Tag Archives: Gujarati Catholic Samaj of USA

The news of the Gujarati Mass celebrated on August 17 made it to the Newsletter of Metuchen Diocese Multi-Cultural Ministries

Please click on the picture to read the Newsletter
Please click on the picture to read the Newsletter

 

Please visit the website of Multi-Cultural Ministries, Diocese of Metuchen, NJ.

FR. VARGHESE PAUL TO GIVE A KEY NOTE ADDRESS IN THE ICOM WORLD CONGRESS IN PANAMA

FR. VARGHESE PAUL TO GIVE A KEY NOTE ADDRESS IN THE ICOM WORLD CONGRESS IN PANAMA

Fr.VarghesePaul  

Fr. Varghese Paul, SJ is invited to give a key note address in the World Congress of International Christian Organization of the Media (ICOM). The World Congress theme is “CHALLENGES AND RESPONSIBILITIES AMIDST GLOBALIZATION AND DIGITALIZATION”. The Congress will be held in Panama City in Central America from Sept 28 to Oct. 6, 2013.

 

Fr. Varghese will speak on the topic “Challenges and Responsibilities of Journalists in Our Globalized and Digitalized World”. He has prepared his speech for a PowerPoint presentation. He has been associating with the International Catholic Union of the Press (UCIP) from 1980 when he first time attended the 12th World Congress at Rome. In the Congress Fr Varghese was elected a Council Member of the international body.

 

Fr. Varghese was also a keynote speaker in the last 24th World Congress which was held in Ouagadougou, the capital city of Burkina Faso in North West Africa.  He was in the organizing team when the 16th World Congress was held successfully in New Delhi in 1986.

 

Fr. Varghese has actively participated in the activities of the international body. He has attended 10 World Congresses and many more world assembles and also conducted seminars and workshops in some Asian and African countries. He has visited 34 countries in the past first for his studies and then for attending international meetings, assemblies and giving seminars and workshops.

 

The international body UCIP has given him two international awards. He is now the only Honorary Life-time Member from India of the International Catholic Union of the Press (UCIP). Fr. Varghese has 45 books to his credit including 4 in English, 2 in Malayalam and 39 in Gujarati. Some of his books have gone into second and third editions. Two of his books are also being translated into Hindi.

 

We are proud of Fr. Varghese. Fr. Varghese is planning to visit NY/NJ area from October 06, 2013 to October 12, 2013. Anybody wants to meet Fr. Varghese or invite him for lunch/dinner etc. during his stay here in NJ, please contact Mr. Victor Macwan. Gujarati Catholic Samaj of USA is planning to organize a Mass in Gujarati by Fr. Varghese on Saturday, October 12, 2013 in the afternoon. Exact time and place will be published very soon. Please visit again.  

Pilgrimage to The National Centre for Padre Pio – સંત પાદરે પીઓ ના યાત્રાધામની મુલાકાત.

PadrePio092113

 

સંત પાદરે પીઓની વાર્ષિક ઉજવણીના  વિક એન્ડ નીમેતે, ગુ. કે. સમાજ ઓફ યુ. એસ. એ. વતી સર્વે મિત્રોને જણાવવાનુ કે તા 21/9/2013 (શનિવાર) ના રોજ પાદરે પીઓ, બાર્ટો, પેન્સીલ્વાનીયા જાત્રાધામની મુલાકાત લેવાનું આયોજન કરેલ છે જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

 

સ્થળ: Our Lady of Grace Chapel & Padre Pio Spirituality Center, 111 Barto Road, Barto, PA 19504

 

સવારના 11 વાગતા સુધીમાં હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા  ride દ્વારા સમય સર આવવા વિનંતી.

 

સવારના 11 થી 12ની વચ્ચે જાત્રાધામની મુલાકાત

 

બપોરે 12 વાગે મહાદેવદુત સંત માયકલનું સરઘસ

 

સરઘસ બાદ ગઝીબો નીચે ભોજન( દરેક જણે પોત પોતાનું ભોજન જાતે લાવવાનું રહેશે) જે વહેલા પહોંચે તેમને ગઝીબો પર જગ્યા રોકવા વિનંતી.

ભોજન બાદ પાદરે પીઓ મ્યુઝીયમ અને ગીફ્ટ શોપની મુલાકાત, ફોટો ફંકશન અને છેલ્લે ગૃહ પ્રયાણ.

 

વધુ વિગત માટે જાત્રાધામની વેબ સાઈટ જુવો: http://www.padrepio.org/Centre/Events.aspx

 

હવામાન કેવું હશે ?  http://www.weather.com/weather/today/Barto+PA+19504:4:US

 

બધાને આ જાત્રામાં જોડાવવા અનુરોધ કરું છું અને તમે પણ તમારા મિત્ર મંડળ/કુટુંબીજનોને આગ્રહ કરવા વિનંતી

 

સર્વને મળવાની અપેક્ષા સહ,

 

શાંતિલાલ પરમાર,

પ્રમુખ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

GCSofUSAlogo

 

Fr. Sunil Macwan, S.J. said thank you to all of us – the members of Gujarati Catholic Samaj of USA

Fr. Sunil Macwan, S.J.  flew back to Milwaukee on August 22, 2013. He sent me an email of his safe arrival to his place. The next day he called me up to tell me that he is so thankful to all of us for inviting him. And he was so happy that he was able to celebrate a Gujarati mass with us. He is thankful to all of them who invited him for lunch/dinner. He is thankful to all them who took him to various places for sight-seeing. He said he would love to visit us again.

 

We the member of Gujarati Catholic Samaj of USA are thankful to Fr. Sunil Macwan S.J., Sr. Ruth Bolarte, IHM  and five member delegation from Gujarati Catholic Diaspora, Canada for their participation in our community.

 

Please find below some pictures taken by our friends from Canada while having lunch before the Gujarati Mass.

ગુજરાતીમાં “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ”નો અનોખો અવસર – ઓગસ્ટ ૧૭, ૨૦૧૩

ગુજરાતીમાં “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ”નો અનોખો અવસર

GCSofUSA-Gujmass081713

     “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ના ઉપક્રમે ઓગષ્ટ ૧૭, ૨૦૧૩ને શનિવારે “ભારતના સ્વાતંત્ર્ય દિન” અને “માતા મરિયમના ઉદગ્રહણ”ના બેવડાં પર્વો નિમિત્તે ગુજરાતી ‘પવિત્ર માસ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્કોસીન સ્ટેટમાં ઉચ્ચ અભ્યાસાર્થે આવેલા ગુજરાતી ફા. સુનિલ મેકવાનના વરદ હસ્તે “ખ્રિસ્તયજ્ઞ” વિધિમાં ભાગ લેવાનો આ અનેરો અવસર હતો. બપોરના બે વાગે “અવર લેડી ઓફ માઉન્ટ કાર્મેલ ચર્ચ, વૂડબ્રીજ, ન્યુ જર્સી મુકામે ગુજરાતી કેથલિક કુટુંબો પોતાનાં બાળકો સાથે આવીને મળવાહળવાનો આનંદ મેળવતાં હતાં. ખાસ તો “ડાયોસિસ ઓફ મેટાચન”, ન્યુ જર્સીની “મલ્ટીકલ્ચરલ મિનિસ્ટ્રીનાં ડાયરેક્ટર માનનીય સીસ્ટર રૂથ બૉલર્ટેએ હાજરી આપીને સંસ્થાને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત કેનેડાસ્થિત “ગુજરાતી કેથલિક ડાયસ્પોરા” ટોરન્ટોના પાંચ ગુજરાતી કેથલિક પ્રતિનિધિઓ તરીકે આ અવસરે હાજરી આપવા આવેલા સર્વશ્રી. મધુરમ મેકવાન, કિરીટ પરમાર, શશીકાન્ત પટેલિયા, રાજેશ મેકવાન અને પોલ મેકવાનને મળવાની પણ મનગમતી તક સાંપડી હતી. તેઓ પાંચેય વતન-ગુજરાતની જૂની યાદો તાજી કરાવે તેવી ઓળખ ધરાવતા હતા.

“આજ પ્રભુના માનમાં ગાઓ” પ્રવેશગીત, સૂરતાલ સાથે સમૂહમાં ગવાતાં, ભક્તિભાવે ૭૦થી વધુ ધર્મજનો પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં જોડાયા હતા. ફા. સુનિલ મેકવાને પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં સૌને આવકારીને યજ્ઞવિધિમાં સૌને ભાગ લેવા ક્ષમાયાચના માટે દોરીને પ્રભુની દયા માગી હતી. “ગગનમાં પ્રભુનો જયજયકાર” સમૂહગાન પછી કુ. વૈભવી મેકવાનના પ્રથમ “બાઈબલવાચન” બાદ “એવું દે વરદાન પ્રભુજી” ભાવવાહી ગીત ગાવામાં અવ્યું હતું. શ્રી શશીકાન્ત પટેલિયાએ દ્વિતીય બાઈબલવાચન સંભળાવ્યા પછી સમૂહમાં ”હાલ્લેલુયા” ગીત ગાઈને આજનું બાઈબલવાચન ફા. સુનિલે સંભળાવીને આત્મિક બોધમાં કહ્યું હતું કે, આજે મંગલપર્વો નિમિત્તે પવિત્ર માતા મરિયમ સૌ સ્ત્રીઓમાં ઉત્તમ સ્ત્રી તરીકે પ્રભુ ઈસુનાં જનેતા બન્યાં હતાં. પ્રભુએ માતાને બક્ષેલા ગૌરવ બદલ આપણે માતા મરિયમને સન્માન આપીએ છીએ. ભારત સ્વાતંત્ર્ય દિન ઉજવે છે અને લોકતંત્રના લાભો મેળવીએ છીએ, ત્યારે આપણે આત્મિક સ્વતંત્રતા માટે પણ વિચારીએ.

 

સમૂહમાં શ્રધ્ધાઘોષણા અને “પવિત્ર પવિત્ર પવિત્ર તમે” ગીત ગાઈને યજ્ઞવિધિ આગળ વધતાં અર્પણગીત “અર્પણ કરું શું તને” સમૂહગીતમાં તાલસૂરે ભક્તિભાવમાં સૌ જોડાયા હતા. “પરમપિતા હે અમારા” ગીત અને પરસ્પર શાંતિપ્રદાન કરતાં સમૂહમાં ભાઈચારાનો માહોલ સર્જાયો હતો. “પવિત્ર ખ્રિસ્તપ્રસાદ” સ્વીકારતાં “મા મરિયમ તું સવાર છે” ગીત માતા મરિયમના સન્માનમાં સમૂહમાં ગવાયું હતું. “હે ખ્રિસ્તના આત્મા” ધીરગંભીરભાવે ગાવામાં ભક્તિમાં સૌ એકચિત્ત થઈ ગયા હતા. અંતિમ આશીર્વાદ પામીને “હે જગજનની, હે દયામયી” ક્લાસિકલ ગાન સૌએ ભક્તિના રંગે તરબોળ  અહોભાવે ગાયું હતું. હાર્મોનિયમ પર શ્રી જગદીશ ક્રિશ્ચિયન, તબલા પર યુવાન કલાકાર હિતેશ મેકવાન, ઢોલક પર શ્રી અમિત મેકવાન, અને મંજીરાં પર શ્રી કેતન ક્રિશ્ચિયને સંગત આપી હતી. ગાયકવૃંદમાં સર્વશ્રી રજની અને અમિત મેકવાન સાથે નિલાક્ષી જખાર્યા અને ઈલા ક્રિશ્ચિયન અગ્રેસર રહીને સમૂહને પ્રોત્સાહિત કર્યા હતા.

 

પવિત્ર ખ્રિસ્તયજ્ઞ બાદ સન્માનવિધિ કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શ્રી. કેતન ક્રિશ્ચિયને  સંભાળ્યું હતું. સમાજની ભાવિ પેઢી ના હસ્તે ફા. સુનિલ મેકવાન, સી. સિસ્ટર રૂથ, સર્વશ્રી. મધુરમ મેકવાન, શશીકાન્ત પટેલિયા, કિરીટ પરમાર, પોલ મેકવાન, રાજેશ મેકવાન અને જોસેફ પરમારને પુષ્પગૂચ્છ અર્પણ કરવામાં આવ્યાં હતાં. સન્માનના જવાબમાં ફા. સુનિલે સૌ ગુજરાતી કેથલિકોને સમૂહમાં મળ્યા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. સી. રૂથે પોતાના ડાયોસીસમાં “ગુજરાતી-ઈન્ડિયન કેથલિકો” ને આટલી મોટી સંખ્યા સાથે ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લેતાં પોતાને આનંદ થયાનું જણાવી, ભવિષ્યમાં ‘મેટચન ડાયોસીસ’ સાથે સહકાર રાખવા અનુરોધ કર્યો હતો. કેનેડાના મહેમાનોમાંથી શ્રી રાજેશ મેકવાને ગુજરાતી કેથલિક ડાયસ્પોરાનો આરંભનો ટુંકો ઈતિહાસ વર્ણવ્યો હતો, જ્યારે શ્રી મધુરમે, તેમના સ્વ. પિતા શ્રી જોસેફ મેકવાનની ગુજરાતી કેથલિકોને આપેલી સેવાઓ યાદ કરીને તેમની સાહિત્યિક ગરિમાને સંભારી હતી.

 

સન્માનવિધિ બાદ ચર્ચ પાસેના હોલમાં હળવાં ખાણીપીણીને માણતાં વતનની અને કેનેડા અને અહીંની વાતોમાં, ફોટોમાં યાદોને કંડારતાં સૌને  મળવાહળવામાં સમય વીતાવ્યો અને એક યાદગાર પ્રસંગને માણ્યાના સંતોષ સાથે સૌએ વિદાય લધી હતી.

–માહિતી સૌજન્ય: જોસેફ પરમાર                                                              

 

આ પ્રસંગના છબીકાર – ક્રિસ્ટીન ક્રિશ્ચિયન

આ પ્રસંગના વિડિઓગ્રાફર – ફ્રાન્સીસ મેકવાન

 

ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ દરમ્યાન લેવાયેલ પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.

 

GCSofUSA081713
Please click on the picture to see more picture