Tag Archives: Pathar Thar Thar Dhruje

Pathar Thar Thar Dhruje – કવિશ્રી. નિરંજન ભગત ના શબ્દો સૂર-સ્વર-સંગીત સાથે – ગુર્જરવાણી.

ઘણા ગુજરાતી કવિઓએ બાઇબલના કેટલાક પ્રસંગો અને બોધવાક્યો લઈને ગુજરાતી કવિતાની રચના કરી છે જેમાંથી ઘણી ભજન તરીકે અને થોડી કવિતા તરીકે વખણાઈ છે. એમાંની શ્રી. નિરંજન ભગતની એક રચનાને ગુર્જરવાણી દ્વારા તાજેતરમાં મ્યુજિક વિડિયો તરીકે પ્રસ્તુત કરી છે.
પ્રસ્તુત – ગુર્જરવાણી
શબ્દ રચના – કવિ શ્રી. નિરંજન ભગત
સ્વરાંકન – શ્રી. ઈમુ દેસાઈ
સ્વર – હ્રદય દેસાઈ
સમીક્ષા લેખન – શ્રી. યોસેફ મેકવાન
સમીક્ષા વાંચક – મમતા દેસાઈ

પ્રા. સિલાસ પટેલિયા ની કલમે લખાયેલો આ કવિતાનો આસ્વાદ “દૂત” માસિકના જૂન ૨૦૧૪ના અંકમાં પ્રકાશિત થયો હતો. એ આસ્વાદ માણવા માટે અહીં ક્લિક કરો અને પીડિએફ ફોર્મેટમાં વાંચો.
કવિશ્રી ની બીજી ઘણી રચનાઓ પઠન કે સ્વરંકન સાથે – સાંભળો શ્રી. અમર ભટ્ટને

સંગીતકાર શ્રી ઈમુ દેસાઈ અને તેમના પરિવાર વિષે વધુ જાણકારી મારે જુઓ નીચેનો વિડિયો. ભાગ-૧ અને ભાગ-૨.

કવિશ્રી. નિરંજન ભગત વિષે વધુ માહિતી માટે નીચેનો વિડિયો જુઓ.

બાઇબલના આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને મેં પણ એક અછાંદસ કવિતા લખી હતી તે અહીં રજૂ કરવાનો મોહ છોડી શકતો નથી. તો માણો…….
હક્ક પહેલા પથ્થરનો!!!
નૂતન વર્ષનો
સૂરજ તો ઊગ્યો પૂર્વે!
સાયરન…
પોલીસ અને એમ્બ્યુલન્સ,
શું થયું? શું થયું?
બીજું એક મર્ડર?
લાશશશશ…!!!
કુતૂહલ!!!
ચર્ચા, અફ્વાઓ…
મર્યો કે માર્યો?
ડાહ્યો હતો કે દોઢડાહ્યો?
દેતો’તો વણમાગી સલાહ લોકોને,
હક્ક નથી તમને.
નિષ્પાપ ઉપાડે પથ્થર,
જો હોય તો!
દોષીત હસે છે…
ટોળું આખુંય સજીવન …………….
ને લાશ છે ડાહ્યાની… દોઢડાહ્યાની…
તું ઈસુ નથી!
અને હોય તોય શું?
હું તો બદલાઈ ગયો છું,
વ્યભિચારી બાઈ હું નથી!
એ ટોળામાં સામેલ હું નથી!
મારી પાસે પથ્થર નથી!
મારી પાસે
બન્ધૂક છે!
એ કે 47 છે!
મિસાઇલ છે!
બોંબ છે!
આત્મહત્યાની તાલિમ છે!
આતંકવાદની તાલિમ છે!
– જગદીશ ક્રિશ્ચિયન