Tag Archives: Gujarati Catholic Samaj of USA

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ આયોજીત નાતાલ ૨૦૧૩ ની જોરદાર ઉજવણી

akila

“નાતાલ-૨૦૧૩”ની ભવ્ય ઉજવણી!

 

“ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ના ઉપક્રમે તા. ૨૮ ડીસેમ્બર, ૨૦૧૩ના રોજ ગુજરાતી “ખ્રિસ્તયજ્ઞ” સાથે ક્રિસ્મસ ઉજવણી રાખવામાં આવી હતી. “Guardian Angeles Church”, 37 Plainfield Ave, Edison, NJ ખાતે સાંજના ૫:૩૦ કલાકે ગુજરાતી કેથલિક પરિવારોએ પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં ભક્તિભાવે ભાગ લીધો હતો. વિદ્વાન ફા. સુનિલ મેકવાન અને ફા. એન્થનીના વરદ હસ્તે યજ્ઞ અર્પણ વિધિમાં સૂર-તાલ સાથે સમુહમાં પ્રવેશગીત, શાસ્ત્રપાઠો દરમ્યાન વિષયાનુરૂપ સ્તુતિગાનમાં સૌ ભક્તજનોએ ઉત્સાહથી સહકાર આપ્યો હતો. શાસ્ત્રવાચન ઉપર ફા. સુનિલ મેકવાને ઇંગ્લીશ અને ગુજરાતીમાં બાળઈસુના જન્મને માનવજાતને અમુલ્ય ભેટ ગણીને ઉદાહરણો સાથે પ્રભુના પ્રેમની ભેટ સ્વીકારવા કહ્યું હતું. પ્રભુની આ ભેટ સમજીને જીવનના કપરા પ્રસંગોમાં પ્રભુને તરછોડવાની ભૂલ ન કરવા અનુરોધ કર્યો હતો.

      

“ખ્રિસ્તયજ્ઞ” સંપન્ન થયા બાદ ચર્ચને જોડતા વિશાળ હોલમાં ક્રિસ્મસ પાર્ટીના કાર્યક્રમમાં સૌ જોડાયા હતા. પરસ્પર હળતાં-મળતાં સૌ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં ખુશ જણાંતાં હતાં. સંસ્થાનાં સભ્ય શ્રીમતિ કોકીલા રસેલે  હોલના રસોડામાં ઉતારેલા ગરમ ગરમ સ્વાદિષ્ટ ગોટા સાથે ચટણી-મરચાં અને  ગરમ ચાની સૌ લિજ્જત માણતાં હતાં. વિશાળ સ્ટેજ પર મ્યુઝીક સીસ્ટમ ગોઠવાતી હતી. બાળકો, યુવક-યુવતિઓ અને યુગલો સાથે વડીલો ખુશખુશાલ હતા. દીપા પ્રાગટ્ય માટે પાંચ દીવડા પાંચ મહાનુભવોના હસ્તે પ્રગાટાવતાં  તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઊઠ્યો હતો. પ્રથમ પ્રકાશની જ્યોત માન.ફા. સુનિલ મેકવાનના હસ્તે, દ્વીતિય પ્રેમની જ્યોત શ્રીમતિ થેરેસાબેન લિયોના હસ્તે, તૃતીય શાંતિની જ્યોત શ્રીમતિ રેગીનાબેન પરમારના હસ્તે, ચતુર્થ ક્ષમાની જ્યોત મુરબ્બી ગેરશોમ ટેલરના હસ્તે અને પંચમ એકતાની જ્યોત શ્રીમતિ સપના ગાંધીના હસ્તે પ્રગટાવીને સંસ્થાએ વડીલોને પુષ્પથી સન્માનિત કર્યા હતા. 

      

સંસ્થાના ખાસ મહેમાનો સર્વશ્રી ફા. સુનિલ મેકવાન, Diocese of Metuchen, NJ)ના ફા. એન્થની એરોકિયાડોસ્સ (Indian & Sri Lankan Apostrolate), સીસ્ટર રૂથ બોલાર્ટે (I. H. M. Director)નો શ્રી જગદીશ ક્રિશ્ચિયને પરિચય આપીને કાર્યક્રમ માટે ચર્ચ અને હોલ મેળવી આપવા બદલ આભાર માન્યો હતો. ત્યારબાદ કોમ્યુનીટીના મહાનુભવો રેવ. અનિલ પટેલ, ડો. હેમા પરમાર, ગુ. ક્રિ. ફેડરેશન ન્યુ જર્સીના ચેરમેનશ્રી અનિલ મેકવાન, યુવાન કાર્યકર વિપુલ મકવાણામનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ વ્યક્તિગત આભાર માનીને સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી. ફા. એન્થની મેટાચન ,ન્યુ જર્સી ડાયોસીસના એશિયન ડીરેક્ટર તરીકે સભાને શુભેચ્છા પાઠવીને માનનીય બિશપ સાહેબ ૨૦૧૪ના વર્ષમાં સમગ્ર ભારતીય-અમેરિકન કેથલિક પરિવારો માટે ભવ્ય ખ્રિસ્તયજ્ઞાનું આયોજન કરાવાના હોવાની ઘોષણાને સૌએ ભારે તાળીઓથી વધાવી હતી.

     

મનોરંજનનો દોર આગળ ચાલતાં કુમારી સલોની અને અલાયના મેકવાને “Holi joly Christmas”-ક્રિસ્મસ કેરોલ સોન્ગ રજૂ કરીને સૌની દાદ મેળવી હતી. સંસ્થાના ગાયકવૃંદએ ‘ક્રિસ્મસ કેરોલ’નાં ગીતો સંભળાવ્યાં હતાં. ગાયકવૃંદમાં સર્વશ્રી રજની અને અમિત મેકવાન, કેતન ક્રિશ્ચિયન, એરિક લિયો અને જોસેફ પરમાર સાથે મહિલાઓમાં ઈલા ક્રિશ્ચિયન, નિલાક્ષી જખાર્યા, પૂર્વી અને માનસી મેકવાને પોતાના કંઠે સ્વર આપીને તાલની સંગત કરી હતી. વાજિંત્રવૃંદમાં કી-બોર્ડ પર સેમ્સન રૂબેન, ડ્રમ અને ઓક્ટોપેડ પર દીપક સીસોદિયા, નેલ્સન નીલ ઢોલક પર, કોંગો પર ડેનિસ પરમાર, રોબીન રાઠોડ ગિટાર પર  અને તબલા પર રૂઝવેલ્ટ ક્રિસ્ટી સાથે હાર્મોનિયમ પર જગદીશ ક્રિશ્ચિયને સૂર-તાલનો રંગ જમાવ્યો હતો.

    

શ્રી સંજય પરમારે રમૂજી ટુચકા સાથે રમૂજી કવ્વાલી રજૂ કરીને સૌને હસાવ્યા હતા. કુ. શર્લિન પરમારે “રંગ દે” ફિલ્મીગીત પર મનોરંજક નૃત્ય રજૂ કરીને સૌની શાબાશી મેળવી હતી. કુ. ક્રિસ્ટીન અને સિડની ક્રિશ્ચિયન સાથે કુ. ઈરેના લિયોએ “ચીંગમ ચબાકે” અને “નગારા સંગ ઢોલ” ગીતો પર દીલધડક નૃત્ય રજૂ કર્યું હતું, જેમાં શ્રી કેતન ક્રિશ્ચિયને ધમાકેદાર એન્ટ્રી મારીને ડાયનેમિક પર્ફોર્મંન્સ આપીને સૌને સરપ્રાઈઝ આનંદ પૂરો પાડ્યો હતો. સૌ હાજરજનોએ તાળીઓના ગડગડાટથી હોલને ગજવી દીધો હતો. યુવાન દંપતી પૂર્વી અને અમિત મેકવાને બે ‘ડ્યુએટ’ ગીતો “છૂપ ગયે સારે નઝારે” અને “વાદા કર લે સાજના” રોમેન્ટિક મૂડમાં રજૂ કરીને રંગત જમાવી હતી.જ્યારે રજની મેકવાને “નજરનાં જામ છલકાવીને” ગુજરાતી ગીત અને હિન્દી સોન્ગ “દેખા જો તુજે યાર”  અનોખા અંદાજમાં રજૂ કર્યું હતું. નેલ્સન પરમારે કવ્વાલી રજૂ કરીને સભાની દાદ મેળવી હતી. જાણીતા ગાયક શ્રી.કમલેશ પટેલે “જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે” ગીત રજૂ કરીને સભાજનો ને ખુશ કરી દીધાં હતાં

    

૭:૩૦થી ૯:૩૦ના સમયમાં મનોરંજન માણીને “બોમ્બે એક્સ્પ્રેસ”ના સ્વાદિષ્ટ ભોજનની સૌએ મઝા માણી હતી. ત્યારબાદ ગરબાનો માહોલ શરૂ થયો હતો. નાતાલના ગરબામાં બાળકો, કિશોર-કિશોરીઓ, યુવા વર્ગ અને બેનો અને ભાઈઓ ઉમંગભેર જોડાયાં હતાં. રજની અને અમિત મેકવાન, મહેશ રોય, કેતન, જગદીશ ક્રિશ્ચિયન, નોએલ ક્રિશ્ચિયન અને નિલાક્ષી જખાર્યા ગરબા ગવડાવતા સૌ જોરદાર રીધમમાં ગરબે ઘૂમતાં હતાં. ગરબા ગાવાની શ્રેષ્ઠતા અનુસાર પાંચ વિજેતાઓ પસંદ કરવા નિર્ણાયક તરીકે શ્રીમતી સપનાબેન ગાંધી હતાં પણ કોઈને તેની જાણ નહોતી. ગરબા ‘નોન-સ્ટોપ’ ગવાતાં હોલમાં ગરબે ઘૂમનારા અવનવી લચક અને સ્ટાઈલ રજૂ કરતા હતા, તે દર્શકોને પણ આનંદ થતો હતો. ગરબા સાથે દાંડીયાના તાલે ખેલૈયાઓએ મઝા માણી હતી. ગરબા અને દાંડિયારાસ રાતના ૧ વાગ્યા સુધી રમાયા હતા. ત્યાર બાદ ડાન્સ અને ભાંગડા અને સનેડોમાં સૌ મન મૂકીને ભાગ લીધો હતો. ગરબાના પાંચ વિજેતાઓ ઈરેના લિયો, સિડની ક્રિશ્ચિયન, નિલમ પરમાર, રોની મેકવાન અને એરિક ક્રિશ્ચિયનને મુરબ્બી ગેરશોમ ટેલર તરફથી દરેકને રોકડ ઈનામો આપવામાં આવ્યાં હતાં.  

          

શ્રી મહેંદ્ર અને સ્ટેલ્લા પરમારે આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને સામાજિક કાર્યકરશ્રી જોસેફ પરમારની સેવાઓની સરાહના કરતાં શાલ ઓઢાડીને તેઓનું સન્માન કર્યું હતું. શ્રી. કેતન ક્રિશ્ચિયને પ્રેરણાત્મક વિચારો સાથે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. મ્યુઝીક સીસ્ટમ શ્રી રજની અને અમિત મેકવાન બંધુઓએ સ્પોન્સર કરીને સંસ્થાને સહયોગ આપ્યો હતો. હોલની બેઠક વ્યવસ્થા રસોઈ પીરસણ અને હોલ અને કીચનની સફાઇમાં બહેનો-ભાઈઓએ સહકાર આપ્યો હતો. બસો ઉપરાંતની સંખ્યામાં હાજરજનોને સમગ્ર કાર્યક્રમ પ્રશંસનીય લાગ્યો હતો. શ્રી એરિક લિયોએ આભારદર્શન વિધિમાં સૌના સહકારની સરાહના કરી હતી.

માહિતી સૌજન્ય: જોસેફ પરમાર, ફોટોગ્રાફી: દિનેશ પરમાર અને વિડીયોગ્રાફી: શ્રી. અશોક રાઠોડ  

 

Please click here to read the report published on AKILA.COM
AKILA.COM report in PDF format.

 

ગુજરાતી પવિત્ર ખિસ્તયજ્ઞ દરમ્યાન લેવાયેલ પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.
સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત – દીપ પ્રાગટ્ય વખતના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.
નાતાલ ના આનંદગીતો – Christmas Carols – By Joseph Parmar & family.
Holly Jolly Christmas – By Saloni & Alayana Macwan
Dance Performance –  By Sherlyn Parmar
Song Performance – By Raj Macwan
Song Performance – By Purvi & Amit Macwan
Stand Up Comedy – By Sanjiv Paul
Dance Performance – By Irena Leo, Christine & Sydney Christian
Kavvali Performance – By Nelson Parmar
Song Performance by Mr. Kamlesh Patel.
Garba – Sanedo – Dance at Christmas Celebration.

 

Please visit again for video coverage. Thanks.

                                            

Please mark your calendar(s) and be sure to attend our Christmas celebration – GCSofUSA

GCSofUSA2013Christaminv-new

If anyone wants to perform or participate in the entertainment program!
 
Please send us an email with details to: executives@gcsofusa.org
 
 
All the events of Gujarati Catholic Samaj of USA are always without any entrance fees. We always find sponsors to finance any and all events.
 
Please send us an email if you are interested in a sponsorship for this event : executives@gcsofusa.org

 

ફા. વર્ગિસ પૉલના વરદ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” નું સફળ આયોજન

 

“પવિત્ર ખ્રિસ્તયજ્ઞ”નું સફળ આયોજન

       “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ના ઉપક્રમે તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૧૩ના શનિવારે ગુજરાતથી પધારેલ ફા. વર્ગિસ પૉલના વરદ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં ખ્યાતનામ નામ, એટલે “સવાયા ગુજરાતી” ફા. વર્ગિસ! ગુજરાતી કેથલિક પરિવારો બપોરના બે કલાકે “અવર લેડી ઓફ માઉન્ટ કાર્મેલ ચર્ચ”, વુડબ્રીજ, ન્યુ જર્સીના સ્થળે ૪૫ ગુજરાતી લોકપ્રિય પુસ્તકોના સર્જકના હસ્તે અર્પણ થનાર ‘પરમપૂજા’માં હાજરી આપવા પધાર્યાં હતાં.

 

       “આજ પ્રભુના માનમાં ગાઓ” સમૂહગીત તાલસૂરે રેલાતાં પવિત્ર ખ્રિસ્તયજ્ઞનો આરંભ થયો હતો. અમેરિકામાં ટૂંકા રોકાણ દરમ્યાન સ્વપરિચિત ઘણાં પરિવારો મધ્યે ગુજરાતીમાં પ્રભુની પૂજા કરવાની તક મળી તે માટે પ્રભુનો આભાર માનતાં ફા. વર્ગિસે સૌને મીઠો આવકાર આપ્યો હતો.

 

ધર્મસભા, વિશ્વનો પુરોહિત અને સાધ્વીગણ, વિશ્વશાંતિ અને સૌ સુખી રહે તેવી આરાધના સાથે પ્રભુને સમૂહયાચના કરવામાં  આવી હતી. પ્રથમ શાસ્ત્રપાઠ અંગ્રેજીમાં કુ. સ્ટેફની ક્રિશ્ચિયને વાંચી સંભળાવ્યા બાદ “એવું દે વરદાન” ભક્તિગાનમાં સૌ જોડાયા હતા. બીજો શાસ્ત્રપાઠ શ્રી એલેક્ષ રાઠોડે ગુજરાતીમાં વાંચી સંભળાવ્યો હતો, તે “પ્રભુનો જયજયકાર” ગાન ભક્તિભાવે  ગાઈને, પુરોહિતના મુખે આજનો શાસ્ત્રપાઠ આજનો શાસ્ત્રપાઠ સાંભળવા સૌ નમ્રભાવે પ્રભુમય બની રહ્યા હતા. આજના શાસ્ત્રપાઠ અંગે ઉપદેશાત્મક વક્તવ્ય આપતાં વિદ્વાન પુરોહિતશ્રીએ આપણાં જીવનમાં પ્રભુએ કરેલા ઉપકારો બદલ પ્રભુનો આભાર માનવા અંગે સમજ આપી હતી. પ્રભુ ઈસુએ દસ કોઢિયાઓને સાજા કર્યા હતા, તેમાંથી એક જ ઈસુનો આભાર માનવા આવ્યો હતો. બીજા નવ ક્યાં હતા? આપણે કઈ બાજુ છીએ? આપણા એક દિવસ દરમ્યાન પ્રભુ આપણને દોરે છે, આપણને સહાય કરે છે, આપણાં કામોને સફળ બનાવે છે. આ બધા માટે આપણે પ્રભુનો આભાર માનતાં શીખીએ.

 

પ્રભુને રોટી અને દ્રાસાસવ અર્પણ કરાવાની વિધિ દરમ્યાન “અર્પણ કરું શું તને” સમૂહગીતના ભાવમાં સૌ દોરવાયા હતા.  ધન્યભાવથી પરમ પવિત્ર “ખ્રિસ્તપ્રસાદ” સ્વીકારવા સમયે “ઓ ખ્રિસ્તના આત્મા” ભાવવાહી રીતે સમુઃહમાં અતિ કર્ણપ્રિય રહ્યું હતું. અંતે આશીર્વાદ મેળવીને “ઈસુજી દૂર કરો અંધારાં” સમૂહગાનથી પરમ પૂજા સંપન્ન થઈ હતી. હાર્મોનિયમ પર શ્રી. જગદીશ  ક્રિશ્ચિયનને તબલાં પર શ્રી. હિતેશ મેકવાન, ઢોલક પર શ્રી. રજની મેકવાને સંગત આપી હતી.

 

“ખ્રિસ્તયજ્ઞ” બાદ ફા. વર્ગિસનું પુષ્પ્ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પહેલાં સંસ્થાના પ્રમુખશ્રી શાંતિલાલે ફા. વર્ગિસનો પરિચય આપતાં તેઓ સાથેનાં જૂનાં સ્મરણો રજૂ કર્યાં હતાં. સો ઉપરાંત વર્ષોથી પ્રકાશિત માસિક “પાવન હૃદય દૂત”ના તંત્રી તરીકે “સવાયા ગુજરાતી” ફા. વર્ગિસે સામયિકને નવો ઘાટ આપવાની કુનેહને બીરદાવી હતી. સન્માનના જવાબમાં ફા. વર્ગિસે સૌને સમૂહમાં મળવાની તક અને અમેરિકામાં ગુજરાતીમાં પવિત્ર “ખ્રિસ્તયજ્ઞ” અર્પણ કરવા બદલ આભારની લાગણી દર્શાવી હતી. “સવાયા ગુજરાતી” તરીકે પોતાના વતન કેરાલામાં સ્વજનો સાથેની વાતચીતમાં ગુજરાતી શબ્દો આપોઆપ પ્રયોજાય છે, જે અંગે થતી રમૂજથી સૌ ખડખડાટ હસ્યાં હતાં. પોતાનું લોકપ્રિય “ઈસુ-મારી-તમારી નજરે” પુસ્તક દરેક પરિવારને ભેટ તરીકે આપ્યું હતું. સન્માન વિધિનું સુપેરે સંચાલન કરતાં શ્રી. કેતન ક્રિશ્ચિયને ઓક્ટોબર ૧૨, નો દિવસ સ્વ.સુશીલા પરમારના જન્મ દિન તરીકે યાદ આપાવી હતી. આ દિવસ શ્રી હિતેશ મેકવાનનો જન્મદિન હોઈ સૌએ સમૂહમાં શુભેચ્છા પાઠવી હતી. નવિનતમ રજૂઆત કરતાં શ્રી કેતનભાઈએ હાજર રહેલાંમાં જેઓનો જન્મદિન ઓક્ટોબર ૨૦૧૩ દરમ્યાન આવતો હતો, તે સૌને ફાધર વર્ગિસના વરદ હસ્તે ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છા પાઠવી હતી.

 

બાદમાં ચર્ચ પાસેના હોલમાં ગરમાગરમ મેથીના ગોટા અને જલેબી અલ્પાહાર તરીકે આરોગતાં ફા. વર્ગિસ સાથે વાતચીત અને ફોટા-સેશનનો સૌએ લાભ લીધો હતો. ઓક્ટોબર ૧૧નો દિવસ શ્રી જીગર રાઠોડનો જન્મદિન હોઈ તેઓના પરિવાર તરફથી જન્મદિનની કેક કાપવાની વિધિમાં ઓક્ટોબરમાં જન્મદિન હતો તે સૌ જોડાયાં હતાં. “હેપી બર્થ ડે ટુ યુ” અને “બાર બાર દિન યે આયે”નાં સમુહ શુભેચ્છાગાનથી હોલમાં આનંદની છોળો ઉછળી રહી હતી.

 

ફા. વર્ગિસ “કેથલિક ઈન્ફર્મેશન સર્વિસ સોસાયટી”-CISS-ના મંત્રી અને ખજાનચી તરીકે સેવા આપે છે. દર વર્ષે આ સંસ્થાના હેવાલમાં વાર્ષિક નાણાંકીય હિસાબ પણ પ્રસિધ્ધ કરવામાં આવે છે. વ્યક્તિગત દાનના ફા. વર્ગિસના અસ્વીકારથી સ્વૈચ્છિક રીતે CISSને સહાય કરવાની હિમાયતથી કેટલાંક પરિવારોએ CISSને ચેકથી દાન આપવાની ઉદારતા દાખવી હતી. સમગ્ર પ્રસંગ ખુશી-પ્રસન્નતામાં સંપન્ન થયો હતો.

 

–માહિતી સૌજન્ય: જોસેફ પરમાર, ફૉટા: કેતન ક્રિશ્ચિયન,
            વિડિયોગ્રાફી: ફ્રાન્સિસ મેકવાન   

 

ખ્રિસ્તયજ્ઞ દરમ્યાન પાડેલા પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.

 

 

ખ્રિસ્તયજ્ઞ પછી સ્નેહમિલન સમયના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.

Please come and join us in celebration of Holy Mass in Gujarati by Fr. Varghese Paul S.J. – October 12, 2013

mass

 

Gujarati Catholic Samaj of USA invite all in faith to join us for the celebration of The Holy Eucharist

@

ourladyofmountcarmelchurchn

 

Our Lady of Mount Carmel Church

267 East Smith Street

Woodbridge, NJ 07095

 

Mass – sharp at 2:00 PM on Saturday, October 12, 2013

 

Get-together 3:00 PM to 4:30 PM

 

Fr.VarghesePaul
Fr. Varghese Paul S.J.