ફાતિમા હાઈસ્કુલ ગોઠડાનો રજત જયંતી ઉત્સવ – જાન્યુઆરી ૨૭ ૨૦૧૩

 Gothdabanner

 

ફાતિમા હાઇસ્કુલ, ગોઠડાનો રજત જયંતી ઉત્સવ

 

તા   27 જાન્યુઆરી ના રોજ ફાતિમા હાઇસ્કુલ, ગોઠડા ની રજત જયંતી ઉજવાઈ ગઈ . 25 સાલ પહેલા જેસુઈટ ફાધર પરેઝાએ આ હાઇસ્કુલ શરુ કરી હતી. ઉજવણીમાં 97 વરસની વયના ફાધર પરેઝા પણ હાજર રહ્યા હતા. આ શાળા ચોપાસનાં નાના નાના ગામોના ગરીબ અને જરૂરિયાત મંદ કુટુંબોના સંતાનોને ભણાવે છે ને તેમના જીવનમાં સુખ અને આનંદ પ્રસરે છે. ખાસ કરીને તો કિશોરીઓને ભણાવીને તેમનામાં સ્વમાન પેદા કરે છે. અહી કિશોરો ને કિશોરીઓ માટે છાત્રાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે. જીસસ એન્ડ મેરી સંઘના સીસ્ટરો કિશોરીઓના છાત્રાલયનું સંચાલન કરે છે. ગોઠડા ગરીબ વિસ્તારમાં આવી સારી શાળા સાચેજ આશીર્વાદ સમી છે. ઉજવણીમાં સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર હતા અને આનંદ માણયો હતો. ફાધર દુઆર્ત હાઇસ્કુલના આચાર્ય છે. રિશ્તા સંસ્થા પ્રતિ વર્ષ શાળામાં પત્રકારત્વની તાલીમ આપે છે આજે ખાસ આમંત્રણને માન આપી ફાધર વિલિયમ તથા હસમુખભાઈ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

પોતાની પૌત્રીના લગ્ન માટે જર્સી સીટી, ન્યુ જર્સીના ૯૪ વરસના ગેરશોમ ટેલર પોતાના વતન ગોધરામાં…

GreshomTailor1

શતક લગાવવાની તૈયારી કરતા ગેરશોમ કાકાને પિતા પરમેશ્વર સાચવે, સંભાળે અને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના.

ગોધરાના સ્થાનિક વર્તમાનપત્રમાં આવેલો એમનો પરિચય લેખ.

 

Gersom Taylorગેરશોમ ટેલર