આઠ વર્ષ સુધી અખૂટ ધીરજ ને અખૂટ પ્રેમથી સંભાળ લીધી, ચાકરી કરી. એ વરસો દરમ્યાન પુત્રીની માને ઘરે જ રહેવું પડ્યું. વાર તહેવારે કે સામાજિક પ્રસંગોએ બધાને બહાર જવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે પણ સ્મિતાની માને એ બધાનો ત્યાગ કરવો પડ્યો અને પોતાની બીમાર પુત્રીની ચાકરી કરવા ઘેર રહેવાની ફરજ પડી જે એમણે રાજ્ખુશીથી નિભાવી. હું આ શોકસભામાં હાજર હતો ને સ્મિતાના માબાપના ચહેરાને સતત નિહાળતો હતો. સ્મિતાની માના ચાહેરાએ મને મા એટલે કોણ  એનું  ત્યારે મને ભાન કરાવ્યું ને સાચી સમજ આપી. વિકટ સંજોગો અને દુસહ્ય પરિસ્થિતિમાં મા જ એને પહોચી વળે. મા ઈશ્વરનું કેવું સુંદર, અદભુત સર્જન છે એ આજે હું સમજ્યો.

 

દિલ્હીમાં તાજેતરમાં સામુહિક બળાત્કાર અને હિંસાના બનાવથી નાગરિકોમાં પ્રગટેલો આક્રોષ આપણે જોયો. મહિલા આદર અને મહિલા સન્માનની માંગણી કરતા અવાજો આપણા કાને પડ્યા છે. દોષિતો માટે કડકમાં કડક સજાની કાયદાકીય જોગવાઈની માંગણીના નારાઓ  આપ્ણે ગાજતા  સાંભળ્યા. મહિલાઓનું સમાજમાં ગૌરવ સચવાતું નથી એનાથી આપણે સભાન બન્યા છીએ. આવા માહોલમાં એક ખ્રિસ્તી મા પોતાની પુત્રી- કે જે લગભગ મૃ:તપાય હતી છતાં તેને મરી ગયેલી માનીને તેની અવગણના કર્યા વિના ભારે પરિશ્રમ ઊઠાવીને અખૂટ  પ્રેમથી કાળજી લે અને મહિલા એટલે કોણ, મા તરીકેની સ્ત્રીની ભૂમિકા કેવી હોય તેનું એક પ્રેરણાત્મક અનુકરણીય ઉદાહરણ આપણ સહુને આપ્યું છે. આવાં માબાપો ને આવી માતાઓની આજે તાતી જરૂરિયાત છે. શબ્દો કે ઉપદેશ કરતાં જીવંત ઉદાહરણ અસરકારક બને છે. સ્મિતાને ઈશ્વર પિતા એમના સાન્નિધ્યમાં સદાય વસાવે એવી પ્રાર્થના કરીએ ત્યારે સ્મિતાના સેવાભાવી માતાપિતા પુષ્પાબેન તથા જોસેફભાઈ ને પણ આપણ સહુને સેવાનો અનુકરણીય નમુનો પૂરો પાડ્યો એ બદલ અભિનંદન પાઠવીએ.

Fr. william

 

સ્મિતાબેનના ફ્યુનરલના થોડા પિક્ચર કનુભાઈએ મોકલ્યા હતા જે નીચે જોઈ શકો છો.