Tag Archives: Gayatri Bhatt

April 11 – National Safe Motherhood Day: 2019 Theme, History and Significance.

April 11 – National Safe Motherhood Day: 2019 Theme, History and Significance.
Women have a God gift to give birth to a child. In itself it is a miracle.
In 2003, according to the request of WRAI, the Government of India had declared 11 April as National Safe Motherhood Day which is the anniversary day of Kasturba Gandhi’s birth. She is wife of Mohandas KaramChand Gandhi, the father of nation.
National Safe Motherhood Day (NSMD) is observed annually on 11 April to raise awareness about the proper healthcare of women and maternity facilities to pregnant and lactating women. This day also focus on reducing anemia among women, institutional delivery, for better pre and post-natal health care etc. which are necessary for mothers.
This day also raise awareness for the prevention of child marriages because we can say that child marriage may be an indirect cause of maternal deaths. It is the right for every woman to take good quality nutrition proper healthcare services during and after pregnancy and childbirth. In fact in India the government is also taking effort to reduce the maternal mortality rate but we can’t ignore the fact that it is our duty also to take steps for women healthcare and if needed to educate them.
સુરક્ષિત માતૃત્વ સ્ત્રીનો મૂળભૂત અધિકાર છે.
માતૃત્વ એટલે સ્ત્રીઓ માટે અસ્તિત્વનો ઉત્સવ. અનેક સંસ્કૃતિઓમાં માતૃત્વને સ્ત્રીત્વની પૂર્ણતા સાથે સાંકળવામાં આવે છે. ધર્મશાસ્ત્રોએ માતૃત્વનો અપરંપાર મહિમા ગાયો છે. છતાં એક હકીકત સ્વીકારવી રહી કે મેડિકલ ક્ષેત્રે થયેલા અનેક સંશોધનો અને સામાજિક પરિવર્તનો પછી પણ શારીરિક અને ભાવનાત્મક બંને રીતે માતૃત્વ સામેના પડકારો નાબૂદ નથી થયા. અગિયાર એપ્રિલે નેશનલ સેફ મધરહૂડ ડે છે ત્યારે આ સંદર્ભે થોડી મહત્ત્વની બાબતો પર એક નજર…
સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રીભૃણ હત્યા, બાળ લગ્ન, ગર્ભધારણ પછી જરૂરી કાળજી, પતિ અને કુટુંબીજનનો સહકાર, ખાવા-પીવા પર ચોક્કસ નિયંત્રણ, જરૂરી કસરત, સમયનાસુર ડોક્ટર દ્વારા ચકાસણી, આધુનિક સાધનો વાળા પ્રસુતિગૃહ, અને બાળકના જન્મ પર્યાંત એના સ્વાસ્થ્ય અને શીક્ષણ સાથેના ઉછેરની જવાબદારી.
દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે હજી પ્રભુએ મનુષ્ય પરની આશા ખોઈ નથી. – રવીન્દ્રનાથ ટાગોર
સ્ત્રીની પ્રસુતિની પીડા એ સ્ત્રીની સહનશીલતાનો સાક્ષાત્કાર છે. આ વિષય પર બહુ ઓછાં કાવ્ય લખાયાં છે. પ્રથમ ગર્ભાધારણ અને પ્રસવની વેદના અને ભાવોને શ્રી. ગાયત્રી ભટ્ટે ખૂબ જ લાગણીપૂર્વક  એમની ગઝલમાં ગુંથ્યાં છે. તેઓ અંગ્રેજીના અધ્યાપક છે પણ ગુજરાતીમાં એમણે ઘણી રચનાઓ આપી છે અને “મારો અજાણ્યો ખૂણો” નામનો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત કર્યો છે. તેઓ સારા ગાયિકા પણ છે. અને આ ગઝલ એમના પોતાના સુરિલા અવાજમાં સાંભળવી એ લાહવો છે.

રૂડું લાગે છે આખ્ખું આકાશ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની
રુવે રુવાંમાં રેલે અજવાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની.

જંપ સહેજે ના કળતર ચોપાસ, કોઇ લોહીમાં પાડે છે ચાસ;
ઊંડે ઉપસે છે આકારો ખાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની!

કોઇ ભીતરથી ભેદભર્યું બોલે, બધા વિસ્મયના દરવાજા ખોલે;
લખે ટીપું દરિયાનો ઇતિહાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની!

ફરી ફળિયું, પાદર ને તળાવ, મને બોલાવે: ‘આવ, અહીં આવ.’
મારે પાલવડે શૈશવના શ્વાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની!

એના ખંજનમાં ખીલખીલતી વાત, એના અંજનમાં ટમટમતી રાત;
મુને દળદળતી ફૂટે ભીનાશ; પીડા ઉપડી છે પહેલા પ્રસવની !

હું તો ચાલું ચાલું ને ત્યાંની ત્યાં; નહીં જાણું કે પહોંચવાનું ક્યાં?
તારી પગલીએ પૂરો પ્રવાસ, પીડા ઉપડી છે પહેલા પ્રસવની!

– ગાયત્રી ભટ્ટ

આ ગઝલનો આસ્વાદ – શ્રી. લતા હિરાણી (દિવ્યભાસ્કરના મધુરિમા મેગેઝિનમાં કાવ્યસેતુ કોલમ)

માતા બનવું, બનવાના વિચાર પણ ખૂબ રોમહર્ષક છે પરંતુ પ્રસવની પીડા જીરવવી દોહ્યલી છે. તેમ છતાં દુનિયાની લગભગ બધી સ્ત્રીઓ, અપવાદો બાદ કરતાં, પોતાના સંતાનને ઝંખતી હશે ! બળજન્મ કેટલો કષ્ટદાયક હોઇ શકે એ કોઇપણ સમજી શકે. અલબત્ત કલ્પના કરતાં એ ક્યાંય વધુ તીવ્ર હોય ! અનેકગણો હોય ! જન્મવાની પીડા પણ બાળકને ગજબ હશે પણ કદાચ હજી એની સંવેદના એટલી વિકસી ન હોય અને અનુભવની જાણ હોવી, સમજ હોવી, એ પીડાને વધારનારું તત્વ ખરું !

પ્રસવની પીડાનું ઉદાત તત્વ એ છે કે આટલી દર્દનાક વેદના હોવા છતાં એને ભોગવનારની આંખ સામે ઉજળું આકાશ હોય ! એના રૂવેરુવે અજવાસ રેલાતો હોય ! અલબત્ત આ પીડાને શબ્દદેહ આપવામાં, એને  કલાસ્વરૂપે ઉઘાડવામાં કવિની કલ્પનાનો હાથ હોય. સુંદર શબ્દોનો સાથ હોય એ ખરું પણ તોય આ કલ્પના સાવ સાચુકલી લાગે છે. પ્રસવ પછીની પળો, બાળકના મુખદર્શનની ક્ષણો કેટલી સુખદ હશે કે એને પામવા આ ભયંકર દુખ સહન કરવા સ્ત્રી તૈયાર થઈ જાય છે ! અને આ તો પહેલા પ્રસવની વાત છે !

પ્રસવપીડા કવિએ આબેહૂબ વર્ણવી છે. શરીર એવું કળે છે કે ભીતર-બાહર ક્યાંય જંપ નથી. જાણે લોહીમાં કોઈ ચાસ પાડી રહ્યું છે. ચિતમાં આકારો અટવાય છે. બાળક કેવું હશે ? એનો ચહેરો, રંગ, આંખો કેવાં હશે ? એનો અવાજ કેવો હશે ? આટલી પીડામાંય આ વિસ્મય શમતું નથી. એક માસૂમ અવાજ માતાને બોલાવી રહ્યો છે, ખેંચે છે. આટલું નાનું બાળક જાણે માતાના ભાવજગતનો ચિતાર આપવા બેઠું છે, ઇતિહાસ લખવા બેઠું છે.

માતાનું પોતાનું બાળપણ ફરી એના મનમાં કોળી રહ્યું છે. એ વાતાવરણ એને સાદ દે છે. દરેક સ્ત્રીના જીવનમાં આ જ સ્વર્ણિમ પળો હોય છે, જ્યારે એનું બાળક એના ખોળામાં હોય છે. પોતાના બાળકમાં એ પોતાનું બાળપણ પાછું મેળવે છે. એના હસતાં ચહેરાના ખંજનમાં, આંખોના અંજનમાં જીવનભરની ખુશી સમેટાઇ જાય છે, ઠલવાઈ જાય છે. મન ભર્યું ભર્યું, લાગણીથી ભીનું ભીનું બની જાય છે. પીડાના કલાકો એ સમયે ભલે લાંબો યુગ બન્યા હોય, બાળકનો ચહેરો જોતાં જ માતાને માટે એ બધી વેદના વિસરાઈ જાય છે.

કવિના ખૂબ સંવેદનાસભર શબ્દો જ્યાં કાવ્ય એની ઊંચાઈને સ્પર્શે છે,

‘હું તો ચાલું ચાલું ને ત્યાંની ત્યાં, નહીં જાણું કે પહોંચવાનું ક્યાં ? તારી પગલીએ પૂરો પ્રવાસ……’

હવે ક્યાંય પહોંચવાનું નથી.. કોઈ પ્રવાસ નથી, કશું પામવાનું બાકી નથી. બાળકની નાની પગલીઓ મંડાઇ કે સઘળા પ્રવાસ શમી ગયા છે કેમ કે જીવનના તમામ લક્ષ્યો, ઝંખનાઓ હવે એના ખોળામાં આવીને બેઠા છે…

વિવેચક – લતા હિરાણી