Tag Archives: Fr. William

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, ખંભાતમાં રિશ્તા આયોજીત પત્રકારત્વ કાર્યશાળા

 khambhatschoolboard

 

તા ૧૧, ૧૨  ફેબ્રુઆરી દરમ્યાન સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કુલ, ખંભાતમાં રિશ્તા દ્વારા ધો ૧૧ નાં વિદ્યાર્થીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં ૬૦ છાત્રોએ ભાગ લીધો હતો. આ હાઈસ્કુલ ભાલ વિસ્તાર અને ખંભાતમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોનાં સંતાનોને ભણાવે છે અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું જીવન ઘડતર કરે છે. શાળાના આચાર્ય ફાધર પીયુસ પરમાર સંગીત અને કલાના શોખીન હોઈ તેને ઘણું પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ કેવળ પરીક્ષામાં પાસ થાય તેને તેઓ શિક્ષણ માનતા નથી પરંતુ તેઓ જીવન માટે તૈયાર થાય અને સમાજોપયોગી જવાબદાર નાગરિકો બને એવી તેમની ઉમીદ છે. શાળાનો મુખ્ય ઉદ્દેશ મેન અને વીમેન ફોર અધર્સ પેદા કરવાનો છે જે ઉદ્દેશ બાબતે ફાધર પીયુસ બહુ જ સ્પષ્ટ છે.

 

કાર્યશાળામાં શીખેલ ભૂલઈ ન જાય પણ ચાલુ રહે અને વિદ્યાર્થીઓ તેમની શાળા વિષે સમાચારો લખતા રહે એ હેતુસર પત્રકાર ક્લબ સ્થાપવામાં આવી જેમાં ૬ વિદ્યાર્થીઓ સક્રિય રહીને અન્યોને પણ સક્રિય બનાવશે. કાર્યશાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું.  

 

(પ્રેષક ફાધર વિલિયમ)

 

સહયોગ કુસ્ટરોગ સંસ્થા પોતાનું રજક જયંતી વર્ષ ઉજવી રહી છે.

SAHYOG 1

 

સાબરકાંઠા જીલ્લામાં મોડાસા નજીક આવેલ રાજેન્દ્રનગરમાં રકતપિતગ્રસ્તો માટે સહયોગ કુસ્ટરોગ નામે જાણીતી સંસ્થા આવેલી છે . ચાલુ સાલે સંસ્થા તેના ૨૫ વરસ પુરા કરીને રજત જયંતી મહોત્સવ ઉજવે છે . તા ૩૦ જાન્યુઆરી ‘ગાંધી નિર્વાણ  દિન’ રક્તપિત્ત નિર્મુલન દિન પણ છે . આ દિવસે અહી ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે . કાર્યક્રમમાં સંસ્થાને આર્થિક તથા અન્ય રીતે સહકાર આપતા સેવાભાવી લોકો મોટી સંખ્યામાં આવે છે . ચાલુ સાલે પણ રજત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો .સહયોગ સંસ્થાના પ્રણેતા શ્રી સુરેશ સોની છે . તેઓએ મોટા પગારની વડોદરા એમ એસ યુની કોલેજમાં મેથેમેટીક્સ્ના પ્રોફેસરની નોકરી છોડી દઈને રક્તપિત્તગ્રસ્તોની સેવામાં જીવન અર્પી દીધું છે .સહયોગ સંસ્થા ૨૮ એકર જમીનમાં પથરાયેલી છે જે દાનમાં મળેલી છે . રક્તપિત્તગ્રસ્તો સાથે અહી મંદબુદ્ધિના કિશોરો ને કિશોરીઓ માટે પણ સુવિધા ઉપલબ્ધ છે . પરિસરમાં રક્તપિત્તગ્રસ્તોના બાળકોને ભણવા માટે એક પ્રાથમિક શાળા પણ શરુ કરવામાં આવી છે .સંસ્થાના પ્રવેશદ્વારે એક સર્વધર્મ મંદિર પણ છે જેમાં મુલાકાતીઓ પ્રાર્થના અને ધ્યાનમાં બેસી શકે છે . આશરે ૧૫ કી મી દૂર શામળાજી તીર્થધામ આવેલું છે . તીર્થધામે જતા જાત્રાળુઓ માટે સહયોગ સંસ્થામાં રાતવાસો કરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે .

 

ફાધર વિલિયમ આ સંસ્થા સાથે તેની શરૂઆતથી જોડાયેલા છે ને વિવિધ રીતે આ સેવાપ્રવૃત્તિમાં સહકાર આપે છે . રજત જયંતી મહોત્સવમાં તેમને ખાસ આમંત્રણ હતું ને તે ઉપસ્થિત રહ્યા હતા .આ દિવસે અહીના પરિસરમાં સાયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું જેનો લાભ રક્તપિત્તગ્રસ્તોનાં બાળકો તથા ચોપાસના ગામોના વિધ્યાર્થીઓને પણ મળી રહેશે .

 

(પ્રેષક: ફાધર વિલિયમ)

ફાતિમા હાઈસ્કુલ ગોઠડાનો રજત જયંતી ઉત્સવ – જાન્યુઆરી ૨૭ ૨૦૧૩

 Gothdabanner

 

ફાતિમા હાઇસ્કુલ, ગોઠડાનો રજત જયંતી ઉત્સવ

 

તા   27 જાન્યુઆરી ના રોજ ફાતિમા હાઇસ્કુલ, ગોઠડા ની રજત જયંતી ઉજવાઈ ગઈ . 25 સાલ પહેલા જેસુઈટ ફાધર પરેઝાએ આ હાઇસ્કુલ શરુ કરી હતી. ઉજવણીમાં 97 વરસની વયના ફાધર પરેઝા પણ હાજર રહ્યા હતા. આ શાળા ચોપાસનાં નાના નાના ગામોના ગરીબ અને જરૂરિયાત મંદ કુટુંબોના સંતાનોને ભણાવે છે ને તેમના જીવનમાં સુખ અને આનંદ પ્રસરે છે. ખાસ કરીને તો કિશોરીઓને ભણાવીને તેમનામાં સ્વમાન પેદા કરે છે. અહી કિશોરો ને કિશોરીઓ માટે છાત્રાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે. જીસસ એન્ડ મેરી સંઘના સીસ્ટરો કિશોરીઓના છાત્રાલયનું સંચાલન કરે છે. ગોઠડા ગરીબ વિસ્તારમાં આવી સારી શાળા સાચેજ આશીર્વાદ સમી છે. ઉજવણીમાં સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર હતા અને આનંદ માણયો હતો. ફાધર દુઆર્ત હાઇસ્કુલના આચાર્ય છે. રિશ્તા સંસ્થા પ્રતિ વર્ષ શાળામાં પત્રકારત્વની તાલીમ આપે છે આજે ખાસ આમંત્રણને માન આપી ફાધર વિલિયમ તથા હસમુખભાઈ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ફાધર સુનીલ મેકવાન અંગ્રેજી વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રીના અભ્યાસ માટે અમેરિકા આવ્યા.

Fr. Sunil Macwanclr1

ફાધર સુનીલ મેકવાન એસ.જે. આજે તા ૯ મી જન્યુઆરી ૨૦૧૩ ના રોજ અમેરિકાની  સુપ્રસિદ્ધ માર્કેટ યુનીવર્સીટીમાં અંગ્રેજી વિષયે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રીના અભ્યાસ માટે અમેરિકા જશે. ફાધર સુનીલને બે વર્ષ પહેલા નવેમ્બરની ૨૭ ૨૦૧૦ ના દિવસે પુરોહિત દીક્ષા મળી  હતી. તેમના અભ્યાસમાં સફળતા મળે એવી તેમને શુભેચ્છાઓ પાઠવીએ.

 

ફાધર વિલિયમ (કાકા)
Photo taken at the 75th birthday of Fr. William get together of the family members
Photo taken at the 75th birthday of Fr. William get together of the family members

 

 

ફાધર સુનીલની દીક્ષા વિધિ નવેમ્બરની ૨૭ ૨૦૧૦ ના દિવસે થયેલી અને બીજા દિવસે નવેમ્બરની ૨૮ ૨૦૧૦ દિવસે પોતાનો પ્રથમ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરેલો. આ પ્રસંગે ફાધર વિલિયમે આપેલો બોધ વાંચવા અહીં ક્લિક કરો.

 Frsunilmac