Tag Archives: Savita John Parmar

Mrs. Savita John Parmar (my beloved aunty) is no more. May 28, 2014.

આજે ઘણા દુ:ખ સાથે આ સમાચાર જણાવું છું કે મારા વ્હાલા કાકી શ્રી. સવિતા જોન પરમાર (કરમસદ) આજે સ્વર્ગે સિધાવ્યા છે. ટૂંકી માંદગી ભોગવી એ પ્ર્રભુના પરમધામમાં પહોંચી ગયા છે. હમણાં ગયા વરસે જ મે મહિનાની ૧૬, ૨૦૧૩ ના દિવસે તેમણે પોતાના દાંપત્યજીવની સુવર્ણજયંતી રંગેચંગે ઉજવી હતી.  

4JB

કાકીની દફનવિધિ આજે બુધવારે મે મહિનાની ૨૮ તારીખે બપોરે ૧ વાગે કરમસદ મુકામે રાખવામાં આવી છે.

મારી મમ્મી ની પાછળ બરાબર ત્રણ વરસમાં ત્રણ દિવસ બાકી હતા ને મારા કાકી પણ એમની પાસે પહોંચી ગયા. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ બક્ષે અને અમ સૌ પરિવારજનોને સાંત્વન આપે એવી પ્રાર્થના.

120620111829

રવિવારે જૂન ની પહેલી તારીખે પ્રાર્થના સભાનું આયોજન કરવાનું વિચારાઈ રહ્યું છે. જેની જાહેરાત પછીથી કરવામાં આવશે.

 

લગ્ન જીવનના ૫૦ વર્ષ પૂરાં કરવા માટે મારા પ્રિય કાકા-કાકીને ખૂબ ખૂબ અભિનંદન. સવિતા જોન પરમાર અને જોન (રમણ) બેડા પરમાર.

Ramankakas50th

 

જેમની આંગળી પકડીને બાળમંદિર ના પગથિયાં ચડ્યો હતો અને જે ઘોડો બની મને સવારી કરાવતા હતા એવા મારા પ્રિય કાકાને આજે આ સુવર્ણ પ્રસંગે સાષ્ટાંગ દંડવત પ્રણામ અને ખૂબ ખૂબ અભિનંદન. ખીચી આમાં, મચુ આમાં કરતાં કરતાં એ દિવસ આવ્યો જ્યારે તમે સ્વાદિષ્ટ રસોઈ કરનારા અને પ્રેમથી ખવડાવનારા કાકી લઈ આવ્યા. સવિતા કાકી. બાળપણ થી જુવાની સુધીના એ દિવસો આજે પણ યાદ છે જ્યારે કાકી ના હાથે ભાવતું ભોજન માણતો હતો.

 

મારા મમ્મીએ કહેલી વાત અત્યારે યાદ આવે છે કે જ્યારે તે પરણીને આવી હતી ત્યારે કૂવામાંથી પાણી ખેંચીને ભરવું પડતું હતું. એ કામ એને ઘણું અઘરું લાગતું પણ દિયરનો મજબૂત હાથનો સહારો એ ક્યારેય ભૂલી નથી. લકવા ગ્રસ્ત મારી મમ્મી જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલી ત્યારે તમે (કાકા-કાકી) અને ખાસ કરીને કાકીએ કરેલી ચાકરી મારી મમ્મી કેટલીય વાર અમને કહેતી હતી.

 

તમારા દાંપત્ય જીવનની સફળતા એ તમારાં છ પુત્ર-પુત્રીઓ અને નવ પોત્ર-પૌત્રીઓ છે. સખત પરિશ્રમ અને દીર્ઘ દ્રષ્ટી ના કારણે તમે બંનેએ બધાં બાળકોને જરૂરી ભણતર અપાવ્યું અને બધાંને યોગ્ય પાત્ર સાથે પરણાવી ઠેકાણે પાડ્યાં.

 

 

અમેરિકા સ્થિત તમારા મોટાભાઈ અને સમગ્ર પરિવાર ગૌરવપૂર્વક તમારા લગ્ન જીવનની આ સુવર્ણજયંતીના મઘુર પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તમારી ઉજવણીમાં અમે હાજર નથી રહી શક્યા એનું દુ:ખ છે પણ પરસ્પરના પ્રેમનો અહેસાસ અવશ્ય હાજર હતો, છે અને રહેશે.

 

પરમપિતાની અસીમ કૃપાથી તમારા બંનેની તંદુરસ્તી સારી છે અને પ્રભુને એજ પ્રાર્થના કે કાકા-કાકીને તંદુરસ્ત અને સુખમય દીર્ઘ આયુષ્ય બક્ષે. તમારો પ્રેમ અને આશિર્વાદ અમારા પર વરસાવતા રહેજો.

 

આ સાથે તમારી અમેરિકાની મુલાકાત દરમ્યાન કેમેરામાં કેદ થયેલ છબિઓ સંભારણાં પેટે. થોડી જુની છબીઓ પણ છે. (પિક્ચર- કેતન ક્રિશ્રિયન)      

 

 

JohnBParmarAnniv