ગુજરાત ટાઈમ્સ, યુએસએ – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ દ્વારા ગુજરાતીમાં ખ્રિસ્તયજ્ઞ યોજાયો.

ન્યૂ યોર્ક, ન્યુ જર્સીની આસપાસ રહેતા ગુજરાતી કેથલિક અને ખ્રિસ્તી લોકો સમયાંતરે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરતા રહે છે. અને છેલ્લા ૨૦ વરસથી આ પ્રવૃત્તિઓના પિક્ચર સાથેના સમાચાર-અહેવાલ અહીંના સ્થાનિક અખબાર-સામયિક (ગુજરાત ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, તિરંગા, ગુજરાત દર્પણ, અમેરિકન ક્રિશ્ચિયન ન્યૂઝ વગેરે અને અકિલા.કોમ) માં હંમેશા પ્રકાશિત થતા જ હોય છે. તે ઉપરાંત ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએની પોતાની વેબસાઈટ ઉપરાંત ફેસબુક પેજ પર પણ વિસ્તારમાં એ સમાચાર પ્રકાશિત થાય છે.
તથા આ વેબસાઈટ (જગદીશક્રિશ્ચિયન.કોમ) પર પણ દુનિયાભરના ગુજરાતી ખ્રિસ્તીઓની સમાજ-ધર્મ જીવનને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓના સમાચાર-હેવાલ રજૂ થતા રહે છે. હમણાં તાજેતરમાં અમદાવાદ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ શ્રી. થોમાસ મેકવાન અમેરિકાની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ના ઉપક્રમે ઓગસ્ટની ૧૯ તારીખે ગુજરાતી પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અને સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અહેવાલ અહીંથી પ્રગટ થતા ‘ગુજરત ટાઈમ્સ’ ના ઓગસ્ટ ૩૧ ના અંકમાં પ્રસિધ્ધ થયા હતા. નીચે એ અહેવાલની કોપી છે. અને પિક્ચર આલ્બમ પણ મૂક્યું છે.

 

પીડીએફમાં ગુજરાત ટાઈમ્સનું આખું પાનું જોવા માટે અહીં ક્લિક કરો.

શ્વેતક્રાન્તિના પ્રણેતા સ્વ. ડો. કુરિયનની જીવન-ઝાંખી તેમનાં થોડા પિક્ચર સાથે.

નીચેનાં બધાં પિક્ચર સરદાર ગુર્જરી, નયા પડકારમાંથી આભારસહ લીધેલાં છે.

એકાદ-બે ગુગલ પરથી પણ મેળવ્યાં છે.

ભાઈ શ્રી સિરિલભાઈ પરમાર જેઓ અમૂલમાં કામ કરે છે એમનો સંદેશો – જે કોઈ સ્વ. ડો. કુરિયનને શ્રધ્ધાંજલી આપવા માગતા હોય તે નીચેના ઈમેલ પર પોતાનો શોકસંદેશો મોકલી શકે છે.

tribute@amul.coop

 

નવેમ્બર ૨૬ ૨૦૧૧ ના રોજ ઊજવતા ૯૦ મો જન્મદિવસ

ઉપરના પિક્ચરમાં સ્વ. શ્રી. જવાહરલાલ નહેરુની પાછળ સ્વ. શ્રી. ઈન્દિરા ગાંધી  છે અને ડો. કુરિયનની બાજુમાં હાથમાં લાકડીવાળા સ્વ. શ્રી. મોરારજી દેસાઈ છે.

‘રિશ્તા’ સંચાલિત પત્રકારત્વ કાર્યશાળા – સેન્ટ મેરિસ હાઈસ્કૂલ મરિયમપુરા, પેટલાદ – સપ્ટેમ્બર ૭-૮, ૨૦૧૨

 

 

તા. ૭-૮ સપ્ટેમ્બર દરમ્યાન સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા (પેટલાદ) માં ધો. ૧૧ નાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે બે દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ તથા શ્રી. હસમુખ ક્રિશ્વિયને કાર્યશાળામાં સિત્તેરેક જેટલા તાલીમાર્થીઓને પત્રકારત્વની તાલીમ આપી મુદ્રિત માધ્યમમાં પ્રવેશવા માટે સજ્જ કર્યા હતા.

માહિતી – રિશ્તા  

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…