શ્રીમતી વર્ષાબેન વિપુલભાઈ પરમાર કરમસદ નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.

VarshaElectionweb

 

તાજેતરમાં કરમસદ નગરપાલિકાના ૯ વોર્ડની ૨૭ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ફેબ્રુઆરી ૧૨ તારીખે મતગણતરી પૂરી થતાં તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને ૧૯, કોંગ્રેસને ૪ અને અપક્ષોને ૪ બેઠકો મળી. કોંગ્રેસની મળેલી ચાર બેઠકોમાંથી એક વોર્ડ ૩ ના ઉમેદવાર શ્રીમતી વર્ષાબેન વિપુલભાઈ પરમાર ૪૬૭ મત મેળવીને વિજયી થયા છે. વર્ષાબેન મારા કાકા શ્રી. ઈગ્નાસભાઈ બેડાભાઈ પરમારના પુત્ર વિપુલભાઈના પત્ની છે.

 

વર્ષાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ કે તેઓ પોતાના વોર્ડ સહિત પોતાના નગરની પ્રગતિ માટે પ્રમાણિકપણે કામ કરે. વોર્ડ ૩ ના મતદારોનો આભાર જેમણે પોતાના કિંમતી મત વર્ષાબેનને આપી તેમને જીતાવ્યા છે. 

 

નીચેના પિક્ચર માટે મારા બીજા કાકાના પુત્ર પ્રકાશ જોનભાઈ પરમારનો આભાર.  

 

6 thoughts on “શ્રીમતી વર્ષાબેન વિપુલભાઈ પરમાર કરમસદ નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.”

  1. કરમસદ નગરપાલિકાનાં વોર્ડ 3ના વિજેતા અમારાં પુત્રવધુ અ. સૌ. વર્ષા પરમારને હાર્દિક અભિનંદન! ભારતના લોખંડી પુરૂષ અને કોંગ્રેસના પ્રમુખ તરીકે અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપનાર માનનીય સ્વ. સરદાર પટેલના વતનમાં કરમસદ નગરપાલિકાનાં ‘કાઉન્સિલર’ તરીકે વિજેતા થવું , એ એક અમારા પરિવાર માટે, ગુજરાતી કેથલિક સમાજ માટે એક ગૌરવશાળી ઐતિહાસિક ઘટના છે. અમારો સમગ્ર પરિવાર પરમેશ્વરનો નમ્રભાવે આભાર માને છે! અ. સૌ. વર્ષા પરમાર વલ્લભ વિદ્યાનગરની હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લાં પંદર વર્ષથી યશસ્વી સેવા આપી રહ્યાં છે.

  2. Being a native of Karamsad, i am proud of Varshaben’s winning in the Nagarpalika election. May God, the Father lift her in all her future endeavours. Please serve the people with utmost honesty and humanity. Regards. Congratulations Varshaben and the entire family.

    Smia & Bakul Macwan; Vadodara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.