તા ૨૫ થી તા ૧ લી એપ્રિલ દરમ્યાન રિશ્તા દ્વારા ગુડ શેપર્ડ સેમીનરી, વડોદરાના બ્રધરો માટે પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં અખબાર વિષે માહિતી, તંત્રીને પત્ર લેખન, સમાચાર કેવી રીતે બનાવવા, ઈન્ટરવ્યું લઈને લોકોને માહિતી કેવી રીતે પહોંચાડવી વગેરે શીખવવામાં આવ્યું હતું. પ્રિન્ટ મીડીઆનો ઉપયોગ કરીને કેવી રીતે ગરીબો – વંચિતોને મદદ કરી શકાય તેના કેટલાક ઉદાહરણો દ્વારા પ્રિન્ટ મીડીઆમાં પ્રવેશ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્ય શાળાનું સંચાલન ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું હતું. (ફાધર વિલિયમ)
મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…