કેથોલિક માસ માં બદલાવ

નવેમ્બર ૨૦ ૨૦૧૧: જીવનમાં સમયાંતરે બદલાવ આવતો હોય છે અને એ જરૂરી પણ હોય છે એવું મારું માનવું છે. અને એ બદલાવ સાથે કદમ મેળવી ચાલવાનું  ધીરે ધીરે બધા જાણી લેતા હોય છે અને માણી પણ લે છે. મને યાદ છે જ્યારે હું મારી તરુણાવસ્થામાં હતો ત્યારે કેથોલિક માસ કરવામાં એક મોટો અને જરૂરી બદલાવ આવેલો. એ બદલાવ હતો સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવાની. શરૂઆતમાં લૅટિનમાંથી ગુજરાતી થોડું અઘરું હતું ઘણા માટે પણ આખરે એ બદલાવનો સ્વીકાર થયો. અને મારા હિસાબે પ્રાર્થના દિલથી થવી જોઈએ અને દિલની ભાષા એ માતૃભાષા હોય છે. ક્યાંક વાંચેલું કેટલું સાર્થક લાગે છે જે ભાષામાં સપના આવે તે માતૃભાષા. તો સમયાંતરે શબ્દનો મહિમા અને ભાષાનું ભૌતિક પણ બદલાવ લાવે છે અને બદલાવ સમયના પ્રવાહ સાથે યોગ્યતા પણ પ્રાપ્ત કરે છે.

 આવતો રવિવાર એ આગમનનો પહેલો રવિવાર છે. ઋતુકિય ફેરફાર થઈ ગયા છે ત્યારે આ રવિવારથી કેથોલિક માસ દરમ્યાન બોલાતી પ્રાર્થનામાં ફેરફાર આવી રહ્યો છે. લગભગ ૪૦ વરસ પછી વેટિકન તરફથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. શરૂઆતમાં થોડું કઠિન હશે પણ પછી આપણે બધા ટેવાઈ જઇશું.

આ ફેરફાર જોવા માટે અહીં ક્લિક કરો. માફ કરજો આ અંગ્રેજીમાં છે.

 

આ ફેરફાર પીડીએફ ફોર્મેટમાં જોવા માટે અહીં ક્લિક કરો. માફ કરજો આ પણ અંગ્રેજીમાં છે.

 

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…