Prarthna Jukebox | Kirtan Sagar Bhajans By Ketan Christian Premieres Jan 6, 2021.
All Glory and Praises to Lord Jesus Christ for this dream to come true that started almost 25 years ago! As a family we have always enjoyed singing Church hymns-bhajans in our native, the beautiful language Gujarati! My father Mr. Joseph Beda Parmar lead the Church choir in my younger days and my elder brother Jagadish Christian followed his footsteps. I have been a huge fan of Motabhai Jagadish’s melodious voice.
While leaving in Jersey City, NJ, we met Mr. Michael Scribe, a musical Maestro who has traveled many parts of the world with various orchestras in his younger days. His musical abilities prompted me to this dream of having an album composed by Mr. Scribe and sung by Mr. Jagadish Christian. Well, somehow this dream stayed undercover and finally we are here with different singers!
આપની સમક્ષ પ્રભુ પિતાની આરાધના માટે “કીર્તનસાગર”માંથી ચૂંટેલા આ આઠ ભજનોનું ‘વેબ આલ્બમ’ “પ્રાર્થના” રજુ કરતાં ઘણો આનંદ થાય છે. આપણને “પવિત્ર બાઇબલ” નાં વચનો દ્વારા જીવન જીવવાનો સાચો માર્ગ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાર્ગે “બાઇબલ”નો ઉપયોગ જીવનને પ્રેરણા આપે છે. જ્યારે ભક્તિમાર્ગે આપણને પ્રભુનો અનુભવ થાય છે. બાઇબલનાં જ વચનો, જે ભજનો સ્વરૂપે “કીર્તનસાગર”માં પ્રકાશિત થયેલાં છે તે ભજનો, ગુજરાતી સાહિત્યમાં એક આગવું સ્થાન ધરાવે છે.
મારા પૂજ્ય પિતાજી જોસેફ બેડા પરમાર દ્વારા પસંદ કરાયેલા આ આઠ ભક્તિગીતો, જે પ્રભુ પિતાની પ્રેરણા થકી અમારી, એટલે કે કેતન અને ઈલાની મધ્યસ્થીના ફળ સ્વરૂપ, આજથી લગભગ પચ્ચીસેક વરસો પહેલાં અમેરિકા સ્થિત માનનીય માઈકલ સ્ક્રાઈબ દ્વારા મનભાવન રાગોમાં ઢાળવામાં આવ્યાં હતા અને ગુર્જરભુમિના જ સંગીતકાર શ્રી શૈલેષ એલ. મેકવાન તથા શ્રી બ્રિજેશ આર. પરમારના સંગીત સંયોજન દ્વારા ભક્તિમય બનાવાયા છે. ગુજરાતી શ્રધ્ધાળુઓના કંઠે ગવાય અને તે દ્વારા પ્રભુનો મહિમા થાય, એ હેતુથી તૈયાર થયેલ આ ભક્તિગીતોના સંપુટને ગુજરાતી ભક્તોની આગળ પ્રસ્તુત કરતાં અનહદ આનંદ અને ગૌરવ થાય છે.
આ પ્રકારનાં ભક્તિગીતોને ગાનારાંઓમાં ગજબની શક્તિનો સંચાર થાય છે! આ ગાયકો, સંગીતકારો તથા સ્વરકારો પ્રભુમય બનીને પોતાના જીવનમાં પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થયાનો અહેસાસ મેળવે છે. ઘરે ઘરે આ ભજનો ગવાશે અને આ ગીતોમાંથી જીવન જીવવાનું અમૂલ્ય ભાથું મળી રહેશે તેવી અપેક્ષા અને પ્રભુ પ્રાર્થના!
Songs List
0. ધર્માધ્યક્ષ નો સંદેશો – 00:00
૧. અમને પ્રાર્થના કરતાં શીખવો – 03:38
૨. જેવી રે ભોંય એવું પાકે – 12:36
૩.એક ગાલ પર તમાચો – 18:03
૪. શું રે ખાશું, પીશું, ઓઢશું, એની ચિતા રે અપાર – 23:29
૫. તમે કરો ઉપકાર પ્રભુનો મેળવવાને પ્યાર. – 28:08 ૬. પ્હાડ ઉપર પયગંબર બેઠા – 33:03
૭. હું છું ઉત્તમ ઘેટાંપાળક – 37:48
૮. શાસ્ત્રી પૂછે ખ્રિસ્તને – 42:26
Music Credits – Composer – Michael Scribe Music & Arrangments – Shailesh L Macwan & Brijesh R Parmar
Singers – Mukesh Macwan, Nilesh Vaghela, Prakash Hingu, Roshni Macwan & Vrajesh Parekh
Chorus – Linsi S Macwan & Uma Dave
Studio – Soor Sagar (Valetva, Petlad)
Mixed By – Piush Parekh
Video Credits – DESIGNED by Priscilla Macwan, Presymec Studio https://presymec.com/
Sketch Artist/After Effects – Mukesh Patel Asst Sketch Artist – Urvesh Parmar
Special Thanks to Shane Macwan
All Glory and Praise to Lord Jesus Christ. Special thanks to The Most Reverend, Athanasius Rethna Swamy, the fifth Catholic Bishop of Ahmedabad Diocese, Gujarat, India for his Blessings and well wishes. Many thanks to Shailesh L. Macwan for being my “TWIN”, my hands and feet in India and working tirelessly day and night, countless hours at times, during these difficult times of COVID-19. I am so thankful for helping me to make my dream of 25+ years come true! Many thanks to my loving dad Mr. Joseph Beda Parmar whose love for God, family, music and community has been my role model throughout my life. I want to thank my brother Jagadish Christian whose melodious voice, love and knowledge of music has always inspired me throughout my life. And lastly, I am very thankful to my wife Ila, daughters Christine, Stephanie and Sydney along with all other family members and friends for their loving support.
With Love, Ketan & Ila Christian