વડોદરા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા “રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદન (RKGS) દ્વારા મનો-વિકલાંગ સમાજજનોને નિર્ભેળ મનોરંજન મળે તે હેતુસર તાજેતરમાં કારેલીબાગ,વડોદરા સ્થિત મનસિક આરોગ્યની હોસ્પિટલમાં “મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા” નું આયોજન કરવામાં આવેલ. “RKGS” દ્વારા વડોદરામાં બાળકો, યુવા વર્ગ, મહિલાઓ તેમજ વયસ્ક નાગરિકોના લાભાર્થે આરોગ્યલક્ષી,પર્યાવરણ સંરક્ષણ, સમાજિક મૂલ્યો, માનવ અધિકારો અંગે જાગૃતિ જેવી અનેકવિધ સમાજિક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. માનસિક રોગીઓ પોતાના જ વિશ્વમાં મશગુલ હોય છે; જ્યાં સમજશક્તિ લક્ષ્મણરેખા વળોટી ચુકી હોય છે, એમની ના સમજાય તેવી હરકતો સ્વજનો અને સમાજને ક્યારેક અસામાન્ય અને હિંસક લાગે છે. માનસિક વિકલાંગોની ઘેલી મનોદશા અનુભવતાં ક્યાંક શૂન્યવકાશમાં તાકતી આંખો, ક્યાંક દિશાહીન થઈ ભટકતા મનોરોગીઓ, ક્યાંક ચૂનો ઉખડેલી ભીંતો પર ઈશ્કની શાયરીઓ કોતરતી રાધાઓ તો ક્યાંક ભયાનક હાવભાવ સહિત તાકતા ચહેરાઓ મનમાંવેદના જગવી ગયા. આ હોસ્પિટલમાં સ્ક્રીઝોફેનિયા, બાય પોલર, એપીલેપ્સી જેવી માનસિક બીમારીઓ ધરાવતા વિકલાંગ ભાઈઓ તથા બહેનોની મનોદશા જોઈ સંવેદના હલબલી ઉઠી. સંગીત એ સામાન્ય તેમ જ અસામાન્ય એમ દરેક જણને સ્પર્શતું માધ્યમ છે. કેમિકલ ઈમબેલેન્સ અને જીનેટીક ખામીઓના કારણે ઉદભવતી આ મનો-અવસ્થાના સીમાડાઓ સંગીત દ્વારા પાર કરીને મનોરોગીઓના હ્રદયના તાર ઝણઝણાવી ગયા. સૂર-તાલના સથવારે સહુ ભાઈઓ-બહેનોના પગ થીરકવા લાગ્યા.કાર્યક્રમ દરમિયાન ગરબાના તાલે બધા જ મસ્ત થઈ ઝૂમી ઉઠ્યા તો કેટલાક મનો-વિકલાંગ ભાઈઓએતો ફિલ્મી ગીતોની સુંદર અને લયબધ્ધ એવી રજૂઆત પણ કરી.
સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી સ્મિતા મેકવાન તથા શુભેચ્છકો બકુલ મેકવાન, વડોદરાના જાણીતા સ્ટેજ કાર્યક્રમના આયોજક તુષરભાઈ પરીખ તેમજ યાસીન વરિયા, મનિષભાઈ સોની જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો તેમજ તેઓની મ્યુઝીકલ ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત કરવામાં આવી હતી.
FR. LOUIS MORETA SJ, aged 87, passed away this morning, 27 September, at 06.20 AM in Ankleshwar. The funeral will be at 10.00 AM tomorrow, 28 September, at CATHOLIC CHURCH, ANKLESHWAR.
May the soul of Fr Moreta rest in peace.
Information: Mr. Peter Jadav through Fr. Freddy Desouza SJ
મારો જન્મ ૧૯મી ડિસેમ્બર ૧૯૨૭માં મનીલા ફિલિપાઈન્સ ખાતે થયો હતો, અને બાળપણ પણ ત્યાં જ વીત્યું હતું. હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યા પછી, હું અમેરિકન સૈન્યમાં જોડાયો. અને ત્યારબાદ સ્પેન, જે મારા પિતાનું મૂળ વતન છે, ત્યાં જઈ તારીખ ૨૬-૯-૧૯૪૬ના રોજ ઈસુસંઘમાં જોડાયો.
તા. ૨૧-૧૨-૧૯૫૧માં મારું આગમન ભારતમાં થયું, અને ૨૪ માર્ચ ૧૯૬૧માં મની યાજ્ઞિક દીક્ષા મળી. ઈસુસંઘમાં અભ્યાસપૂરો થયા પછી ૧૯૬૩માં મારી નિમણૂંક ભરૂચ ખાતે થઈ. ભરૂચમાં ૧૫ વર્ષના કાર્યકાળ દરમિયાન હાઈસ્કૂલ ખોલ્યા પછી, ૧૯૭૮માં અંકલેશ્વર ખાતે મિશન શરૂ કરવામાં આવ્યું, જ્યાં ગામડાંઓમાં પણ જવાનું થતું હતું. અંકલેશ્વરમાં બોર્ડિગ શરૂ કરી અને ટેકનીકલ સ્કૂલ પણ ચાલુ કરી. આ વર્ષે ઓચિંતા ઉપરીએ મારી કરમસદ ખાતે બદલી કરી. જરૂરિયાત હોવાથી મેં સાત વર્ષ કરમસદ ખાતે ગાળ્યાં. ઈ.સ. ૨૦૦૧માં ફરીથી મારી બદલી અંકલેશ્વર ટેકનીકલ સંસ્થા ખાતે થઈ અને હું પરત આવ્યો. ત્યારથી આજ સુધી હું અંકલેશ્વરમાં કાર્યરત છું.
મને ફૂટબોલ રમવામાં ખૂબ રસ હતો. આથી આણંદમાં એની પૂરતી મઝા મેં માણી. મારી રમતની હોંશિયારી નિહાળી ઘણા યુવાન વિદ્યાર્થીઓ આ રમત શીખ્યા એટલું જ નહીં મારા અચ્છા દોસ્ત પણ બની ગયા. મારા પ્રિય વિદ્યાર્થીઓમાં બોર્ડરો પણ હતા. ઘણીવાર આ લોકો સાથે હું જાતજાતની રસિક ચર્ચાઓ કરતો હતો. આ મારા નાના મિત્રોને હું ઘણા ખુશ કરતો તેઓ મારા ઉત્સાહના અને જુસ્સાના પ્રશંસકહતા. હું કહેતો કે તમે ભાઈઓ જીવનમાં ઘણું આગળ વધશો. મારી ધારણા મુજબ પોત પોતાની રીતે આ વાત સાચી પડી છે.