Tag Archives: Hasmukh Christian

ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરામાં પત્રકારત્વ તાલીમ કાર્યશાળા

ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરામાં પત્રકારત્વ તાલીમ કાર્યશાળા

 

તા ૨૫  થી તા ૧ લી એપ્રિલ દરમ્યાન રિશ્તા દ્વારા ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરાના બ્રધરો માટે પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં અખબાર વિષે માહિતી, તંત્રીને પત્ર લેખન, સમાચાર કેવી રીતે બનાવવા, ઈન્ટરવ્યું લઈને લોકોને માહિતી કેવી રીતે પહોંચાડવી વગેરે શીખવવામાં આવ્યું હતું. પ્રિન્ટ મીડીઆનો ઉપયોગ કરીને કેવી રીતે ગરીબો – વંચિતોને મદદ કરી શકાય તેના કેટલાક ઉદાહરણો દ્વારા પ્રિન્ટ મીડીઆમાં પ્રવેશ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્ય શાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું.  (ફાધર વિલિયમ)

 

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ, ખંભાતમાં રિશ્તા આયોજીત પત્રકારત્વ કાર્યશાળા

 khambhatschoolboard

 

તા ૧૧, ૧૨  ફેબ્રુઆરી દરમ્યાન સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કુલ, ખંભાતમાં રિશ્તા દ્વારા ધો ૧૧ નાં વિદ્યાર્થીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં ૬૦ છાત્રોએ ભાગ લીધો હતો. આ હાઈસ્કુલ ભાલ વિસ્તાર અને ખંભાતમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોનાં સંતાનોને ભણાવે છે અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું જીવન ઘડતર કરે છે. શાળાના આચાર્ય ફાધર પીયુસ પરમાર સંગીત અને કલાના શોખીન હોઈ તેને ઘણું પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ કેવળ પરીક્ષામાં પાસ થાય તેને તેઓ શિક્ષણ માનતા નથી પરંતુ તેઓ જીવન માટે તૈયાર થાય અને સમાજોપયોગી જવાબદાર નાગરિકો બને એવી તેમની ઉમીદ છે. શાળાનો મુખ્ય ઉદ્દેશ મેન અને વીમેન ફોર અધર્સ પેદા કરવાનો છે જે ઉદ્દેશ બાબતે ફાધર પીયુસ બહુ જ સ્પષ્ટ છે.

 

કાર્યશાળામાં શીખેલ ભૂલઈ ન જાય પણ ચાલુ રહે અને વિદ્યાર્થીઓ તેમની શાળા વિષે સમાચારો લખતા રહે એ હેતુસર પત્રકાર ક્લબ સ્થાપવામાં આવી જેમાં ૬ વિદ્યાર્થીઓ સક્રિય રહીને અન્યોને પણ સક્રિય બનાવશે. કાર્યશાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું.  

 

(પ્રેષક ફાધર વિલિયમ)

 

ફાતિમા હાઈસ્કુલ ગોઠડાનો રજત જયંતી ઉત્સવ – જાન્યુઆરી ૨૭ ૨૦૧૩

 Gothdabanner

 

ફાતિમા હાઇસ્કુલ, ગોઠડાનો રજત જયંતી ઉત્સવ

 

તા   27 જાન્યુઆરી ના રોજ ફાતિમા હાઇસ્કુલ, ગોઠડા ની રજત જયંતી ઉજવાઈ ગઈ . 25 સાલ પહેલા જેસુઈટ ફાધર પરેઝાએ આ હાઇસ્કુલ શરુ કરી હતી. ઉજવણીમાં 97 વરસની વયના ફાધર પરેઝા પણ હાજર રહ્યા હતા. આ શાળા ચોપાસનાં નાના નાના ગામોના ગરીબ અને જરૂરિયાત મંદ કુટુંબોના સંતાનોને ભણાવે છે ને તેમના જીવનમાં સુખ અને આનંદ પ્રસરે છે. ખાસ કરીને તો કિશોરીઓને ભણાવીને તેમનામાં સ્વમાન પેદા કરે છે. અહી કિશોરો ને કિશોરીઓ માટે છાત્રાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે. જીસસ એન્ડ મેરી સંઘના સીસ્ટરો કિશોરીઓના છાત્રાલયનું સંચાલન કરે છે. ગોઠડા ગરીબ વિસ્તારમાં આવી સારી શાળા સાચેજ આશીર્વાદ સમી છે. ઉજવણીમાં સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર હતા અને આનંદ માણયો હતો. ફાધર દુઆર્ત હાઇસ્કુલના આચાર્ય છે. રિશ્તા સંસ્થા પ્રતિ વર્ષ શાળામાં પત્રકારત્વની તાલીમ આપે છે આજે ખાસ આમંત્રણને માન આપી ફાધર વિલિયમ તથા હસમુખભાઈ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.