Tag Archives: Fr. William

ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરામાં પત્રકારત્વ તાલીમ કાર્યશાળા

ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરામાં પત્રકારત્વ તાલીમ કાર્યશાળા

 

તા ૨૫  થી તા ૧ લી એપ્રિલ દરમ્યાન રિશ્તા દ્વારા ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરાના બ્રધરો માટે પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં અખબાર વિષે માહિતી, તંત્રીને પત્ર લેખન, સમાચાર કેવી રીતે બનાવવા, ઈન્ટરવ્યું લઈને લોકોને માહિતી કેવી રીતે પહોંચાડવી વગેરે શીખવવામાં આવ્યું હતું. પ્રિન્ટ મીડીઆનો ઉપયોગ કરીને કેવી રીતે ગરીબો – વંચિતોને મદદ કરી શકાય તેના કેટલાક ઉદાહરણો દ્વારા પ્રિન્ટ મીડીઆમાં પ્રવેશ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્ય શાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું.  (ફાધર વિલિયમ)

 

ડો આંબેડકર જયંતી નિમિત્તે યોજાનાર શોભા યાત્રા પૂર્વે યોજના સભા.

ડો આંબેડકર જયંતી નિમિત્તે યોજાનાર શોભા યાત્રા

 
 
 
તા ૧૭ ફેબ્રુ ના રોજ બપોરે ૨ વાગે આણંદ પેરીશના સીનીયર સીટીઝન હોલમાં ડો આંબેડકર જયંતી નિમિત્તે યોજાનાર શોભા યાત્રામાં ખ્રિસ્તીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લે તેની વિચારણા કરવા એક બેઠક રાખવામાં આવી હતી જેમાં પચાસેક ભાઈબેનોએ ભાગ લીધો અને બહુ જરૂરી એવા સૂચનો આપ્યા. નવસર્જન સંસ્થાના પ્રણેતા શ્રી માર્ટીન મેકવાન પણ હાજર હતા જેમને શોભાયાત્રા વિષે પૂરી માહિતી વિગત સહિત સૌને આપી. શોભાયાત્રા અમદાવાદમાં એપ્રિલ ૧૪ અને ૧૫ ના રોજ નીકળશે જેમાં દસેક હજાર યુવાનો બીક સાથે, ૫૦૦૦ બાળકો બાબા સાહેબ આંબેડકર, ગૌતમ બુદ્ધ, જ્યોતીર્ફૂલે, વિવેકાનંદ ….પોષક પહેરીને ચાલશે અને ૫૦૦૦ મહિલાઓ પણ મહિલા-પુરષ સમાનતાના નારા ગાજાવતી કૂચ કરતી હશે. શોભા યાત્રામાં ટેબ્લો વગેરે પણ હશે. સમગ્ર કાર્યક્રમોનું ખર્ચ આશરે ૨૦ લાખ જેટલું થશે જેના માટે વિદેશી નાણાં પર આધાર રાખવામાં આવશે નહિ પણ લોકોને અપીલ કરવામાં આવશે. હાલ સુધીમાં ચારેક લાખની ઓફર તો થઈ ચૂકી છે.
 
 
બેઠકમાં એવી ચર્ચા વિચારણા થઈ કે આ કાર્યક્રમમાં ખ્રિસ્તીઓએ પણ સક્રિય ભાગ લેવો જોઈએ કારણ આનો હેતુ સામાજિક ન્યાય અને સમાનતાનો છે જેને માટે બાબાસાહેબે પોતાનું જીવન ખર્ચી નાખ્યું સતત સંઘર્ષ કર્યો અને શ્રેષ્ઠ બંધારણ દેશને આપ્યું. ભગવાન ઇસુ પણ દીનદલીતોને માટે આવ્યા અને તેમના કલ્યાણ માટે સતત સંઘર્ષ કરતા ફર્યા. બેઠકને અંતે શોભા યાત્રામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી યુવાવર્ગને તથા ખાસ કરીને પંચાયતોમાં ચૂંટાયેલી મહિલાઓને સામેલ કરવાનો સહુએ ઠરાવ કર્યો અને તેની જવાબદારી લીધી. અને આ હેતુસર ફરીથી મળવાનું નક્કી કર્યું. બેઠકનું આયોજન કરવામાં રતિલાલ જાદવ તથા મનોજ મેકવાને મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાધર વિલિયમ પણ બેઠકમાં હાજર હતા અને સંબોધન કર્યું હતું.
 
 
 
(પ્રેષક ફાધર વિલિયમ)

ડો. આંબેડકર જયંતિ નિમિત્તે ‘સમાનતાના સંઘર્ષની શોભાયાત્રા’ નું આયોજન. એપ્રિલની ૧૪ તારીખે.

ડો આંબેડકર જયંતિ નિમિત્તે ‘સમાનતાના સંઘર્ષની શોભાયાત્રા’ નું આયોજન એપ્રિલની ૧૪ તારીખે. 

 

આ કાર્યકમની વધુ વિગત માટે અહીં ક્લિક કરો.           

 

આ સંદર્ભે તા. ૧૭ ફેબ્રુઆરી, રવિવારે આણંદ પેરીશના  સીનીયર સીટીઝન હોલમાં બપોરે ૨ થી ૪ દરમ્યાન એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી. માર્ટીન મેકવાન વધુ માહિતી આપશે. આપને બેઠકમાં હાર્દિક આમંત્રણ છે.   – ફાધર વિલિયમ (રિશ્તા)