Tag Archives: Holy Child School

હોલી ચાઈલ્ડ સ્કૂલ કલોલમાં રિશ્તા દ્વારા પત્રકારત્વ કાર્યશાળા – ઓગષ્ટ ૮, ૯

હોલી ચાઈલ્ડ સ્કૂલ કલોલમાં રિશ્તા દ્વારા પત્રકારત્વ કાર્યશાળા
 
મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હરીશ બ્રહ્મભટ્ટના શબ્દોમાં: “વર્તમાન સમયમાં શિક્ષણ અને જીવનનો અનુબંધ કપાઈ ગયેલ તેવું જણાય છે. શિક્ષણ અને જીવનના અનુબંધને પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ સહ સ્વામી વિવેકાનંદ વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા જૂન ૨૦૦૩ થી હોલી ચાઈલ્ડ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. શાળાનો મુખ્ય એદ્દેશ વિદ્યાર્થી જે બની શકે તેમ છે, તેની જે ક્ષમતા છે તે બહાર લાવી તેનું જવાબદાર સંવેદશીલ વિચારશીલ નાગરિક તરીકેનું ઘડતર થાય તેમ કરવાનો છે.”
 
શાળા સંચાલકો વિદ્યાર્થીઓનાં વાલીઓના શિક્ષણ ઉપર પણ ઘણો ભાર દે છે અને અવારનવાર તેમના પ્રશિક્ષણના કાર્યક્રમો યોજે છે. લગભગ પ્રતિવર્ષ તેમના માટે પુસ્તક મેળો યોજીને સારાં પુસ્તકો ખરીદી તેના વાચનને પ્રોત્સાહન આપે છે. ગઈ સાલ પુસ્તક મેળામાં દોઢેક લાખ રૂપિયાનાં પુસ્તકો વેચાયાં હતાં.
 
શ્રી. હરીશભાઈ તથા આચાર્યબેન હેતલ ફાધર વિલિયમનાં પરિચીત હોઈ તેમને ધો. ૧૦ ના વિદ્યાર્થિનીઓ માટે તા. ૮ અને ૯ ઓગષ્ટ દરમ્યાન પત્રકારત્વ કાર્યશાળા યોજવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ અને તેમના સહકાર્યકર શ્રી. હસમુખ ક્રિશ્રિયને આમંત્રણને વધાવી લઈ ઉત્સાહપૂર્વક કાર્યશાળ યોજી અને શિબિરાર્થીઓનાં દિલ જીતી લીધાં હતાં. ભવિષ્યમાં ધો. ૯ ના વિદ્યાર્થીઓ માટે એક દિવસની ‘મૂલ્ય શિક્ષણ’ શિબિર યોજવાનું આયોજન પણ વિચારાયું છે.

સમાચાર અને છબી – રિશ્તા