ન્યૂઝ આર્ટિકલ
UGCOA દ્વારા યુએસએ અને કેનેડા માં વસતા ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના ૨૦૦ જેટલા ફ્રન્ટલાઈન હીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન.
![](https://jagadishchristian.com/wp-content/uploads/2020/11/CJ-UGCOA-certificate.png)
અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના વ્યક્તિઓએ વર્ષ ૨૦૨૦ માં વિશ્વવ્યાપી COVID-19 રોગચાળા દરમિયાન ઘણી મુશ્કેલીઓ અને આરોગ્યના જોખમો હોવા છતાં હોસ્પિટલમાં , પોલીસ ડિપાર્ટમેન્ટમાં, દવાની ફાર્મસીમાં વગેરે જગ્યાએ ફ્રન્ટલાઈન માં ખડે પગે ઉભા રહીને ફરજ બજાવી છે ત્યારે સમાજ ના આવા ફ્રન્ટ લાઈન હીરો ને યાદ કરી ને સમાજ વતી UGCOA એ આ થૅન્ક્સ ગીવીંગ ઉપર દરેક ને એક સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન અને અમેઝોન નું ઇ-ગિફ્ટ કાર્ડ ઇમેઇલ મારફતે મોકલી આપ્યું છે
ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા, ડેલાવર, ફ્લોરિડા, ટેક્સાસ, કેલિફોર્નિયા અને કેનેડામાં વસતા લગભગ ૨૦૦ થી વધારે લોકો એ આ સંસ્થાનો અને સંસ્થાના દાનવીરોનો તેમની સેવાની કદર કરતાં પુષ્કળ આભાર માન્યો છે અને જણાવ્યું કે આનાથી એઓને ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે કે સમાજે એમની સેવા ને યાદ કરી છે.
![](https://jagadishchristian.com/wp-content/uploads/2020/11/UGCA-Frontline-appreciation.jpeg)
United Gujarati Christians Of America એ 501c3 નોન પ્રોફિટ સંસ્થા છે. જેના વિષે વધારે માહિતી તમે www.ugcoa.org પર થી મેળવી શકો છો અથવા whatsApp 1-267-580-9091