Tribute to a great man and mentor Mr. Jacob Patelia from Mr. Joseph B. Parmar

JPprayer1

હાર્દિક સ્મરણાંજલિ!

 

માનનીય મુરબ્બી શ્રી જેકબભાઈ પટેલિયાના સ્વર્ગવાસી થયાના સમાચાર જાણીને દુ:ખ થયું. દીર્ઘ આયુષ્ય ભોગવ્યા બદલ પ્રભુનો આભાર માનું છું, એમનો આ દુનિયામાં વસવાનો સમય પ્રભુએ પસંદ કરેલો સમય છે, ત્યારે પ્રભુની ઈચ્છા સ્વીકારીએ.

 

મારા ફળિયા-સરદાર પોળમાં પેસતાં જ જેકબભાઈનું રહેઠાણ, અને ત્યાર પછી એક ઘર મૂકીને મારા બાપુનું ઘર. બાળપણમાં જેકબભાઈ મને વાત્સલ્યભર્યા વહાલથી રમાડતા, મારી કિશોરાવસ્થામાં દિવસનો મહત્તમ વખત હું તેમના ઘેરમાં જ ગાળતો અને એમના ઘરની પડશાળમાં બાંકડા ઉપર મારો અડ્ડો. એમનાં માતાપિતા મને વહાલ કરતા.

 

જેકબભાઈનાં લગ્ન પછી કાંતાભાભી સાથે થયા પછી (ભાભી ન કહેતાં હું તેમને કાન્તા જ કહેતો) અમારી વચ્ચેના સંબંધોમાં પ્રેમ-બેવડાયો અને તેમના ઘેર કાન્તા સાથે મને વધુ ગોઠતું. જેકબભઈ જુવાનીમાં ઠાઠથી રહેતા અને તેમની પાસેથી ‘અપટુડેટ’ વસ્ત્રપરિધાનની ટેવ મને મળેલી છે. કરમસદમાં તે વખતે ’કોલસા’થી ગરમ થતી ઈસ્ત્રી તેમણે-તેમના મોટાભાઈ ફિલિપભાઈએ વસાવેલી, અને કપડાંને ઇસ્ત્રી કરવાનું તેઓ પોતાનાં કપડાંને ઈસ્ત્રી કરતા. તે જોઈને હું શીખેલો અને જ્યારે મારાં એકાદ જોડને ઈસ્ત્રી કરવાની હો, ત્યારે તેમની જ ઈસ્ત્રી વાપરતો. ગીલ્લી-દંડા, ભમરડા, લખોટીઓ અને પછી ક્રિકેટ રમવાની તેઓના શોખમાં હું પણ રંગાયેલો. જેકબભાઈ એ જમાનામાં આણાંદ સીનેમા જોવા જતા અને ફિલ્મનાં ગીતો ગાતા, તે સાંભળીને એ સમયનાં ગીતો હું શીખી લેતો. ફિલ્મી ગીતો ગાવાના મારા શોખ પાછળ પરોક્ષ રીતે જેકબભાઈની ફિલ્મી ગીતો ગણગણવાની ટેવ કારણભૂત ખરી!

 

અમારા ફળિયામાં જેકબભાઇ એક ઉદારદિલ જુવાન તરીકે સૌને વહાલા હતા. મારાં લગ્ન થયા પછી જેકબભાઈ અને કાન્તાભાભીને અમે બન્નેને-હું અને સુશીલાને તેઓએ આદરથી પોતાનાં ખાસ મેળાપી તરીકે ચાહત આપેલી છે, તે વિસરાય તેમ નથી. અમારા યુએસએ ગયા પછીના સંબંધો પણ ગાઢ રહ્યા છે, અને અમારી વતનની હર મુલાકાતે જેકબભાઈ તેમના ઘેર ખાસ જમણની વ્યવસ્થા ગોઠવતા, અને ખાણિ-પીણી વાતોમાં અમે રાતના૨-૪ વાગ્યા સુધી મજા માણતા! એક ઉમદા વડીલ અને નમ્ર અને સાલસ વ્યક્તિ તરીકે હું અને મારાં સ્વ. પત્ની સુશીલા તેમનો ઘણો જ આદર કરતાં. મીઠાં સ્મરણોનો આજે પણ આનંદ થાય તેવો સંબંધ જેકબભાઈની સાથેનો છે. હવે મારાં પ્રિય કાન્તાભાભી એકલાં તો ન કહેવાય, પણ જેકબભાઈની વસમી વિદાય પછી મને ખુબ સાંભરે છે. મારી તેઓને ખાસ સાંત્વના પાઠવું છું. જેકબભાઈ અને કાન્તાભાભીએ પોતાનાં બધાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીને આદર્શ માબાપ તરીકે ફરજ બજાવી છે. હું અને મારા સમગ્ર પરિવાર તરફથી માનનીય જેકબભાઈને હૃદયપૂર્વક સ્મરણાંજલિ પાઠવું છું.

JPprayer

 

પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતિ બક્ષે અને સ્વજનોને પ્રભુ દિલાસો બક્ષે તેવી અભ્યર્થના સાથે…

 

-આપનો જોસેફ પરમાર,JBparmar

 

જૂન ૪, ૨૦૧૫ ગુરુવાર. (યુએસએ) 

 

મારા પ્રિય કાકા અને મધુ, અરવિંદ, ,વિજય અને ડો. સિલાસ પટેલિયા (સંપાદક – દૂત – કાવ્ય ધારાધારા) ના પિતા

 

   
JPfuneral7.jpg
JPfuneral8.jpg
JPfuneral9.jpg
JPJB1.jpg
JPJB2.jpg
JPJB3.jpg
jacobkaka.png
JPfuneral1.jpg
JPfuneral2.jpg
JPfuneral3.jpg
JPfuneral4.jpg
JPfuneral5.jpg
JPfuneral6.jpg
JPfuneral7.jpg
JPfuneral8.jpg
JPfuneral9.jpg
JPJB1.jpg
JPJB2.jpg
JPJB3.jpg
jacobkaka.png
JPfuneral1.jpg
JPfuneral2.jpg
JPfuneral3.jpg
JPfuneral4.jpg
JPfuneral5.jpg
Pictures: Samir Parmar/Kalpesh Christian

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.