Category Archives: News & Events

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ – મે ૨૫, ૨૦૧૩ શનિવારે રાત્રે ૯:૦૦ વાગે.

 

Mary_Rosary-2

 

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ વતી સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 5/18/2013 (મે મહિનાના ચોથા શનિવાર) ના રોજ મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ શ્રી પૂર્વી અને અમિત મેકવાનના નિવાસસ્થાને  રાખેલ છે.  તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.

 

               સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું)

                           ૯:૦૦ (ભક્તિ શરુ)

 

શ્રી અમિત મેકવાનના ઘરનું સરનામું અને ફોન નંબર નીચે પ્રમાણે છે.

 

119 Leonard Avnue

South Plainfield, NJ -07080

Home:732-956-2079

Cell: 201-779-5676

 

આપ સર્વને ભક્તિમાં મળવાની અપેક્ષા સહ,

 

શાંતિલાલ પરમાર, પ્રમુખ

GCSofUSAlogo

લગ્ન જીવનના ૫૦ વર્ષ પૂરાં કરવા માટે મારા પ્રિય કાકા-કાકીને ખૂબ ખૂબ અભિનંદન. સવિતા જોન પરમાર અને જોન (રમણ) બેડા પરમાર.

Ramankakas50th

 

જેમની આંગળી પકડીને બાળમંદિર ના પગથિયાં ચડ્યો હતો અને જે ઘોડો બની મને સવારી કરાવતા હતા એવા મારા પ્રિય કાકાને આજે આ સુવર્ણ પ્રસંગે સાષ્ટાંગ દંડવત પ્રણામ અને ખૂબ ખૂબ અભિનંદન. ખીચી આમાં, મચુ આમાં કરતાં કરતાં એ દિવસ આવ્યો જ્યારે તમે સ્વાદિષ્ટ રસોઈ કરનારા અને પ્રેમથી ખવડાવનારા કાકી લઈ આવ્યા. સવિતા કાકી. બાળપણ થી જુવાની સુધીના એ દિવસો આજે પણ યાદ છે જ્યારે કાકી ના હાથે ભાવતું ભોજન માણતો હતો.

 

મારા મમ્મીએ કહેલી વાત અત્યારે યાદ આવે છે કે જ્યારે તે પરણીને આવી હતી ત્યારે કૂવામાંથી પાણી ખેંચીને ભરવું પડતું હતું. એ કામ એને ઘણું અઘરું લાગતું પણ દિયરનો મજબૂત હાથનો સહારો એ ક્યારેય ભૂલી નથી. લકવા ગ્રસ્ત મારી મમ્મી જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલી ત્યારે તમે (કાકા-કાકી) અને ખાસ કરીને કાકીએ કરેલી ચાકરી મારી મમ્મી કેટલીય વાર અમને કહેતી હતી.

 

તમારા દાંપત્ય જીવનની સફળતા એ તમારાં છ પુત્ર-પુત્રીઓ અને નવ પોત્ર-પૌત્રીઓ છે. સખત પરિશ્રમ અને દીર્ઘ દ્રષ્ટી ના કારણે તમે બંનેએ બધાં બાળકોને જરૂરી ભણતર અપાવ્યું અને બધાંને યોગ્ય પાત્ર સાથે પરણાવી ઠેકાણે પાડ્યાં.

 

 

અમેરિકા સ્થિત તમારા મોટાભાઈ અને સમગ્ર પરિવાર ગૌરવપૂર્વક તમારા લગ્ન જીવનની આ સુવર્ણજયંતીના મઘુર પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તમારી ઉજવણીમાં અમે હાજર નથી રહી શક્યા એનું દુ:ખ છે પણ પરસ્પરના પ્રેમનો અહેસાસ અવશ્ય હાજર હતો, છે અને રહેશે.

 

પરમપિતાની અસીમ કૃપાથી તમારા બંનેની તંદુરસ્તી સારી છે અને પ્રભુને એજ પ્રાર્થના કે કાકા-કાકીને તંદુરસ્ત અને સુખમય દીર્ઘ આયુષ્ય બક્ષે. તમારો પ્રેમ અને આશિર્વાદ અમારા પર વરસાવતા રહેજો.

 

આ સાથે તમારી અમેરિકાની મુલાકાત દરમ્યાન કેમેરામાં કેદ થયેલ છબિઓ સંભારણાં પેટે. થોડી જુની છબીઓ પણ છે. (પિક્ચર- કેતન ક્રિશ્રિયન)      

 

 

JohnBParmarAnniv

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ – મે ૧૮, ૨૦૧૩ શનિવારે રાત્રે ૯:૦૦ વાગે.

ROSARY 

 

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ વતી સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 5/18/2013 (મે મહિનાના ત્રીજા શનિવાર) ના રોજ મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ શ્રી જગદીશ ક્રિશ્ચિયન અને શ્રી જોસેફ પરમારના નિવાસસ્થાને  રાખેલ છે.  તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.

 

               સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું)
                           ૯:૦૦ (ભક્તિ શરુ)

 

શ્રી જગદીશ ક્રિશ્ચિયનના ઘરનું સરનામું અને ફોન નંબર નીચે પ્રમાણે છે.

 

                    144 Straberry Hill Ave
 
                    Woodbridge, NJ 07095
                    Home:732-855-0595
                    Cell:201-240-6019  
   
તદુપરાંત 25મીના  શનિવાર આવે છે. શ્રી અમિત મેકવાનના ઘરે 25 મી માટે જણાવ્યુ છે.

 

આપ સર્વને ભક્તિમાં મળવાની અપેક્ષા સહ,

 

શાંતિલાલ પરમાર, પ્રમુખ

 GCSofUSAlogo