Tag Archives: Smita Macwan

રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદન દ્વારા ગુજરાતી કેથલિક સમાજની વિધવા બહેનોનો સન્માન સમારંભ

1375053_4891909074972_1368262977_n

વડોદરા સ્થિત સંત જોસેફ શાળામાં, રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદન દ્વારા ગુજરાતી કેથલિક સમાજની વિધવા બહેનોનો સન્માન સમારંભ સપ્ટેમ્બર ૨૯, ૨૦૧૩ ને રવિવારે યોજાઈ ગયો. નાની વયે પતિની છત્રછાયા ગુમાવીને, સ્વમાનભેર અનેક સંઘર્ષો વચાળે પોતાનાં સંતાનોની પરવરિશ કરનાર ૪૫ જેટલાં વિધવા મહિલાઓને ગીફ્ટ તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

 

કાર્યક્રમના મુખ્ય મહેમાન મ.સ. યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા ડો. ઇલાબેન રાવલ, અતિથિ વિશેષશ્રી રેવ.ફા. જયંત, રેવ. ફા. લુકાસ તથા દેવેન્દ્રભાઈ પરમાર, કાર્યપાલક ઇજનેર, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ઉપસ્થિત રહ્યાહતા. આ તમામ મહનુભાવોએ પોતાના વકત્વમાં, મહિલાઓના સંઘર્ષ, જીવનમાં આવતા પડકારો અને પડકારોનો સામનો કરવા વિશે મનનીય પ્રવચન આપી, સમારંભમાં ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી સ્મિતા મેકવાને, સંસ્થાનો પરિચય આપી, સંસ્થાની પ્રાવૃતિઓનો ચિતારા રજૂ કર્યો હતો. ઉપસ્થિત બહેનો પૈકીની કેટલીક મહિલાઓએ પોતાની આપવીતી વર્ણવતાં, ઉપસ્થિત મહેમાનોની આંખો ભીંજાઈ હતી ને હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયાં હતાં.

 

આ સમારંભનું સંચાલન શ્રી. બકુલ મેકવાને કર્યું હતું; તો મહિલાઓને ભેટ વિતરણ શ્રી. દેવેંદ્રભાઈ પરમાર તરફથી કરવામાં આવ્યું હતું. મેબલ ડેકોરેટર્સના શ્રી. મહેશભાઈ તરફથી મહિલાઓ માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પુરી પાડવામાં આઈ હતી.

 

–     બકુલ મેકવાન (કનુભાઈનો આભાર મોકલવા માટે)

આ પ્રસંગના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.

આ પ્રસંગની નોંધ VNM TV પર લેવામાં આવી હતી તે ન્યૂજ બુલેટીન જોવા માટે નીચે કિલક કરો.

 

સ્ત્રીઓ પર થતી જાતીય સતામણીના વિરોધ અને જનજાગૃતિ ફેલાવવા વડોદરા નવા યાર્ડ વિસ્તારમાં રેલીનું આયોજન.

BDM_Page_1BDM_Page_2

[wppa type=”slide” album=”14″ align=”center”]Any comment[/wppa]