All posts by admin

ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરામાં પત્રકારત્વ તાલીમ કાર્યશાળા

ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરામાં પત્રકારત્વ તાલીમ કાર્યશાળા

 

તા ૨૫  થી તા ૧ લી એપ્રિલ દરમ્યાન રિશ્તા દ્વારા ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરાના બ્રધરો માટે પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં અખબાર વિષે માહિતી, તંત્રીને પત્ર લેખન, સમાચાર કેવી રીતે બનાવવા, ઈન્ટરવ્યું લઈને લોકોને માહિતી કેવી રીતે પહોંચાડવી વગેરે શીખવવામાં આવ્યું હતું. પ્રિન્ટ મીડીઆનો ઉપયોગ કરીને કેવી રીતે ગરીબો – વંચિતોને મદદ કરી શકાય તેના કેટલાક ઉદાહરણો દ્વારા પ્રિન્ટ મીડીઆમાં પ્રવેશ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્ય શાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું.  (ફાધર વિલિયમ)

 

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત ક્રૂસના માર્ગની ભક્તિ ૨૦૧૩ – ત્રીજો શુક્રવાર.

SC-3rdFriday

સર્વે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો અને ખ્રિસ્તી મિત્રોને જણાવવાનુ કે તારીખ 3/01/2013 (૨૦૧૩ના તપઋતુ ના ત્રીજા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી કેતન ક્રિશ્ચિયનના ઘરે સાઉથ પ્લેઈનફીલ્ડ ખાતે રાખેલ છે. તો ગુજરાતી કેથલિક સમાજના સર્વે સભ્યો અને આપ સર્વેને પધારવા આમંત્રણ છે.

 

સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ)

 

શ્રી કેતન ક્રિશ્ચિયનના ઘરનું સરનામું :
202 Caffrey Terrace
South Plainfield, NJ, 07080

 

તદુપરાંત આ વર્ષની તપઋતુમાં 8મી માર્ચ, 15મી માર્ચ, તથા 22મી માર્ચના દિવસે શુક્રવાર આવે છે. આ બધા શુક્રવારના રોજ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના અલગ અલગ સ્ભ્યોના ઘરે કૄસના માર્ગની ભકિત રાખવામાં આવશે. જેની જાહેરાત દર અઠવાડિયે કરવામાં આવશે.

 

કારોબારીઃ
ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

GCSofUSAlogo