પ્રભુ છે ભલાઈનો ભંડાર…. શ્રી. વિક્ટર મેકવાન પાંચ મહિના અને પાંચ દિવસ પછી બિમારીથી મુક્ત થઈ મેની ૨૩ તારીખે પોતાના ઘરે પરત આવ્યા છે એનો અનહદ આનંદ છે. ઈશ્વરની કૃપા, મિત્રો-સંબંધીઓની પ્રાર્થના અને હોસ્પિટલના કુશળ સ્ટાફની સારવાર થકી તેઓ સાજાપણું મેળવી શક્યા છે. રવિવાર મે ૨૪ ના દિવસે હું મારા પપ્પા શ્રી. જોસેફ પરમાર, મારો ભાઈ કેતન અને તેના પત્નિ ઈલા, વિક્ટરભાઈની મુલાકાતે ગયા હતા. વિક્ટરભાઈને તંદુરસ્ત જોઈને ઘણો આનંદ થયો. આ મુલાકાત દરમ્યાન શ્રી.વિક્ટરભાઈ અને આલ્બીનાબેને બધા મિત્રો અને સંબંધીઓની પ્રાર્થના, મુલાકાત, ફોન કોલ્સ, ઈમેલથી બતાવેલી લાગણી અને પ્રેમનો ગદગદીત ભાવે આભાર વ્યક્ત કર્યો હતો.
હજુ એમને સંપૂર્ણ સ્વસ્થ થતાં થોડો સમય લાગશે. દવા અને તાત્વીક ખોરાક થી તેઓ સંપૂર્ણ સ્વસ્થ બને એવી ઈશ્વરને પ્રાર્થના.
[wppa type=”slideonly” album=”37″ align=”center”]Any comment[/wppa]