શ્રીમતી વર્ષાબેન વિપુલભાઈ પરમાર કરમસદ નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.

VarshaElectionweb

 

તાજેતરમાં કરમસદ નગરપાલિકાના ૯ વોર્ડની ૨૭ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ફેબ્રુઆરી ૧૨ તારીખે મતગણતરી પૂરી થતાં તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને ૧૯, કોંગ્રેસને ૪ અને અપક્ષોને ૪ બેઠકો મળી. કોંગ્રેસની મળેલી ચાર બેઠકોમાંથી એક વોર્ડ ૩ ના ઉમેદવાર શ્રીમતી વર્ષાબેન વિપુલભાઈ પરમાર ૪૬૭ મત મેળવીને વિજયી થયા છે. વર્ષાબેન મારા કાકા શ્રી. ઈગ્નાસભાઈ બેડાભાઈ પરમારના પુત્ર વિપુલભાઈના પત્ની છે.

 

વર્ષાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ કે તેઓ પોતાના વોર્ડ સહિત પોતાના નગરની પ્રગતિ માટે પ્રમાણિકપણે કામ કરે. વોર્ડ ૩ ના મતદારોનો આભાર જેમણે પોતાના કિંમતી મત વર્ષાબેનને આપી તેમને જીતાવ્યા છે. 

 

નીચેના પિક્ચર માટે મારા બીજા કાકાના પુત્ર પ્રકાશ જોનભાઈ પરમારનો આભાર.  

 

ડો. આંબેડકર જયંતિ નિમિત્તે ‘સમાનતાના સંઘર્ષની શોભાયાત્રા’ નું આયોજન. એપ્રિલની ૧૪ તારીખે.

ડો આંબેડકર જયંતિ નિમિત્તે ‘સમાનતાના સંઘર્ષની શોભાયાત્રા’ નું આયોજન એપ્રિલની ૧૪ તારીખે. 

 

આ કાર્યકમની વધુ વિગત માટે અહીં ક્લિક કરો.           

 

આ સંદર્ભે તા. ૧૭ ફેબ્રુઆરી, રવિવારે આણંદ પેરીશના  સીનીયર સીટીઝન હોલમાં બપોરે ૨ થી ૪ દરમ્યાન એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી. માર્ટીન મેકવાન વધુ માહિતી આપશે. આપને બેઠકમાં હાર્દિક આમંત્રણ છે.   – ફાધર વિલિયમ (રિશ્તા)

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, ખંભાતમાં રિશ્તા આયોજીત પત્રકારત્વ કાર્યશાળા

 khambhatschoolboard

 

તા ૧૧, ૧૨  ફેબ્રુઆરી દરમ્યાન સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કુલ, ખંભાતમાં રિશ્તા દ્વારા ધો ૧૧ નાં વિદ્યાર્થીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં ૬૦ છાત્રોએ ભાગ લીધો હતો. આ હાઈસ્કુલ ભાલ વિસ્તાર અને ખંભાતમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોનાં સંતાનોને ભણાવે છે અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું જીવન ઘડતર કરે છે. શાળાના આચાર્ય ફાધર પીયુસ પરમાર સંગીત અને કલાના શોખીન હોઈ તેને ઘણું પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ કેવળ પરીક્ષામાં પાસ થાય તેને તેઓ શિક્ષણ માનતા નથી પરંતુ તેઓ જીવન માટે તૈયાર થાય અને સમાજોપયોગી જવાબદાર નાગરિકો બને એવી તેમની ઉમીદ છે. શાળાનો મુખ્ય ઉદ્દેશ મેન અને વીમેન ફોર અધર્સ પેદા કરવાનો છે જે ઉદ્દેશ બાબતે ફાધર પીયુસ બહુ જ સ્પષ્ટ છે.

 

કાર્યશાળામાં શીખેલ ભૂલઈ ન જાય પણ ચાલુ રહે અને વિદ્યાર્થીઓ તેમની શાળા વિષે સમાચારો લખતા રહે એ હેતુસર પત્રકાર ક્લબ સ્થાપવામાં આવી જેમાં ૬ વિદ્યાર્થીઓ સક્રિય રહીને અન્યોને પણ સક્રિય બનાવશે. કાર્યશાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું.  

 

(પ્રેષક ફાધર વિલિયમ)