INDIAN AMERICAN COUPLE ADOPTED A CHILLD FROM “MATRUCHHAYA ORPHANAGE” NADIAD.
કેલિફોર્નિયા ના ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલના ઉપક્રમે વેબિનાર યોજાયો – ઇમિગ્રેશન નિતિના ઊંડા અભ્યાસી શ્રી. જોસેફભાઈ પરમારે સમજણ આપી.
Cedric Cyril young man from Ahmedabad, joined Navy as officer and became example of success for many young.

સંકલ્પ વડે સિદ્ધિ મેળવતો ગરવી ગુજરાતી, અમદાવાદનો યુવક સેડ્રિક સિરિલ નેવીમાં અધિકારી બન્યો
- અમદાવાદનો હોનહાર યુવા સેડ્રિક સિરિલ નૌકાદળમાં અધિકારી તરીકે જોડાઇ અનેક યુવાઓ માટે સફળતાનું ઉદાહરણ બન્યો
- સેડ્રિકની C.C.થી નૌકાદળ અધિકારી સુધીની સફર ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણના અભિગમની પરિચાયક
- માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો
- C.C. ની તાલીમે મારી OLQ (Officers like qwality)નું ઘડતર કર્યું : સબ લેફ્ટેનન્ટ સેડ્રિક સિરિલ
અમદાવાદ: ગુજરાતના યુવાઓને N.C.C. અને N.S.S. જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે રાજ્યની રૂપાણી સરકાર તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં NCC units પણ વધારવામાં આવી છે. તેવા સમયે અમદાવાદના સેડ્રિક સિરિલે N.C.C.ના માધ્યમથી ભારતીય નૌકાદળમાં અધિકારી તરીકે જોડાઇને માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓને અપાર ગૌરવ અપાવ્યું છે.
સેડ્રિકની આ સિદ્ધિ ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવાના અભિગમની પરિચાયક છે. આ સિદ્ધિ એ પણ દર્શાવે છે કે ગુજરાતીઓ માત્ર વેપાર-ધંધામાં જ હોનહાર નથી, પણ પોતાની કુનેહ, ઉત્કૃષ્ટતા અને બુદ્ધિક્ષમતાથી સશસ્ત્ર દળોમાં પણ જોડાઇ શકે છે.
પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી માટે માદરેવતન અમદાવાદ આવેલા સેડ્રિકે જણાવ્યું હતું કે પહેલા તેનો વિચાર મર્ચન્ટ નૅવીમાં જોડાવાનો હતો, પણ પિતાએ એના બદલે નેવીમાં જઇને દેશ માટે કંઈક કરવા પ્રોત્સાહિત કર્યો. બસ પછી તો પૂછવું જ શું? સેડ્રિકે પોતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા બાળપણથી જ કમર કસી લીધી હતી.
દેશ સેવાના સ્વપ્ન સાથે જ સેડ્રિક અમદાવાદમાં આવેલા NCCના ‘1 ગુજરાત નૅવલ યુનિટ’માં જોડાયો અને તેના સ્વપ્નએ હકીકતનું રૂપ ધારણ કરવા તરફ પ્રયાણ કર્યું. સેડ્રિકે ‘1 ગુજરાત નૅવલ યુનિટ’ની મુશ્કેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવીને ટોપ કર્યું હતું. આ યુનિટમાં જ સેડ્રિકે ત્રણ વર્ષની N.C.C.ની તાલીમ પૂરી કરી. આ તાલીમ દરમિયાન સેડ્રિકે ચાર કૅમ્પ કર્યાં, જે પૈકી તિરૂપતિ ખાતે યોજાયેલા નૅશનલ કૅમ્પમાં સેડ્રિકને ઉત્તમ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો. આ સફળતાએ સેડ્રિકને વધુ પ્રોત્સાહન પ્રદાન કર્યું હતું.
માતૃભૂમિ માટે કંઈક કરવાની ચાહત સેડ્રિકને એન.સી.સી.થી નૅવીમાં એક અધિકારીના પદ સુધી લઇ ગઇ. સેડ્રિકે N.C.C.ની ત્રીજા વર્ષના અંતે લેવાતી ‘C’ સર્ટિફિકેટની પરીક્ષા આલ્ફા ગ્રેડ સાથે પાસ કરીને ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
‘C’ સર્ટિફિકેટની પરીક્ષામાં મળેલી ઉત્તમ સિદ્ધિએ સેડ્રિક માટે ઇન્ડિયન નેવીના દરવાજા ખોલી નાખ્યાં. અહીં ખાસ નોંધવું જરૂરી છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાતી કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિઝ (C.D.S.) પરીક્ષામાં N.C.C. થકી આવતા કેડેટ માટે છ બેઠક અનામત હોય છે, મતલબ કે N.C.C. થકી આવેલા હોનહાર ઉમેદવારને C.D.S.ની પરીક્ષા પાસ કરવી પડતી નથી અને સીધો જ તાલીમમાં પ્રવેશ મળે છે. સેડ્રિકે N.C.C. માટે જે છ સીટ આરક્ષિત હોય છે તે પૈકીની એક બેઠકમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સિલેક્શન સેન્ટર સેન્ટ્રલ ભોપાલ-20 સર્વિસિઝ સિલેક્શન બોર્ડ ખાતે સાત-આઠ દિવસ સુધી ચાલતા ઉમેદવારોના સઘન તબીબી પરીક્ષણ (SSB)માં પણ સેડ્રિક N.C.C. એન્ટ્રી પૈકી પ્રથમ ક્રમ મેળવીને સિલેક્ટ થયો હતો. કેરળના એઝીમલામાં આવેલી ઇન્ડિયન નૅવલ અકાદમીમાં સેડ્રિકે એક વર્ષની તાલીમ મેળવી.
સેડ્રિકની માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો અને નવેમ્બર 2020માં કેરળના એઝીમલામાં ઇન્ડિયન નૅવલ અકાદમી (INA)માં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરૅડમાં ભારતીય સેનાના વડા જનરલ મનોજ મુકુંદ નરવાણેએ નેવી ઓરિએન્ટેશન કોર્સ (એક્સ્ટેન્ડેડ) માટે સેડ્રિક સિરિલને ‘ચીફ ઑફ ધ નૅવલ સ્ટાફ ગોલ્ડ મેડલ’ એનાયત કરાયો હતો. નેવલ અકાદમીનો તાલીમનો તબક્કો પૂરો થયા બાદ હવે કોચીમાં 27 ડિસેમ્બરથી સેડ્રિકની આગામી ‘C’ ટ્રેનિંગ શરૂ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સેડ્રિકના મોટાભાઈ અને ભાભી પણ સેનામાં અધિકારી તરીકે કાર્યરત્ છે અને સેડ્રિકના માતા પણ N.C.C.માં ભાગ લઇ ચૂક્યા છે, તેથી સેડ્રિકને સહજતાથી દેશ સેવાના સંસ્કાર મળ્યાં હતાં.
સેડ્રિકના માતા તાજી સિરિલ જણાવે છે કે “સંતાન ડિફેન્સ સેવામાં જોડાય એ જ મારું સ્વપ્ન હતું. કોઇને કોઇ વ્યક્તિના સંતાને તો દેશ સેવામાં જોડાવાનુ જ હોય છે, મારા સંતાન દેશ સેવામાં જોડાયા છે જેનો મને ગર્વ છે.”
સેડ્રિકના પિતા લુકોસ સિરિલ કહે છે કે “સેડ્રિક બાળપણથી જ તેજસ્વી હતો. તે નાનપણથી જ ડિફેન્સ બેકગ્રાઉન્ડથી વાકેફ હતો, તેથી જ બાળવયથી જ તેના દિલમાં દેશસેવાની જ્વાળા આકાર લેવા લાગી હતી. આજે મારા સંતાનો મારાથી ભલે દૂર છે પણ દેશ માટે કામ કરે છે તેનો મને ગર્વ છે.”
આજે સેડ્રિક સમગ્ર અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતના સૈન્ય સેવાઓમાં જોડાવા ઇચ્છુક હોનહાર યુવાઓ માટે સફળતાનું ઉદાહરણ બન્યો છે. દેશ સેવાના સંકલ્પ સાથે સેડ્રિકે ગુજરાતમાં એક નવી મિસાલ પ્રસ્થાપિત કરી છે.












Christian Herald
Fr. Varghese Paul S.J. website
Gujarati Catholic Samaj of USA – ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ
My Gujarati Blog – જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા
Union of Catholic Asian News – યુનિયન ઓફ કેથોલિક એશિયન ન્યૂઝ
United Gujarati Christians of America (UGCOA)
Yayavar Charotar
Srujana